ETV Bharat / city

સુરતના યુવકે કેવી રીતે એક જ રિંગમાં 12 હજાર ડાયમંડ ભરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ? - મહિધરપુરા

આજના યુવાનો ટેક્નોલોજીની સાથે સાથે અવનવા રેકોર્ડ બનાવવા માટે પણ ખૂબ જ મહેનત કરતા હોય છે. આવી જ રીતે સુરતમાં એક યુવાને એક જ સપનું જોયું કે એક રિંગમાં 10 હજારથી વધારે ડાયમંડ લગાવવા. આ યુવાને પોતાનું સપનું પૂરું તો કર્યું ઉપરાંત ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું. યુપીમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને નવી ઓળખ આપવા 25 વર્ષીય યુવાને સુરતમાં બનાવી રિયલ ડાયમન્ડ રિંગ બનાવીને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી લીધું છે.

સુરતના યુવકે કેવી રીતે એક જ રિંગમાં 12 હજાર ડાયમંડ ભરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ?

author img

By

Published : Dec 15, 2020, 2:12 PM IST

  • સુરતમાં યુવકે એક જ રિંગમાં જડ્યા 12 હજાર ડાયમંડ
  • સુરતની મેન્યુફેક્ચરિંગ કંપનીએ તૈયાર કરી આ રિંગ
  • વીંટીનું જેમોલોજિકલ લેબ માટે તેનું સર્ટિફિકેશન કરાયું
    12638 રિયલ ડાયમંડનો ઉપયોગ કરી 18 કેરેટની આ રિંગ તૈયાર કરી

સુરતઃ ઉત્તર પ્રદેશમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને નવી ઓળખ આપવા માટે 25 વર્ષીય હર્ષિત બંસલ દ્વારા એક આંગળીમાં પહેરી શકાય અને ચાર આંગળીનો ઘેરાવો ધરાવતી 12638 રિયલ ડાયમંડની વીંટી ડિઝાઈન કરી છે, જેને સુરતના મેન્યુફેક્ચરીંગ કંપની દ્વારા તૈયાર કરાઈ છે અને હાલ જ રિંગને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સામેલ થઈ છે.

સુરતના મહિધરપુરા છાપરિયા શેરીના ડાયમંડ અને જ્વેલરીની નોંધ એક અનોખી સિદ્ધિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે. મેન્યુફેક્ચરર હેમલ કાપડિયાએ દેશની જાણીતી ડાયમંડ કંપનીએ એક આંગળીમાં પહેરી શકાય અને તેનો ઘેરાવો ચાર આંગળીઓને કવર કરે તે પ્રકારની રિયલ ડાયમન્ડ 18 કેરેટ સોનામાં બનાવેલી વીંટી ઓર્ડર પર બનાવવામાં જણાવવામાં આવ્યું હતું આ પડકારને ઝીલી લઈ કાપડિયાએ 12638 રિયલ ડાયમંડનો ઉપયોગ કરી 18 કેરેટની આ રિંગ તૈયાર કરી હતી..

વીંટીનું જેમોલોજિકલ લેબ માટે તેનું સર્ટિફિકેશન કરાયું

આઠ મહિનાના અંતે વીંટી તૈયાર કરવામાં આવી હતીEF-VVAS રંગ અને ક્વોલિટીના 12638 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વીંટી બનાવવા માટે નાના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હેમલ કાપડિયાએ જણાવ્યું હતું કે, આઠ મહિનાના અંતે વીંટી તૈયાર કરવામાં આવી હતી અને જેમોલોજિકલ લેબ માટે તેનું સર્ટિફિકેશન કરાવવામાં આવ્યું હતું. સિંગલ વીંટીમાં 12,638 હીરા અને 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવા બદલ ગિનિસ બુક દ્વારા તેમની આ સિદ્ધિની નોંધ લઇ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

રિંગ મેન્યુફેક્ચર કરવા માટે સુરતની કંપનીને ઓર્ડર આપ્યો હતો

ઉત્તર પ્રદેશના હર્ષિત બંસલ દ્વારા આ ખાસ ડાયમંડ રિંગની ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. બે વર્ષથી તેઓ આ રિંગ બનાવવા માંગતા હતા અને સુરતના કારીગરો જાતે આ રિંગ બનાવી શકે. આથી તેઓએ આ રિંગ મેન્યૂફેક્ચર કરવા માટે સુરતની કંપનીને ઓર્ડર આપ્યો હતો. તેઓએ જણાવ્યું છે કે, મેક ઈન ઇન્ડિયાના કોન્સેપ્ટ પર આ રીતે તૈયાર કરાઈ છે. રિંગનું નામ ધી મેરિગોલ્ડ આપ્યું છે. હાલ ઉત્તર પ્રદેશમાં જે રીતે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને રાજ્યમાં જ્વેલરી ઉદ્યોગને લોકો અત્યાર સુધી તે દરજ્જો આપ્યો નથી. આ ઉદ્યોગ ફરી ધમધમે તે હેતુંથી પણ રિંગ બનાવી છે.

અગાઉ પણ સુરતની એક રિંગને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે
ઉલ્લેખનીય છે કે, આ કોઈ પ્રથમ વીંટી નહીં કે, જે સુરતમાં તૈયાર થઈ હોય અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હોય અગાઉ પણ સુરતની એક કંપનીએ તૈયાર કરી હતી જેને પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જેની કિંમત આશરે 20 કરોડથી પણ વધુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.