- 17 તારીખ સુધી ગામની દુકાનો બપોર પછી બંધ રહેશે
- કોરાનાનું સંક્રમણ અટકાવવા ગતરોજ ગ્રામ પંચાયત એ લીધેલ નિર્ણયનું કડક અમલીકરણ
- બપોરના 1 વાગ્યા પછી ગામની દુકાનો થઇ ટપોટપ બંધ
- સાત દિવસ સુધી દુકાન ખોલવાનો સમય સવારના 6થી બપોરના1 સુધીનો રહેશે
સુરત: કોરાના વાયરસની ચેન તુટે અને ગામના કોરાનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે ગતરોજ કીમ ગ્રામ પંચાયતના સરપંચ શૈલેશ મોદીએ ગામના વેપારી આગેવાનો સાથે રાખી નિર્ણય લીધો હતો.
કીમ ગામમાં પંચાયતના નિર્ણય કડક અમલવારી જોવા મળી
આવતીકાલથી એટલે કે આજે મંગળવારથી 17 મે સુધી ગામની દુકાનો ખોલવાનો સમય સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. તેમજ દુકાન ચાલુ હોય તે દરમિયાન દુકાનદારે ગ્રાહકો પાસે કોરાના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જે નિર્ણયની આજરોજ કીમ ગામમાં કડક અમલવારી જોવા મળી હતી. ગામની દુકાનો બપોરના 1 વાગતા જ ટપોટપ બંધ થઈ ગઈ હતી અને ગ્રામ પંચાયતમાં નિર્ણયનો અમલ કર્યો હતો.
ગ્રામ પંચાયતના આ નિર્ણયનો અમુક દુકાનોદારોને હતો છૂપો રોષ
કોરાના વાયરસની ચેન તોડવા ગ્રામ પંચાયત એ બપોર પછી દુકાનો બંધ રાખવાના નિર્ણયનો અમુક વેપારીઓએ બંધ બારણે વિરોધ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે,કમાવવાનો મહિનો હોય જેથી આ નિર્ણય પંચાયતનો ખોટો છે.