સુરતના વેસુ વીઆઇપી રોડ પર આયોજિત રાવણ દહનના કાર્યક્રમને વરસાદી વિઘ્ન નડ્યો છે. 60 ફુટનું રાવણનું પુતળ ભારે પવન અને વરસાદના કારણે તુટી પડ્યું હતું. જેથી પુતળા દહન પહેલા જ આતશબાજી શરુ થઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
મેઘરાજાની તોફાની ઇનિંગના પગલે શહેરના રસ્તાઓ પર ફરી વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે ઉભું કરાયેલું 65 ફૂટ રાવણનું પૂતળું ઢળી પડ્યું હતું.