- સુરતમાં ફાયર વિભાગ દ્વારા ફરીથી ફાયર સેફ્ટી અંગેનું યેકિંગ શરૂ
- વારંવાર નોટિસો આપવા છતાં માત્ર 5 ટકા કામ જ કરવામાં આવ્યું
- આર્કેડમાં ચાલતા હોસ્પિટલો અને ક્લિનીકોનાં દર્દીઓનાં જીવ જોખમમાં
સુરત: સુરતનાં અડાજણ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અંગે ચેકિંગ દરમિયાન લોકોની અવરજવરથી ભરપૂર રહેતા શ્રીજી આર્કેડમાં ફાયર સેફ્ટીનાં અપૂરતા સાધનો હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં ત્રણ વખત નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં તેઓ દ્વારા કામગિરીમાં ઉદાસીનતા દાખવવામાં આવી હોવાથી ફાયર વિભાગ દ્વારા શ્રીજી આર્કેડને સીલ કરવામાં આવ્યું છે, ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જુલાઈ 2019માં પણ આ જ કારણોસર શ્રીજી આર્કેડને સીલ કરવામાં આવ્યું હતું.
ફાયર વિભાગ દ્વારા મારવામાં આવેલું સીલ બે વર્ષમાં ત્રણ નોટિસો અને બીજી વખત સીલઅડાજણ ફાયર વિભાગનાં ઓફિસર ઇશ્વરભાઇ પટેલે ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આ શોપિંગ સેન્ટરને આ પહેલા 6 જુલાઈ 2019નાં રોજ સીલ મારવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રીજી આર્કેડ દ્વારા ફાયર NOCની ફાઈલ હાલમાં સુરત ફાયર વિભાગની મેઈન ઓફિસમાં મૂકી હોવાનું અને થોડા જ સમયમાં NOC મેળવીને ફાયર સેફટીનાં સાધનો વસાવી લેવાની બાંહેધરી આપવામાં આવી હતી. ત્યારબાદ પણ અવારનવાર ચેકિંગ દરમિયાન ફાયર સેફ્ટીના સાધનો ન મળી આવતા બે વખત નોટિસ ફટકારવામાં આવી હતી.ફાયર વિભાગ દ્વારા લગાવવામાં આવેલી નોટિસ જ્યાં સુધી પૂરતી ફાયર સેફ્ટી નહીં હોય ત્યાં સુધી સીલ નહીં ખોલાયશ્રીજી આર્કેડમાં કુલ 392 દુકાનો આવેલી છે. જેમાં 3 હોસ્પિટલો, 3 ક્લિનિક, 4 રેસ્ટોરન્ટ અને અન્ય દુકાનોનો સમાવેશ થાય છે. વારંવાર નોટિસો આપવા છતાં શ્રીજી આર્કેડ દ્વારા ફાયર સેફ્ટીને લઈને 5 ટકા કામ જ થયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અડાજણ ફાયર વિભાગ દ્વારા શ્રીજી આર્કેડને સતત બીજી વખત સીલ મારવામાં આવતા હવે જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીના સાધનો નહિ વસાવવામાં આવે ત્યાં સુધી આ સીલ નહીં ખોલવામાં આવે તેમ સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.જો ફાયર સેફ્ટીનાં સાધનો હશે અને નહીં ચાલે તો પણ સીલ કરાશેઅડાજણ ફાયર વિભાગનાં ઓફિસર ઈશ્વર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જો અન્ય શોપિંગ સેન્ટરો, હોસ્પિટલો, ક્લિનિકો, રેસ્ટોરન્ટ અને બાકીની જગ્યાઓ પર પણ ફાયર સેફટીના સાધનો નહિ હોય તો તેને સીલ કરવામાં આવશે. આ ઉપરાંત જો ફાયર સેફ્ટીનાં સાધનો હશે અને ફાયર વિભાગનાં ચેકિંગ દરમ્યાન બરાબર નહિ ચાલે તો પણ પ્રોપર્ટી સીલ થઈ શકે છે.ફાયર સેફ્ટીમાં ઉદાસીનતા બદલ 392 દુકાનો ધરાવતા શ્રીજી આર્કેડને બે વર્ષમાં બીજી વખત સીલ કરાયું