સુરત: કોરોના વાઇરસના કારણે ત્રણ મહિના સુધી લોકોએ હાલાકી વેઠવી પડી હતી. આ વચ્ચે લોકડાઉનના પાંચમા તબક્કા દરમિયાન સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકાએક બે રૂપિયા સુધીનો ભાવ વધારો કરતા વાહન ચાલકોની ભારે કમર તૂટી પડી છે. પહેલાથી લોકડાઉનના કારણે ધંધા વેપાર બંધ હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાતા સામાન્ય વર્ગની મુશ્કેલીઓ વધી છે.
સરકારના આ નિર્ણય બાદ વાહન ચાલકો પણ નારાઝગી જોવા મળી રહી છે. જ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરાય તેવી માગ વાહન ચાલકો કરી રહ્યા છે. તો કેટલાક વાહન ચાલકો સરકારના આ નિર્ણયને લઈ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.