સુરત: દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતના લીંબાયત વિસ્તારમાં સરદાર નગર પાસે યુવક (Stabbed Case Filed)પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં માવો ખવડાવવાની ના પાડતા મામલો ગરમાયો હતો. હુમલાની આ ઘટનાના સીસીટીવી (Crime Scene CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી તરફ આ સમગ્ર મામલે લીંબાયત પોલીસ (Limbayat police Station Surat) મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સુરત પોલીસે આ કેસમાં કાયદેસરના પગલાં લીધા છે.
આ પણ વાંચોઃ શેતાને યુવતીના ગળા પર બ્લેડ ફેરવી દીધી છતાં આ રીતે બચી ગઈ
માવાએ કરાવી માથાકુટઃ સુરતના રુસ્તમ પાર્ક પાસે રહેતા 38 વર્ષીય શકીલ જમીલ સૈયદ લીંબાયત સરદાર નગર પાસે પાન મસાલા ખાવા માટે ઉભા હતા. આ દરમિયાન અહી શોહેલ ઈદરીશ બોબત (રે. કમરૂનગર) તેમજ સમીર બિસ્મિલ્લાહ શા શકીલ પાસે આવ્યા હતા. ચલ હમકો માવા ખીલા એમ કહ્યું હતું. એ દરમિયાન શકીલે કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી. હું તમને શા માટે ખવડાવું. આવો જવાબ આપતા શોહેલ અને સમીર બન્ને ગુસ્સે થયા હતા. પછી તેમણે ગાળો ભાંડી હતી. પછી ઉશ્કેરાઈ જઈ શકીલભાઈને ઢીક્કા પાટુનો માર મારવાનું શરુ કર્યું હતું.
આ પણ વાંચોઃ ઈન્સ્ટા. પર મળેલા ફ્રેન્ડને મળવા ગયેલી સગીરાને શોધવામાં પોલીસને પરસેવો વળ્યો, પછી...
શોહેલે છરી કાઢીઃ આ દરમિયાન ઝપાઝપી થતા પોતાની પાસે રહેલું ચપ્પુ શકીલના પેટના ભાગે ફેરવી દીધું હતું. શકીલે ઘટના સ્થળે બૂમબરાડા પાડતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. શોહેલ અને તેનો સાથી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ભાગતી વખતે તેમણે આ યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ મામલે યુવાન શકીલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે સુરત પોલીસે કાયદેસરના પગલાં લેવા માટે તજવીજ શરૂ કરી દીધી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.