સુરત : મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી (Legislative Council Elections In Maharashtra) પછી ઉદ્ધવ ઠાકરે સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે અને શિવસેના કેબિનેટ પ્રધાન એકનાથ શિંદેના (Shinde Reached Surat With MLAs) વિહોણા બન્યા છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે સહિત પાર્ટીના 11 ધારાસભ્યોએ સુરતમાં ધામા નાખ્યા છે, પરંતુ સુત્રો દ્રારા જણાવવામાં આવી રહ્યું છે કે, શિવસેના અને અપક્ષ મળીને કુલ 35 જેટલા ધારાસભ્યો હોટલમાં હોવાનો દાવો કરવામાં આવી છે. જણાવી દઈએ કે, એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન છે અને ઠાકરે પરિવારથી નારાજ છે. આ સાથે જ હજૂ પણ રાયગઢના 3 સહિત અનેક ધારાસભ્યો નારાજગી દર્શાવી શકે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારને પાડી દેવા ઘેલા થયેલા પાટીલે યોગ કાર્યક્રમ પણ અધૂરો છોડ્યો...
CM ઠાકરેએ શિંદેના નજીકના નેતાઓને સુરત મોકલ્યા : CM ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેના નજીકના નેતાઓને સુરત મોકલ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નેતાઓ એકનાથ શિંદે સાથે વાતચીત કરશે. જેમાં, એક ધારાસભ્ય અને સાંસદનો સમાવેશ થાય છે.
શિંદે પાટીલના સંપર્કમાં : સુરતમાં 11 ધારાસભ્ય સહિત અન્ય નેતાઓ હાલ સુરતના લી મેરિયેડ હોટેલમાં મોડી રાતથી આવી ગયા હતા. શિવસેનાના કેન્દ્રીય નેતા એકનાથ શિંદે સહિત ધારાસભ્ય હોટેલમાં છે અને તેઓ ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના સંપર્કમાં છે. હોટેલમાં રાત્રિ દરમિયાન બેઠક પણ થઈ હતી. સવારથી મીડિયા કે અન્ય લોકો હોટેલની અંદર ન પહોંચે આ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હાલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ વચ્ચે બેઠક યોજાઈ છે. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર સરકારના નારાજ ધારાસભ્યો પાટીલને મળી શકે છે.
શિંદે પાર્ટી નેતૃત્વથી નારાજ : એકનાથ શિંદે પાર્ટી નેતૃત્વથી નારાજ હોવાની ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. શિવસેના દ્વારા આ ચર્ચાને વારંવાર નકારી કાઢવામાં આવી રહી છે, ત્યારે હવે આપણે મોટી ઘટનાઓ જોઈ રહ્યા છીએ. વિધાન પરિષદની ચૂંટણીના મતદાન બાદ ગઈકાલ સાંજથી શિવસેનાના 13 ધારાસભ્યો કોઈના સંપર્કમાં નથી. ચૂંટણી પરિણામો બાદ સોમવારે મોડી રાત્રે મુખ્યપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' ખાતે શિવસેનાના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી.
શિવસેનાના 11 ધારાસભ્યો સંપર્ક વિહોણા : શિવસેના વિભાજનની આરે છે અને પાર્ટીના મોટા નેતા એકનાથ શિંદે ગઈકાલે (20 જૂન) સાંજથી પહોંચી શક્યા નથી. મહારાષ્ટ્રમાં સોમવારે યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાના 11 મત તૂટી ગયા હતા અને ભાજપના ઉમેદવાર પ્રસાદ લાડનો વિજય થયો હતો. ત્યારથી, એકનાથ શિંદે અને તેમના સમર્થકો સુધી પહોંચી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ ધારાસભ્યો ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલના સંપર્કમાં છે, આથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારને પાડવામાં શુ પાટીલ ભાગ ભજવશે ?
વિધાન પરિષદમાં ભાજપનો વિજય : ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા બાદ ભારતીય જનતા પાર્ટીએ વિધાન પરિષદની ચૂંટણીમાં પણ મહાવિકાસ અઘાડીને ટક્કર આપી છે. વિધાન પરિષદ ચૂંટણીમાં ભાજપના પાંચેય ઉમેદવારો જંગી મતોથી ચૂંટાયા છે. ભાજપ પાસે પાંચમો ઉમેદવાર ઉતારવા માટે પૂરતી સંખ્યા નહોતી, આમ છતાં ભાજપનો વિજય થયો છે. સત્તાધારી મહાવિકાસ અઘાડી માટે આને મોટો ફટકો માનવામાં આવે છે. મહાવિકાસ અઘાડીના અનેક ધારાસભ્યો વિભાજિત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.
ઠાકરેએ બેઠક બોલાવી - શિવસેનાના નેતા એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યોનું જૂથ, જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી નારાજ છે, તેઓ વિધાનસભાની ચૂંટણી બાદ સંપર્કમાં ન હતા. તેઓ ગઈકાલ સાંજથી ગુમ હતા. ધારાસભ્યો સંપર્ક બહાર હોવાની અફવા ફેલાતાં જ મુખ્યપ્રધાન ઠાકરેએ તમામ ધારાસભ્યોની બેઠક બોલાવવાનો આદેશ આપ્યો હતો. સોમવારે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ તેના બન્ને ઉમેદવારોને જીતી લીધા હતા. જો કે આ ચૂંટણીમાં શિવસેના પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ગઈ હોવાની ચર્ચા છે. વિભાજિત મતોના કારણે શિવસેનામાં વિભાજન થઈ રહ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની સરકાર પાડવામાં સી. આર પાટીલનું જ ષડયંત્ર : સંજય રાઉત
ઠાકરે અને શિંદે વચ્ચે થઈ હતી દલીલ - શિવસેનાની 56મી વર્ષગાંઠ પર પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દિવસોથી એકનાથ શિંદે નારાજ હતા. વર્ષગાંઠનું નામ હોવા છતાં તેમણે માર્ગદર્શન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. વિધાનસભાની ચૂંટણી બાદ એકનાથ શિંદે અને તેમના નજીકના સહયોગીઓ ગાયબ થઈ ગયા છે. શિવસેના દ્વારા શિંદેનો સતત સંપર્ક કરવામાં આવે છે. જોકે, શિંદેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતાં શિવસેનાની માથાનો દુખાવો વધી ગયો છે.
અપડેટ ચાલું....