ETV Bharat / city

સુરતઃ ATMમાં કેશ નાંખવા આવતી કેશવાનના ગાર્ડે જ ATMમાંથી 24 લાખની ચોરી કરી - SURATPOLICE

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી SBI બેન્કના ATMમાં થયેલી 24 લાખથી વધુની ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ અડાજણ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી આરોપીને દબોચી પાડ્યો છે. ઘરફોડ ચોરીની ઘટનામાં પોલીસે આરોપી પાસેથી 24 લાખથી વધુની રોકડ રકમ પણ રિકવર કરી આગળની તપાસ હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી અન્ય કોઈ નહીં, પરંતુ ATMમાં કેસ અપલોડ કરવા આવતી કેશવાન એજન્સીનો સિક્યુરિટી ગાર્ડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Surat
સુરત
author img

By

Published : Aug 31, 2020, 2:00 PM IST

Updated : Aug 31, 2020, 2:20 PM IST

સુરત: શહેરમાં ભારે વરસાદ વચ્ચે છત્રી લઈ ATMમાં પ્રવેશેલા તસ્કરે યુક્તિપૂર્વક ATMને ખોલી 24 લાખથી વધુની રકમ ચોરી કરી ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના અંગે અડાજણ પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ આરોપીને પકડી પાડવા માટે કામે લાગી હતી. પોલીસે ATMના આસપાસના CCTV ફુટેજની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

પોલીસે સાથે જ SBI બેંકના મેનેજર, કર્મચારી તેમજ પૂર્વ કર્મચારી સહિત સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી હતી. આ ઘટનામાં આરોપીની ઓળખ સ્પષ્ટ રીતે ન થતાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી. જો કે, બાદમાં પોલીસે મળેલ બાતમી અને CCTV ફૂટેજના આધાર-પુરાવા પર નાનપુરા વિસ્તારમાં આવેલ ધતીગરા સ્ટ્રીટમાં રહેતા અને કેશવેન એજન્સીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ખુમાભાઈ રતનભાઈ પરમારની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસે કરેલી કડક પૂછપરછ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ ખુમાભાઈ પરમાર પડી ભાંગ્યો હતો અને પોતે SBI બેન્કના ATMમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી અડાજણ પોલીસે આરોપીની ધરપકડ કરી રૂપિયા 24 લાખથી વધુની રકમ રિકવર કરી હતી. આરોપીની કરવામાં આવેલી વધુ પૂછપરછ દરમિયાન તે પોતે કેશવાન એજન્સી પર સિક્યુરિટી ગાર્ડ હોવાના કારણે અવારનવાર અડાજણ સ્થિત SBIના બેંક ATM પર કેશ અપલોડ કરવા માટે જતો હતો.

જેથી તેણે ATM મશીનનો પાસવર્ડ મેળવી લીધો હતો.જે બાદ તેણે લાખોની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. જો કે, હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Aug 31, 2020, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.