- સચિન વિસ્તારમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા
- ગળેફાસો ખાઈ કરી આત્મહત્યા
- પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો
સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં આવેલા જલારામ નગરમાં નંદુ પાસવાન રહે છે. તેઓને સંતાનમાં 5 વર્ષનો પુત્ર અને 17 વર્ષની પુત્રી સહીત 4 સંતાનો છે. ગતરોજ તેઓ ગેરેજ પર હતા અને ઘરમાં તેઓની 17 વર્ષીય મોટી દીકરી ભાઈ-બહેનને રમાડી રહી હતી. તે દરમિયાન બહેન અને ભાઈને રમતા મૂકી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. અન્ય ભાઈ બહેને આ અંગે માતાને જાણ કરતા તેઓના પગ તળેથી જમીન સરકી ગયી હતી. પિતાને પણ આ ઘટનાની જાણ થતા ઘરે દોડી આવ્યા હતા. બીજી તરફ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિદ્યાર્થિનીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, વિદ્યાર્થિનીએ આ પગલું અચાનક કેમ ભરી લીધું તે અંગે રહસ્ય ઘેરાયું છે.
ધોરણ 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની કરી રહી હતી તૈયારી
મૃતક હાલ જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં મોતને વહાલું કરનારી વિદ્યાર્થિનીના આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તેનો મોબાઇલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ વિદ્યાર્થિનીએ કોલેજ બંધ હોવાથી પાર્લેરનો વ્યવસાય શરુ કર્યો હતો અને તે માટે ઘરના સભ્યોએ તેને પાર્લેરનો સમાન પણ અપાવ્યો હતો.
પરિવારમાં શોકનો માહોલ
મૃતક ઘરની મોટી દીકરી હતી. ત્યારે જુવાન દીકરીએ આ પગલું ભરી લેતા પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. આ મામલે હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. અને આગામી દિવસોમાં આ મામલે કોઈ ચોકાવનારી બાબત સામે આવે તેવી શક્યતા રહેલી છે.