- ફ્રેન્ડશીપના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી
- અમદાવાદ ગ્રામ્ય પોલીસે કરી ભાઈ-બહેનની ધકપકડ
- ફેસબુક ગ્રુપ દ્વારા ફસાવતા હતો લોકોને
સુરત: કતારગામ પોલીસ દ્વારા સગા ભાઈ-બહેનની ધરપકડ કરવામાં આવી છે, કારણકે આ બે સગા ભાઈ-બહેન જેઓ ફેસબૂક ઉપર અલગ અલગ એકાઉન્ટ બનાવી લોકોને ફ્રેન્ડશીપના બહાને પૈસાઓ પડાવતા હતા. જોકે આવી પ્રકારની ઘટનાઓ ગુજરાત બહાર જોવા મળતી હતી, પરંતુ હવે આ ગુજરાતના શહેરોમાં પણ જોવા મળી રહ્યું છે. આવા લોકો ફેક એકાઉન્ટ બનાવી લોકોને લૂંટી રહ્યા છે. ફ્રેન્ડશીપના બહાને લોકોને પોતના વાતોમાં ફસાવી અથવા લોકોને ખોટી રીતે બ્લેકમેલિંગ કરી પૈસા પડાવે છે.
સુરતનો યુવાન પણ આનો શિકાર બન્યો છે
કતારગામ વિસ્તારમાં રહેતો દિલીપભાઈ ગોકુલભાઈ જોધાણીને આ ભાઈ-બહેનનો શિકાર બની ચુક્યો છે. થોડા સમયે પહેલા આ યુવાને ભાઈ-બહેનના ફ્રેન્ડશીપ ગ્રુપમાં જોડવવા માટે 2400 રૂપિયા ભર્યા હતા. યુવાન પાસે મેમ્બરશિપના બહાને જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધીમાં કુલ 7.43 લાખ રૂપિયા પડાવમાં આવ્યા હતા .ત્યાર બાદ યુવાને કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે આ બંને સગા ભાઈ -બહેનની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : આજે ઋષિ પાંચમનો તહેવાર, જાણો ઋષિ દોષમાંથી કઈ રીતે મળી શકે છે મુક્તિ
લાલચમાં આવી ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાયો
દિલીપ ભાઈ જણાવે છે કે, "પોતે ફરસાણના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે અને એમની ઉપર એક કોલ આવ્યો હતો કે જો તમે ફ્રેન્ડશીપ ગ્રુપમાં જોડાવા માંગતા હોવ તો તમારે 2400 રૂપિયા રજીસ્ટ્રેશન ફીસ નોંધાવી ફ્રેન્ડશીપ ક્લબમાં પોતે જોડાઈ શકશે. સૌ પ્રથમ લાલચમાં આવી દિલીપભાઈ આ ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાયા હતા. બાદમાં જુદી જુદી સ્ત્રીઓએ તેમની જોડે ટેલિફોનિક, લોભાવની અને બિબસ્ત વાતો કરી ટુકડે ટુકડે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં 7.34 લાખ માત્ર રકમ ફરિયાદી પાસેથી આ કામના આરોપીઓએ ચીટિંગ કરી લઇ લીધી છે.
આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ફરી એક વખત ભૂકંપ આવ્યો, કેન્દ્રબિન્દુ જોશીમઠ
પોલીસે તાપસ શરૂ કરી
આ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી પોલીસે નેહાબેન પંકજભાઈ પારેખ અને એમનો ભાઈ સનીકુમાર પંકજભાઈ પારેખની ધરપકડ કરી છે. હાલમાં આ બંન્ને આરોપીઓ રિમાન્ડ હેઠળ છે. આ આરોપીઓ કતારગામની સાથે સુરત શહેરની જુદી જુદી લોકો સાથે છેતરપિંડી અંગેની તપાસ કરી રહી છે. સુરતની અંદર મજૂરાગેટ પાસે આઈ.ટી.સી બિલ્ડિંગમાં તેમની ઓફિસ હતી, આ સાથે પોલીસને ઘણા પુરાવાઓ મળ્યા હતા.