- ઈમ્પોર્ટ ડેટા પ્રોસેસિંગ અને મોનીટરીંગ સિસ્ટમમાં ખામી સર્જાતા હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં
- 600 કંપનીના 3 હજારથી વધુ પાર્સલ અટવાયા
- 3 જૂન થી 3 જુલાઈ વચ્ચે વિદેશ આયાતના રફ એન્ટ્રી બાકી થતા ઉદ્યોગપતિ હેરાન
સુરત :3 જૂન થી 3 જુલાઇ દરમિયાન વિદેશથી સ્થાનિક હીરા ઉદ્યોગકારો દ્વારા આયાત કરવામાં આવેલા 3 હજારથી વધુ હીરાના પાર્સલનું પેમેન્ટ હજુ અટવાયું છે જેના કારણે હીરાઉદ્યોગમાં ચિંતા જોવા મળી રહી છે.IDPMS ( ઈમ્પોર્ટ ડેટા પ્રોસેસિંગ અને મોનીટરીંગ સિસ્ટમ)માં ખામી સર્જાતા હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં છે. આખા જૂન મહિના દરમિયાન લગભગ 3000 હીરાના પાર્સલ આયાત થયા હતા..IDPMS ખામી સર્જાતા આ પોર્ટલ પર એન્ટ્રીઓ દેખાતી જ નથી. 10,000 કરોડથી વધારાના હીરાનું પેમેન્ટ અટકી પડ્યું છે.
અંદાજે 600 કંપનીઓની હીરાની ખરીદી પર બ્રેક લાગશે
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 20 જેટલા ઈમેલ અને પત્રો લખીને ડીજી સિસ્ટમ, કસ્ટમ, RBI, ડીજીઈપીમાં જાણ કરવામાં આવી છે, પરંતુ તેનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી 3 જૂને આયાત થયેલ આ માલના 3 સપ્ટેમ્બરે 90 દિવસ પૂર્ણ થાય છે 90 દિવસમાં કોઇપણ રીતે પેમેન્ટ કરવાનું હોય છે, જો આ પેમેન્ટ નહીં થાય તો આવનારા દિવસોમાં અંદાજે 600 કંપનીઓની હીરાની ખરીદી પર બ્રેક લાગશે.
આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ IT વિભાગનું મેગા ઓપરેશન, નામાંકિત બિલ્ડરોને ITના દરોડા
બિલ ઓફ એન્ટ્રી ને લીધે જે સમસ્યા સર્જાઈ
આ અંગે જીજેઇપીસીના વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, "જે મંજૂરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્યો દ્વારા મિનિસ્ટ્રી ઓફ કોમર્સના સેક્રેટરી સાથે આ અંગે ચર્ચા થઇ છે.બિલ ઓફ એન્ટ્રીને લીધે જે સમસ્યા સર્જાઈ છે તેનું સમાધાન થાય આ માટે ચર્ચા હાથ ધરવામાં આવી જો ચાર દિવસમાં ઉકેલ નહીં આવે તો ફરીથી રજૂઆત કરવા માટે અમે તૈયાર છીએ ઝડપી ઉકેલ નહીં આવે તો અનેક કંપનીઓ બંધ થઇ શકે છે અને રોજગારીની સમસ્યા ઉત્પન્ન થશે".
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળથી ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર થયો બોમ્બ બ્લાસ્ટ, રાજ્યપાલે ચિંતા વ્યક્ત કરી