ETV Bharat / city

સુરતમાં એકસાથે 42 હોસ્પિટલ સીલ, જાણો કારણ - ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ સીલ

સુરત શહેર ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે શહેરની 42 જેટલી હોસ્પિટલોમાં (Hospital Seal in Surat) સીલ મારી છે. આ તમામ હોસ્પિટલોને (Sprinkler system in ICU department) બેથી ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. છતાં યોગ્ય કામકાજ ન થતાં હોસ્પિટલો સીલ મારવામાં આવી છે. શું કારણ છે હોસ્પિટલોને સીલ મારવાનું જાણો

Hospital Seal in Surat : સુરતમાં એકસાથે 42 હોસ્પિટલ સીલ...

author img

By

Published : Jul 13, 2022, 2:49 PM IST

Updated : Jul 13, 2022, 6:04 PM IST

સુરત : સુરત શહેર ફાયર વિભાગ (Surat Fire Department) દ્વારા શહેરની કુલ 62 હોસ્પિટલોમાં આવેલા ICU વોર્ડમાં સરપ્રાઈઝ (Hospital Seal in Surat) ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન કુલ 42 જેટલી હોસ્પિટલના ICU વોર્ડમાં સ્પ્રિન્કલર સિસ્ટમ ના (Sprinkler system in ICU department) અભાવે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ હોસ્પિટલોને વિભાગ દ્વારા બેથી ત્રણ વખત નોટિસ આપ્યા બાદ પણ કામગીરી ન કરવાને કારણે અંતે ફાયર વિભાગ દ્વારા આ 42 જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવ્યું હતું.

સુરત શહેર ફાયર વિભાગ દ્વારા 42 જેટલી હોસ્પિટલો કરી સીલ

ICU વોર્ડમાં સ્પ્રિન્કલર સિસ્ટમ લગાવ્યું નહીં - ઇન્ચાર્જ ફાયર ઓફિસર ડી. એચ. માખીજાનીએ જણાવ્યું હતું કે, કોવિડ 19 પરિસ્થિતિ દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી(PIL) થઈ હતી. કલમ 118 નંબરનો એમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે, હોસ્પિટલોમાં ફૂલફીલ ફાયર સિસ્ટમ હોવી જોઈએ. જે તે સમય દરમિયાન કોવીડ-19 પરિસ્થિતિ હતી અને ત્યાં ICU વોર્ડમાં કોવિડ પેસન્ટ હોવાથી અને ઘણી બધી હોસ્પિટલ ICU વોર્ડમાં સ્પ્રિન્કલર સિસ્ટમ લગાવ્યા ન હતા. તે સમય દરમિયાન આ તમામ હોસ્પિટલો દ્વારા એવી બહેદારી આપવામાં આવી હતી કે, જેમ કોવિડ નહી રહે ત્યારે હોસ્પિટલમાં સ્પ્રિંકલ સિસ્ટમ લગાવી દેશું આવું એફિડેવિટ પણ આપ્યું હતું. પરંતુ આ તમામ હોસ્પિટલોને બેથી ત્રણ વખત નોટિસ આપ્યા બાદ પણ આજ દિન સુધી ICU વોર્ડમાં સ્પ્રિન્કલર સિસ્ટમ લગાવ્યું ન હતું.

સુરતમાં એકસાથે 42 હોસ્પિટલ સીલ
સુરતમાં એકસાથે 42 હોસ્પિટલ સીલ

આ પણ વાંચો : સુરતમાં ફાયર વિભાગ દ્વારા 32 હોસ્પિટલો સીલ કરવામાં આવી

62 હોસ્પિટલોમાં સ્પ્રિન્કલર સિસ્ટમ નહીં - વધુમાં જણાવ્યું કે,કુલ 62 જેટલી હોસ્પિટલોમાં (42 hospital seals in Surat) સ્પ્રિન્કલર સિસ્ટમ લગાવ્યું નથી. એવું લિસ્ટ દરેક ઝોનમાંથી આવ્યું હતું. તેને લઈને ગતરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરના આદેશ મુજબ શહેરના અલગ અલગ (Hospital sealed by fire department) ઝોનમાં કુલ 42 જેટલી હોસ્પિટલોમાં સીલ મારવાની કામગીરી આવી છે.

નોર્થઝોન અને રાંદેરઝોનમાં સીલની કામગીરી - ઝોન વાઈસ સીલ મારવાની કામગીરી કરવામાં આવેલી 42 હોસ્પિટલમાંથી નોર્થઝોનમાં સરદાર હોસ્પિટલ, અનુભવ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, જીવન જયોત જનરલ હોસ્પિટલ, સંજીવની આઇસીયુ હોસ્પિટલ અને IDCC હોસ્પિટલ. તેમજ રાંદેર ઝોનમાં ગુજરાત હોસ્પિટલ, આસ્થા હોસ્પિટલ, માલવિયા હોસ્પિટલ, શાયોના હોસ્પિટલ, મધુરમ મલ્ટીસ્પેશ્યાલીટી, લાઈફ લાઈન હોસ્પિટલ, મીડ વાઇસ હોસ્પિટલ, શિવાનજની મલ્ટી સ્પેશિયાલિસ્ટ અને વી ફોર યુ હોસ્પિટલ સીલ મારવામાં આવી છે.

ઉધનાઝોન સીલની કામગીરી - સમર્પણ હોસ્પિટલ, પ્રથીક ચિલ્ડ્રન હોસ્પિટલ, સુરત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આમેના સાર્વજનિક હોસ્પિટલ, આધ્યા હોસ્પિટલ, શ્રી શ્રદ્ધા હોસ્પિટલ, આઈ એન એસ હોસ્પિટલ, એપ્પલ મૈત્રી મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને ઉધના હોસ્પિટલ. વરાછા ઝોનની વાત કરવામાં આવે તો ગોલ્ડન હાર્ડ હોસ્પિટલ, અમૃતમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અનુપમ હોસ્પિટલ, ક્રિષ્ના મેડિકલ હોસ્પિટલ એન્ડ ICU અને યુનિટી ટ્રોમાં સેન્ટર અને ICU. સાઉથ ઇસ્ટ ઝોનની વાત કરવામાં આવે તો નવજીવન હોસ્પિટલ અને શ્લોક ચિલ્ડ્રન હોસ્પિટલ સીલ મારવામાં આવી છે.

આ પણ વાંચો : જામનગરમાં ફાયર સેફટી અને NOC મામલે 2 હોસ્પિટલ સીલ

વરાછા, અથવા અને સેન્ટ્રલ - સમર્પણ જનરલ હોસ્પિટલ, માતુશ્રી દુધીબા હોસ્પિટલ અને ICU અને ઇટાલીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અથવા ઝોનની સાચી હોસ્પિટલ સીલ મારવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનની વાત કરવામાં આવે તો સિદ્દેસ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ટ્રાઇ સ્ટાર હોસ્પિટલ, વૈરાગી વાલા હોસ્પિટલ, આનંદ હોસ્પિટલ, શ્રી કે પી સંઘવી હોસ્પિટલ, સૂફી સાર્વજનિક હોસ્પિટલ અને લોખત સાર્વજનિક હોસ્પિટલને સીલ મારવામાં આવી હતી.

Last Updated : Jul 13, 2022, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.