ETV Bharat / city

સુરતની VNSGUમાં RT- PCR લેબ શરૂ કરવામાં આવી - Surat News

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના આદેશ મુજબ યુનિવર્સિટીના બાયોસાઈન્સ વિભાગમાં કોરોના ટેસ્ટના RT-PCRના સેમ્પલની ચકાશણી શરૂ કરવામાં આવી છે. અહીં સુરત સિવિલ અને સિમ્મેર હોસ્પિટલના RT- PCRના સેમ્પલો મોકલવામાં આવી રહ્યા છે.

Surat News
Surat News
author img

By

Published : May 13, 2021, 7:25 PM IST

  • VNSGUના બાયોસાઈન્સ વિભાગમાં RT- PCR લેબ શરૂ કરાયો
  • આજે ગુરુવારથી RT- PCR લેબ શરૂ કરાયો
  • સિવિલ અને સિમ્મેર હોસ્પિટલમાંથી RT- PCRના સેમ્પલો લેવામાં આવશે

સુરત : રાજ્ય સરકારના આદેશ મુજબ સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી બાયોસાઈન્સ વિભાગમાં આજે ગુરુવારથી RT- PCR લેબ શરૂ કરવામાં આવ્યો છે. આ લેબમાં વખત સેમ્પલ ચેકઅપ કરવામાં આવશે. સુરતની સિવિલ અને સિમ્મેર હોસ્પિટલમાંથી RT- PCRના સેમ્પલો લેવામાં આવશે. સેમ્પલનો જે પણ રિપોર્ટ હશે તે રિપોર્ટ જે તે હોસ્પિટલને આપવાનો રહેશે અને અહીંયથી કોઈ પણ દર્દીઓને ફોન કરવામાં આવશે નહી. આજે ગુરુવારે 150 સેમ્પલ લેવામાં આવ્યા અને ચેકઅપ કરવામાં આવ્યું છે અને તેનો રિપોર્ટ જે તે હોસ્પિટલને આપવામાં આવ્યો છે.

VNSGU
VNSGU

આ પણ વાંચો : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કરાયા 2 લાખથી વધુ RT-PCR ટેસ્ટ

RT- PCRના તપાસ કરતા ઇન્ચાર્જે જણાવ્યું કે,

RT- PCRના તપાસ કરતા ઇન્ચાર્જ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, આજે ગુરુવારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના આદેશ મુજબ યુનિવર્સિટીના બાયોસાઈન્સ વિભાગમાં કોરોના ટેસ્ટના RT- PCRના સેમ્પલની ચકાશણી શરૂ કરી દેવામાં આવી છે અને આજે ગુરુવારે અહીંયા સુરતની સિવિલ અને સિમ્મેર હોસ્પિટલમાંથી કોરોના ટેસ્ટના RT- PCR સેમ્પલ લેવામાં આવ્યા છે અને આજે ગુરુવારે 150 જેટલા સેમ્પલો આવ્યા છે. જેમ જેમ ચેકઅપ કરવામાં આવે છે તેમ તેમ રિપોર્ટ પણ તૈયાર કરીને મોકલી દેવામાં આવી રહ્યા છે અને અહીંથી જે કોઈ દર્દીઓના RT- PCR રિપોર્ટ હશે તે આપવામાં આવતા નથી તે રિપોર્ટ હોસ્પિટલો દ્વારા જ આપવામાં આવશે. અહીંથી પોઝિટિવ કે નેગેટિવનો રિપોર્ટ હોસ્પિટલોને આપ્યા બાદ તે લોકો દ્વારા દર્દીઓને જાણ કરવામાં આવશે. આ લેબમાં સુરત સિવિલ અને સિમ્મેર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા RT- PCRનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને તેમના દ્વારા જે ચેકઅપ કરવામાં આવે તેનો રિપોર્ટ મને આપવામાં આવે છે અને હું જે તે હોસ્પિટલોને આ રિપોર્ટ આપું છું.- ડૉ. રાજેશ પટેલ (લેબ ઇન્ચાર્જ)

RT- PCR લેબ
RT- PCR લેબ

આ પણ વાંચો : VNSGU દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવાનો કરવામાં આવ્યો નિર્ણય

VNSGUના કુલપતિ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે,

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, રાજ્ય સરકારના આદેશ મુજબ રાજ્યની 26 કોલેજોને RT- PCR સેમ્પલની કામગીરી સોપવામાં આવી છે. તેમાં આપણી સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ આવી જ ગઈ છે. તે યુનિવર્સિટીમાં આવેલી બાયોસાઈન્સ વિભાગમાં સેમ્પલ ચેકઅપ કરવાનું સાધન છે જ. તો પછી અમે યુનિવર્સિટીના આ જ વિભાગમાં અમે RT- PCR લેબની શરૂઆત કરી છે અને એમાં સુરત સિવિલ અને સિમ્મેર મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા જ આ RT- PCR સેમ્પલની તપાસણી કરવામાં આવશે. જે બાદ RT-PCRનો રિપોર્ટ લેબ ઇન્ચાર્જને આપવામાં આવશે. હાલ આગળના દિવસોમાં જો સ્થિતિ વધારે બગડશે તો આ લેબ તેની માટે કોરોના મહામારીની ત્રીજી લહેર આવે એ પેહલા રિપોર્ટ 24 કલાકમાં લોકોને મળશે. આ માટે આ લેબ બનાવામાં આવી છે. - ડૉ. કિશોરસિંહ ચાવડા (કુલપતિ, VNSGU)

સુરતની VNSGUમાં RT- PCR લેબ શરૂ કરવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.