ETV Bharat / city

બારડોલીમાં જનચેતના રેલી દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને કરાયા ડિટેઇન - public awareness rally in Bardoli

બારડોલી(Bardoli)માં સુરત જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા(Amit chavda)ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. બેઠક બાદ નીકળેલી જનચેતના રેલી સ્વરાજ આશ્રમમાં પહોંચ્યા બાદ અમિત ચાવડા, જિલ્લા પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી(Anand chaudhri) સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.

બારડોલીમાં જનચેતના રેલી દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને કરાયા ડિટેઇન

author img

By

Published : Jul 9, 2021, 2:42 PM IST

  • કારોબારી બેઠક બાદ જનચેતના રેલીનું થયું હતું આયોજન
  • સરદારની પ્રતિમાને અર્પી સુતરાંજલી
  • રેલી આગળ વધતા જ કરવામાં આવ્યા ડિટેઇન

સુરત: જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની બેઠક બાદ સરદાર બાગાયત ખાતે સરદાર પટેલની પ્રતિમાને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા(Amit chavda)એ સુતરાંજલી આર્પી હતી. આ સુતરાંજલી બાદ મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં જનચેતના આંદોલન હેઠળ રેલી કાઢવામાં આવી હતી. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરાજ આશ્રમ પહોંચી હતી.

બારડોલીમાં જનચેતના રેલી દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને કરાયા ડિટેઇન

આ પણ વાંચોઃ નવસારીમાં APMC બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસીઓ ડિટેઇન થયા, વિરોધનો થયો ફિયાસ્કો

અધવચ્ચે અટકાવી પોલીસવાનમાં બેસાડી દેવાયા

અમિત ચાવડા(Amit chavda) અને અન્ય કોંગ્રેસી અગ્રણીઓએ સરદાર પટેલના નિવાસ સ્થાને તેમની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. જ્યારે તેઓ કાર્યકર સાથે સ્વરાજ આશ્રમની બહાર નીકળી રેલી આગળ વધારતા હતા, ત્યારે જ પોલીસે તેમને અધવચ્ચે રોકવાનો પ્રયાસ કર્યો હતો.

બારડોલીમાં જનચેતના રેલી દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ડિટેઇન

મોંઘવારીની સ્મશાનયાત્રા કાઢવામાં આવી

સ્વરાજ આશ્રમ નજીક જ કોંગી કાર્યકરોએ મોંઘવારીની સ્મશાનયાત્રા કાઢી હતી. જેના પર DYSP સી.એમ. જાડેજાની નજર પડતા જ તેમણે તાત્કાલિક સ્મશાન યાત્રા કાઢનારાઓ પાસેથી મોંઘવારીનું પૂતળું ખેંચી લઈ કાર્યકરોની અટક કરી હતી. એટલું જ નહીં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા(Amit chavda)ને પણ ભારે રકઝક બાદ ડિટેઇન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની રેલીથી શહેરના સ્ટેશન રોડ પર જાણે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હોય તેવું દ્વશ્ય જોવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ પારડીમાં કોંગ્રેસે ખેડૂત બીલનો કર્યો વિરોધ, બિલની હોળી કરવા જતા પોલીસે ડિટેઇન કર્યા

નેતાઓની કરવામાં આવી અટક

પોલીસ અને કાર્યકરો વચ્ચે રેલી કાઢવા મુદ્દે થોડીવાર માટે ઘર્ષણ પણ થયું હતું. બાદમાં પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરી, પ્રમુખ તરુણ વાઘેલા સહિતના નેતાઓની અટક કરી તેમને પોલીસ મથકે લઈ જવાયા હતા. અંદાજીત એક કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા બાદ તમામને છૂટા કરાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.