ETV Bharat / city

Rubber Girl Surat: સુરતની 'રબર ગર્લ' અન્વી ઝાંઝરૂકિયાને 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત - જન્મજાત હૃદયની ખામી

સુરતની અન્વી ઝાંઝરૂકિયા (Rubber Girl Surat)ને આજે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' (pradhanmantri rashtriya bal puraskar 2022) એનાયત કરવામાં આવ્યો છે. અન્વી 75 % બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે. છેલ્લા 3 વર્ષમાં અનેક ચંદ્રકો જીતી ચૂકી છે.

Rubber Girl Surat: સુરતની 'રબર ગર્લ' અન્વી ઝાંઝરૂકિયાને 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત

author img

By

Published : Jan 24, 2022, 4:38 PM IST

Updated : Jan 24, 2022, 5:42 PM IST

સુરત: શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં આગવી ઓળખ ઊભી કરનાર, રબર ગર્લ (Rubber Girl Surat)ના નામે વિખ્યાત સુરતની દિવ્યાંગ દીકરી અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજરોજ સુરત કલેક્ટર કચેરી (Surat Collector's Office) ખાતે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' (pradhanmantri rashtriya bal puraskar 2022) એનાયત કરવામાં આવ્યો છે.

સુરત કલેક્ટર કચેરી ખાતે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો.

'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' આપવામાં આવ્યો

રબર ગર્લના નામે વિખ્યાત સુરતની દિવ્યાંગ દીકરી અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત કર્યો છે. અન્વીએ શારીરિક, માનસિક મર્યાદાઓને ઓળંગીને યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી છે.

આ પણ વાંચો: મલ્ટીપલ ડિસએબિલીટી ઘરાવતી 13 વર્ષની અનવીએ યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કર્યું મહારથ, રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી અન્વી

અન્વીએ શારીરિક, માનસિક મર્યાદાઓને ઓળંગીને યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી છે.

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અન્વી ધીમું શીખનાર-સ્લો લર્નિંગ બાળા છે. તે જન્મજાત અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી (Congenital heart defects)હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે અને હાલમાં તેને માઈટ્રલ વાલ્વ લિકેજ (Mitral valve leakage)છે. 21 ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝના કારણે મોટા આંતરડામાં ક્ષતિ છે, જેના લીધે સ્ટૂલ પાસ (મળત્યાગ) કરવામાં સમસ્યા રહે છે. તે 75 % બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે.

કુલ 42 યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો

છેલ્લા 3 વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં 3 સુવર્ણ ચંદ્રકો અને 2 કાંસ્ય ચંદ્રકો જીત્યા છે.

અનેક સમસ્યાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે. તેણે છેલ્લા 3 વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં 3 સુવર્ણ ચંદ્રકો અને 2 કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે કુલ 42 યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં 51 જેટલા મેડલો મેળવ્યા છે. અન્વી આવા દિવ્યાંગો માટે રોલમોડેલ છે. અન્વીની ઈચ્છા છે કે, મારે નમો દાદા સાથે સ્ટેજ ઉપર સૂર્યનમસ્કાર યોગ કરવા છે.

અન્વીના પિતાએ કહ્યું કે, આ આખા પરિવાર અને સમગ્ર ગુજરાત માટે એક સારી ઘટના છે કે, આટલી નાની ઉંમરે તમારા બાળકની સરકારે નોંધ લીધી અને આજે મારી દીકરીને 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' આપવામાં આવ્યો એની આખો પરિવાર ખુબ ગર્વ અનુભવ કરે છે. જ્યારથી જ અન્વી જન્મી ત્યારે ઘણી બધી સમસ્યાઓ સાથે તેનો જન્મ થયો હતો. અમે આખા પરિવારે નક્કી કર્યું હતું કે, આને સક્ષમ બનાવીશું. ત્યારબાદ અમે અન્વીમાં રહેલી તમામ ખૂબીઓ જોતા રહ્યા અન્ય રહેલી શક્તિઓ શોધતા રહ્યા.

આ પણ વાંચો: 75 ટકા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતી સુરતની રબર ગર્લને મળશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર- 2022

અન્વીએ ફક્ત 3 મહિનામાં જ મેળવી સિદ્ધિ

એક દિવસ રાત્રે અન્વી સૂતી હતી ત્યારે તેની માતાએ જોયું કે, એ પોતાના શરીરને આખું મરોડીને સૂવે છે ત્યારે માતાને વિચાર આવ્યો કે અન્વીને આપણે યોગ શીખવીએ અને અમે સંસ્કાર કુંજ વિદ્યાલય નાલથાણ ત્યાં પરેશભાઈ પટેલ એમના સહયોગથી અન્વીને યોગની દિશામાં આગળ લઈને ગયા. ત્યારબાદ ઈશ્વર અને પરિવારની મદદથી અન્વીએ પોતાની મહેનતથી ફક્ત 3 મહિનામાં જે નોર્મલ બાળકો છે, જેઓ 7થી 8 મહિનામાં યોગમાં સિદ્ધિ હાસિલ કરે છે. તે સિદ્ધિ અન્વીએ ફક્ત 3 મહિનામાં જ મેળવી છે. તેની માટે એક સરસ મજાની ફાઈલ બનાવીને અમે મંત્રાલય સમક્ષ રજૂ કરીને અમને 3 દિવસ પહેલા ત્યાંથી ફોન આવ્યો કે, તમારી ફાઈલ અમે જોઈ છે અને તમને આ વખતના 2022નાં માટે સિલેક્શન કરવામાં આવ્યું છે. અન્વીની ઈચ્છા છે કે મારે, નમો દાદા સાથે સ્ટેજ ઉપર સૂર્યનમસ્કાર યોગ કરવા છે.

આ પણ વાંચો: સુરતની દિવ્યાંગ બાળકી અન્વી ઝાંઝરુકીયાએ 13 વર્ષની ઉમરે યોગમાં નેશનલ એવોર્ડ મેળવ્યો

Last Updated : Jan 24, 2022, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.