ETV Bharat / city

પૂર્ણા નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, બારડોલી SDMદ્વારા કરવામાં આવી કાર્યવાહી

સુરત જિલ્લાના સેવાસણ ગામથી પસાર થતી પૂર્ણા નદીમાં ગેરકાયદે રેતી ખનનનું (Sand Mining In Purna River Caught) નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. બારડોલી SDM દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

પૂર્ણા નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, બારડોલી SDMદ્વારા કરવામાં આવી કાર્યવાહી
પૂર્ણા નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, બારડોલી SDMદ્વારા કરવામાં આવી કાર્યવાહી
author img

By

Published : Apr 10, 2022, 9:45 AM IST

સુરત: સુરત જિલ્લાના મહુવા તાલુકાના સેવાસણ ગામથી પસાર થતી પૂર્ણા નદીમાં (Sand Mining In Purna River Caught) ગેરકાયદે રેતી ખનનનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. બારડોલી SDM દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા કુલ 48 ટ્રક, 2 સ્ટીમર, 5 નાની હોડી અને 2 હિતાચી મશીન કબ્જે કરવામાં આવ્યા હતા.

પૂર્ણા નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, બારડોલી SDMદ્વારા કરવામાં આવી કાર્યવાહી
પૂર્ણા નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, બારડોલી SDMદ્વારા કરવામાં આવી કાર્યવાહી

પૂર્ણા નદીમાં ગેરકાયદે રેતી ખનનનું નેટવર્ક ઝડપી પાડ્યું : સુરત જિલ્લાના સેવાસણ ગામમાંથી વહેતી પૂર્ણા નદીમાંથી છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદે રેતીખનન થતુ હતુ. જે અંગે ગ્રામજનોની અનેક રજુઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતા છેવટે મુખ્યપ્રધાન સુધી લેખિતમાં ફરીયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે બારડોલીના પ્રાંત અધિકારી SDM સ્મિત લોઢાએ શનિવારના રોજ સ્થળ પરથી ટ્રકો સહિત કરોડો રૂપિયાની મશીનરી અને સાધનો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી હતી. જેને કારણે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

આ પણ વાંચો: India seizes boat : કોસ્ટ ગાર્ડે ચેન્નાઈ નજીક 9 ઈરાની નાગરિકો સાથેની બોટ કરી જપ્ત

ગ્રામજનોની મુખ્યપ્રધાનને રજુઆત બાદ કાર્યવાહી : છેલ્લાં ઘણાં સમયથી શ્રીજી કન્સ્ટ્રક્શન નામની એજન્સી દ્રારા સેવાસણની પૂર્ણા નદીમાંથી રેતી કાઢવાનો ગેરકાયદે વેપલો ચાલી રહ્યો હતો. ગ્રામજનોએ આ રેતીખનન અટકાવવા માટે કલેકટરથી લઈ મુખ્યપ્રધાન સુધી લેખિતમાં રજુઆત કરી હતી. સુરત કલેક્ટર દ્રારા બારડોલી પ્રાંત અધિકારી સ્મિત લોઢાને આ મામલે તપાસનાં આદેશ કરતા શનિવારના રોજ પ્રાંત અધિકારી મહુવાના સેવાસણ ગામે પહોંચ્યા હતાં અને ગેરકાયદે વેપલા પર છાપો માર્યો હતો.

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી : સવારથી શરૂ કરવામાં આવેલ તપાસમાં શ્રીજી કન્સ્ટ્રક્શન પાસે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ન હોવાનું માલુમ પડયું હતુ. આખરે ગેરકાયદે રેતી ખનન માટે વપરાતા સાધનો જેમાં 48 ટ્રકો, 2 સ્ટીમર, 5 નાની બોટ તેમજ 2 હીટાચી મળી કરોડોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલીક ટ્રકો પાસે રોયલ્ટી પાસ પણ ન હતો. આથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બારડોલી અને મહુવા મામલતદારનો સ્ટાફ તપાસમાં જોડાયો : તપાસમાં બારડોલી પ્રાંત અધિકારીની સાથે મહુવા અને બારડોલી મામલતદાર, નાયબ મામલતદાર, મહુવા પોલીસ મથકનાં સ્ટાફ સહિત મામલતદારનો સ્ટાફ કામે લાગ્યો હતો, હાલ હજુ આ મામલે તપાસ શરૂ છે. તપાસ પુર્ણ કર્યા બાદ સુરત ભૂસ્તર વિભાગને આગળની તપાસ સોંપવામાં આવશે.

આ પણ વાંચો: Gang rape : બેંગ્લોરમાં સગીરા પર સામૂહિક બળાત્કાર, 6ની કરાઇ ધરપકડ

સેવાસણ ખાતે રેતીખનન પર ઓપરેશન કરાર્યું : બારડોલી SDM સ્મિત લોઢાએ જણાવ્યું હતું કે, સેવાસણ ખાતે રેતીખનન પર ઓપરેશન કરવામાં આવ્યું જેમાં શ્રીજી કન્સ્ટ્રક્શન નામની એજન્સી દ્વારા કમિશનર જીઓલોજી ખાતે અરજી કરી પરવાનગી લીધેલ હતી, પરંતુ તેમાં કેટલીક શરતોનું પાલન કરવાનું હતું જે અહીં થતું નહિ હોય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. રસ્તા પરથી પકડેલ રેતી ભરેલ ટ્રકોમાં પણ રોયલ્ટી પાસ ન હતા. આ બાબતે કલેકટર કચેરીને જાણ કરવામાં આવી છે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.