- SP અધિકારીએ નિવાસ સ્થાને કર્યું ગૌશાળાનું નિર્માણ
- પરિવારના સભ્યોની જેમ ગાયોની સાર-સંભાળ રાખે છે
- ગાયોના નામ પણ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે રાખ્યા છે
સુરત: હિન્દુ પરંપરા અને સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયમાં કરોડો દેવી-દેવતાઓનો નિવાસ હોય છે. રાજ્યના સિનિયર મહિલા IPS અધિકારી અને સુરતના SP ઉષા રાડાએ પોતાના સરકારી નિવાસ સ્થાને ગૌશાળા બનાવી છે અને ગાયોની દેખરેખ તેઓ પોતે જ કરતા હોય છે. ગૌશાળામાં તમામ ગીરની ગાયો તેઓએ રાખી છે અને જે રીતે એક માતા-પિતા પોતાના બાળકને પ્રેમ કરતા હોય છે તેવો જ પ્રેમ તેઓ પોતાની ગાયોને કરે છે. આ ગૌશાળામાં ગાયો માટે તમામ અદ્યતન સુવિધાઓ રાખવામાં આવી છે. ગાયને ક્યારે ભોજન આપવાનું છે અને કયા પ્રકારનો ચારો ખવડાવવાનો છે તે પણ ગૌશાળામાં બોર્ડ ઉપર લખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પાલનપુરના પરેશભાઈનો અનોખો ગૌપ્રેમ, નિરાધાર વાછરડાં માટે ફેક્ટરીમાં શેડ બનાવી ઉભી કરી 'મિની ગૌશાળા'
ગાયોને ઓર્ગેનિક ઘાસચારો પણ ખવડાવવામાં આવે છે
ઉષા રાડાએ આ અંગે જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવારના સભ્યોની જેમ જ તમામ ગાયોનું ભરણપોષણ કરે છે અને ખૂબ જ પ્રેમ કરે છે. તમામ ગાયોની ખાસ કાળજી લેવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ જ્યાં પણ ટ્રાન્સફર મેળવે છે ત્યાં પોતાની ગાયોને લઈ જતા હોય છે. તેમને ટ્રાન્સફરના સમયે ગાયોને લઈ જવા માટે પણ ખાસ કાળજી લેવામાં આવે છે. ગાયોને 47 પ્રકારના ખાદ્ય અને ઓર્ગેનિક ઘાસચારો પણ ખવડાવવામાં આવે છે. પોતાની ગાયને પ્રત્યે એટલો પ્રેમ કરે છે કે તમામ ગાય અંગેની જાણકારી નામ સહિત અને તેમના જન્મ સ્થાન અને તારીખ સહિત બોર્ડમાં પણ લખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: બનાસકાંઠાઃ માડકા ગામના ખેડૂતે 18 એકર જુવારનો પાક ગાયોને ચરામણમાં આપ્યો
બે ગાયોના મોત બાદ કરી દફન
હાલમાં જ બીમાર પડવાથી ગૌશાળાની બે ગાયોના મોત થયા હતા. જેમને તેઓએ ગૌશાળામાં જ દફન કરી છે. જેથી તેમની યાદો તરીકે હંમેશા સાથે રહે અને જ્યાં દફન કરવામાં આવી છે ત્યાં વૃક્ષારોપણ પણ કરાયું છે.