ETV Bharat / city

Reconversion to Hindu Religion 2021 : ક્રિસમસના બીજા દિવસે સાપુતારાના 251 ખ્રિસ્તી પરિવારોએ હિંદુ ધર્મમાં ઘરવાપસી કરી - સાપુતારામાં 251 પરિવારોનો પુનઃ હિન્દુ ધર્મ અંગીકાર

સાપુતારાના નવાગામમાં ક્રિસમસના બીજા દિવસે 251 જેટલા પરિવારોને પુનઃ હિન્દુ ધર્મ અંગીકાર કરાવાયો હતો. આ પરિવારોને તુલસી પૂજન સાથે સંસ્કૃતિ દીક્ષા આપી હિન્દુ ધર્મમાં (Reconversion to Hindu Religion 2021) ઘરવાપસી કરાવવામાં આવી છે.

Reconversion to Hindu Religion 2021 : ક્રિસમસના બીજા દિવસે સાપુતારાના 251 ખ્રિસ્તી પરિવારોએ હિંદુ ધર્મમાં ઘરવાપસી કરી

author img

By

Published : Dec 28, 2021, 7:48 PM IST

સુરત : ગુજરાતના આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લામાં નાતાલના (Christmas 2021) બીજા દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ આગેવાનો દ્વારા એક કાર્યક્રમનું આયોજન ગિરિમથક સાપુતારાના નવાગામ ખાતે આવેલ શિવ રુદ્ર હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ખ્રિસ્તી બનેલા 251 જેટલા પરિવારોને ફરી તુલસી પૂજન સાથે સંસ્કૃતિ દીક્ષા આપી હિન્દુ ધર્મમાં ઘરવાપસી (Reconversion to Hindu Religion 2021) કરાવવામાં આવી છે. ઘરવાપસી બાદ હિન્દુ બનનાર તમામ લોકોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતાં.

તુલસી પૂજન સાથે સંસ્કૃતિ દીક્ષા આપી હિન્દુ ધર્મમાં ઘરવાપસી થઈ

આ પણ વાંચોઃ Vadodara becomes center of conversion! હિન્દુ બાળાઓને ખ્રિસ્તી બનાવવાનુ ષડયંત્ર સામે આવ્યું

વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા કાર્યક્રમનું આયોજન

ડાંગ જિલ્લાના આહવા તાલુકા મથકે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. દક્ષિણ ગુજરાત પ્રાંત દ્રારા આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી 251 જેટલા જોડાંઓનું ફરી તુલસી પૂજન સાથે સંસ્કૃતિ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો ડાંગ જિલ્લો એટલે જંગલોથી ઘેરાયેલો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરતો જિલ્લો છે જયાં ધર્માતરંણને લઇ અનેક વિવાદો જોવા મળતાં હોય છે. નવાગામના શિવરુદ્ર હનુમાન મંદિરે 251 જેટલા જોડાં પૂજામાં સાથે બેઠાં હતાં જેઓએ શ્રી સીતારામ મહાયજ્ઞ તથા તુલસી પુજન સંસ્કૃતિ દીક્ષા કાર્યક્રમમા ભાગ લઇ જય શ્રીરામના નારા સાથે હિન્દૂ ધર્મ પુનઃ અંગીકાર (Reconversion to Hindu Religion 2021) કર્યો હતો.

આ પણ વાંચોઃ હિન્દુ માટે મુસ્લિમ અને ખ્રિસ્તી દુશ્મન નથી: રામ માધવ

ઘરવાપસી કરતા આનંદનો માહોલ જોવા મળ્યો

ક્રિસમસના (Christmas 2021) બીજા દિવસે જ ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક કહેવાતા સાપુતારામાં આ કાર્યક્રમમાં 251 જેટલા હિન્દૂ પરિવારોએ ઘરવાપસી કરતા આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આદિવાસી સમાજના લોકોમાં ભગવા રંગનો ધ્વજ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાગત નૃત્ય કરતા પણ જોવા મળ્યાં હતાં. હિંદુ ધર્મથી ખ્રિસ્તી બનેલા અને ફરીથી હિંદુ ધર્મ અપનાવનાર (Reconversion to Hindu Religion 2021) હરીશભાઈએ જણાવ્યું હતું કે હિંદુ ધર્મને જાણીને મારું હૃદય પરિવર્તન થઈ ગયું છે. જે આનંદ હિન્દુ ધર્મમાં છે તે અન્ય ધર્મમાં નથી. હિંદુ ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. હિન્દુ ધર્મ સાથે જ ચાલવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.