- અડાજણમાં આંબેડકર ભવન કાર્યાલય પર રોકાણ કરશે મોહન ભાગવત
- સુરતના સાયન્સ સેન્ટર ખાતે હિન્દુત્વ વિષયે પ્રવચન આપશે
- સુરતના સામાજિક અને ઔદ્યોગિક અગ્રણીઓની મુલાકાત કરશે
સુરત : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત સુરતની મુલાકાતે છે. બે દિવસ સુધી તેઓ સુરતમાં રહેશે અને સંઘના તેમજ ભાજપના પીઢ કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરશે. રાજકીય ગતિવિધિની સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં હાલ ચાલી રહેલા અનેક કાર્યક્રમ અંગે પણ તેઓ સુરતના સામાજિક અને ઔદ્યોગિક અગ્રણીઓ સાથે ચર્ચા કરશે. તેઓ સુરતના જાણીતા હીરાઉદ્યોગકારો સહિત રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા કેટલાક ઉદ્યોગપતિઓ સાથે આરએસએસના કાર્યાલય ખાતે મીટીંગ પણ કરશે. સાથે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના ત્યાં પણ તેઓ હાજરી આપશે અને અનેક ચર્ચાઓ પણ હાથ ધરશે.
હિન્દુત્વ વિશે ઉપર વિચાર ગોષ્ઠિમાં પ્રવચન આપશે
મોહન ભાગવત સવારે 7:30 વાગ્યે ટ્રેન મારફતે સુરત પહોંચ્યા હતાં અને ત્યાંથી આંબેડકર ભવન જવા માટે રવાના થયા હતાં. મંગળવારે આખો દિવસ તેઓ આંબેડકર ભવન ખાતે અનેક લોકોને મળશે અને ત્યારબાદ સાંજે છ વાગે સૂરતના સાયન્સ સેન્ટર ખાતે 6:00 શહેરના પ્રમુખ નાગરિકો સાથે હિન્દુત્વ વિશે ઉપર વિચાર ગોષ્ઠિમાં પ્રવચન આપશે. વિધાનસભાની ચૂંટણી પહેલાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સુરતની મુલાકાતે આવતા આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઘણાં વર્ષોથી આરએસએસ દ્વારા આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તન સહિતના અનેક મુદ્દાઓ પર શું કામ કરવામાં આવ્યાં છે તે અંગેની પણ જાણકારી આરએસએસના કાર્યકર્તાઓ મોહન ભાગવતને આપશે.
આ પણ વાંચોઃ મુસ્લિમોએ ભારતમાં કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી: ભાગવત
આ પણ વાંચોઃ મોહન ભાગવતનું ભાષાંતરિત ઉર્દૂ પુસ્તક 'મુસ્તકબિલ કા ભારત' નું વિમોચન થયું