- પ્રધાનપદ પામ્યાં બાદ પહેલીવાર જીતુ વાઘાણી સુરત મુલાકાતે
- પીએમ મોદીના જન્મદિવસ ઉજવણી કાર્યક્રમમાં ભાગ લીધો
- કહ્યુંઃ શિક્ષણમાં નવી તકનિકો માટે પણ વિચારો કરવામાં આવશે
સુરતઃ આજે રાજ્યના નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સુરતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મા જન્મદિવસ નિમિત્તે કતારગામ વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલ ખાતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના સહાયનું વિતરણ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થીઓને વિનામૂલ્યે રાંધણગેસ જોડાણ અર્પણ કરવા આવ્યાં હતાં. ઉજ્જવલા યોજના હેઠળ 25 લાભાર્થીઓને ગેસકીટ અને કોરોના કાળમાં અનાથ બનેલા 25 બાળકોને મુખ્યમંત્રી પાસે વાત યોજના હેઠળ પણ કરાઇ હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં જઇ લાભાર્થીઓને અનાજ કિટ પણ આપવામાં આવી હતી.
શિક્ષણમાં નવી તકનિકો માટે પણ વિચારો કરવામાં આવશે
વાઘાણીએ કહ્યું કે મારી જવાબદારી નવયુવાનો, બાળકો, દીકરીઓ આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે, વૈશ્વિક સ્પર્ધામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. આજના દીકરા-દીકરીઓ આંગણવાડીમાં મફત શિક્ષણ લઇ શકે છે આજે અને શિક્ષણમાં નવી તકનિકો માટે નવીન વિચારસરણી પણ કરવામાં આવશે. આજે સુરતમાં આવ્યો છું ત્યારે નાના બાળકોએ મારું સ્વાગત કર્યું મને ખૂબ જ આનંદ થયો છે. આ બાળકનું સ્વાગત કાલે ઊઠીને હું કરું એવું શિક્ષણ રાજ્ય જ નહીં, પરંતુ આખા દેશમાં થશે એવું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે.
રાજ્ય શિક્ષણ અંગે ચર્ચાઓ કરવામાં આવશે
પત્રકારો દ્વારા રાજ્યમાં હાલ નવા શિક્ષણ અંગે કઈ નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ જીતુ વાઘાણીએ જણાવ્યું કે હાલ તો આ બાબતે અમારા દ્વારા ચર્ચા કરવામાં આવશે તથા તમને જાણ પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રત્ન કલાકારના 12 વર્ષના બાળકે બનાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પેઈંટીગ પોટ્રેઈટ
આ પણ વાંચોઃ ગજબ: સુરતના રિઝવાન અબ્દુલ કાદર મેમણ છેલ્લા 14 વર્ષથી પરિવાર સાથે ગણેશજીની સ્થાપના કરે છે