- સતત વિવાદમાં રહેવાના કારણે સ્માર્ટ ફોન ઉપર રોક
- સ્માર્ટ ફોન નહીં લઈ જવા દેવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી
- નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં
સુરત: સિવિલ હોસ્પિટલ દ્વારા આજે ગુરુવારે એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. હવેથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોઈપણ દર્દીને સ્માર્ટ ફોન લઈ જવા દેવામાં આવશે નહીં. જોકે સ્માર્ટ ફોન નહીં લઈ જવા દેવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી. જોકે સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં જોવા પણ મળી રહી છે.
ઘણી બધી સમસ્યાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યો
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સ્ટેચર હોતા નથી, તો ક્યારેક હોસ્પિટલમાં એક્સ- રે મશીન જેવા બંધ જોવા મળી રહ્યાં છે, તો ક્યારેક હોસ્પિટલમાં કોઈક વૉર્ડમાં સ્લેપનો ટુકડો પડ્યો હોય, વૉર્ડમાં અમુક વાર રખડતા કૂતરાઓ પણ જોવા મળે છે, તો ક્યારેક હોસ્પિટલમાં લિફ્ટ બંધ હોય, તો ક્યારેક હોસ્પિટલમાં આવનારા ઈમરજન્સી વૉર્ડમાંથી જે દર્દીઓ હોય તેમના પાકીટમાંથી પૈસા પણ ગાયબ થયા ગયા હોય જેવો વિવાદ પણ સામે આવ્યો છે. એમ કહી શકાય કે સતત વિવાદમાં રહેતી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સ્માર્ટ ફોન ઉપર રોક લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સુરતની સિવિલ હોસ્પિટલમાં ચાલતી મિલ્ક બેન્ક શા માટે છે ખાસ? જુઓ...
ગઈકાલે જ હોસ્પિટલના એક વૉર્ડમાં સ્લેપનો ટુકડો પડ્યો હતો
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે રાતે દોઢેક વાગ્યાની આસપાસ એકાએક સ્લેપનો પોપડો પડવાથી જે જગ્યાએ સ્લેપમો પોપડો પડ્યો, ત્યાં પેશન્ટના માથાની બાજુમાં જ પડ્યો હતો. જોકે પેશન્ટનો આબાદ બચાવ થયો હતો. જોકે આ ઘટના બાદ આખો વૉર્ડ H-2 હજી સુધી જર્જરિત હાલતમાં જ છે અને સુરતની નવી સિવિલ હોસ્પિટલની એવા કેટલા વૉર્ડ હશે, જે આજની તારીખમાં જર્જરિત હાલતમાં છે. હોસ્પિટલમાં પેશન્ટોને રાખો તો પણ કોના ભરોસે રાખો તે મુશ્કેલ છે હવે કારણકે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા પેશન્ટ માટે જર્જરિત થયેલા વૉર્ડમાં મૂકવામાં આવે છે અને ફરી પાછી આવી ઘટના બને તો તેની જવાબદારી કોની ? હવે જોવાનું રહ્યું કે નવી સિવિલ હોસ્પિટલ આ ઘટના બાદ જાગશે કે નહીં જાગશે તેમનો પ્રશ્ન છે. આ માટે સતત વિવાદમાં રહેતી નવી સિવિલ હોસ્પિટલમાં નવો બીજો નિયમ સ્માર્ટ ફોનને લઈને લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે અચાનક જ છતનું પોપડું પડ્યું
CMO દ્વારા એમ કહેવામાં આવ્યું કે
ETV ભારત દ્વારા CMOને સ્માર્ટફોન બાબતે પૂછવામાં આવ્યું, ત્યારે CMOએ એમ જણાવ્યું કે, અમોને આ બાબતની જાણ કરવામાં આવી નથી. જોકે વધુ એક સવાલ કરવામાં આવ્યો કે જો દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સ્માર્ટ ફોન નહીં લઈ જવા દેવામાં આવે તો સ્માર્ટ ફોન મૂકવા માટે કોઈ ઉપાય કરવામાં આવ્યો છે કે નહીં તે બાબતે પણ CMOએ કોઈ જવાબ આપ્યો ન હતો. કારણ કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સ્થાનિક જ નહીં પરંતુ ઘણાં બધા દર્દીઓ દૂરથી આવતા હોય છે અને જો તેઓ પાસે સ્માર્ટફોન હશે તો તેઓ સ્માર્ટ ફોન ક્યાં મૂકશે એ પણ વિચારવાની વાત છે. હવે જોઈએ કે સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસેથી સ્માર્ટ ફોનને લઈને કયો બીજો નવો નિયમ લાવે છે. જોકે હજી સુધી સ્માર્ટ ફોન ઉપર કોના દ્વારા રોક લગાવવામાં આવ્યો છે એ વાત બહાર આવી નથી.