ETV Bharat / city

સુરતમાં રક્ષાબંધનના પર્વ પર ખાસ ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈનું વેચાણ - રક્ષાબંધન

ભાઈ અને બહેન માટે ખૂબ જ મહત્વનો ગણાતા રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસો બાકી છે. રક્ષાબંધનમાં કોરોના કાળના કારણે મીઠાશ ઓછી ન થઈ જાય આ હેતુથી સુરતના એક મીઠાઈ વિક્રેતાએ ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ તૈયાર કરી છે. ઈમ્યૂનિટી વધારવાની દરેક વસ્તુ આ મીઠાઈમાં ઉપલબ્ધ છે અને દરેક વયના લોકો આ મીઠાઈનો લુપ્ત ઉઠાવી શકે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી છે.

સુરતમાં રક્ષાબંધનના પર્વ પર ખાસ ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈનું વેચાણ

author img

By

Published : Aug 1, 2020, 5:38 PM IST

સુરત: ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પર મીઠાઈ વધુ મીઠાશ લાવી દેતી હોય છે. પરંતુ આ વખતે કોરોના કાળમાં મીઠાઈઓ નુકસાન ન પહોંચાડે તેની ચિંતા લોકોમાં જોવા મળી રહી છે. પરંતુ હવે આ ચિંતા સમાપ્ત થઇ ગઇ છે. કારણ કે કોરોના કાળમાં એક મીઠાઈ વિક્રેતા વિશાલ હલવાવાલાએ ખાસ ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ તૈયાર કરી છે. લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને આવી વસ્તુઓથી તૈયાર મીઠાઈના કારણે કોઇ નુકસાન ન થાય એ હેતુથી આ ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ તૈયાર કરાઈ છે. જેમાં બદામ, અખરોટ, આલુ, અંજીર અને ખજુર સહિત પુદીનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અન્ય મીઠાઈઓની સરખામણીમાં કિંમત થોડી વધારે હશે, પરંતુ હાલ કોરોના કાળમાં આવનાર રક્ષાબંધનના પર્વ પર આ મીઠાઈ સ્વસ્થ રાખી શકશે.

સુરતમાં રક્ષાબંધનના પર્વ પર ખાસ ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈ

ખાસ ઇમ્યુનિટી વધારનાર તમામ ડ્રાયફ્રુટ્સનો આ મીઠાઈમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનાથી ત્રણ કેટેગરીમાં મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે. પ્રથમ કેટેગરીમાં બાળકો માટે ખાસ બુસ્ટર મીઠાઈ છે. જેમાં કોકો પાઉડરનો વપરાશ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી કેટેગરીમાં યુવાઓ માટે ખાસ તમામ ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવ્યા છે અને ત્રીજી કેટેગરી શહેરના સિનિયર સીટીઝનો માટે છે. જેમાં તમામ ડ્રાયફ્રુટ્સનો પાવડર કરીને મિઠાઈ તૈયાર કરાઈ છે.

કોરોનાકાળમાં આવનાર રક્ષાબંધનના પર્વ પર મીઠાઇ ખરીદવા માટે લોકો અનેક વિચાર કરી રહ્યા હતા કારણ કે મીઠાઈથી તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે એમ હતું. પરંતુ બજારમાં ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ ચાખે છે. ત્યારે પોતાને આ મીઠાઈઓ ખરીદવાથી રોકી શકતા નથી. ત્યારે ચોક્કસથી કોરોના કાળમાં ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈ જોઈને ઘરે લઈ જવાનો વિચાર કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.