ETV Bharat / city

રેર ઓફ ધી રેર મ્યુકોરમાઇકોસીસ : વગર લક્ષણ પ્રથમવાર મસ્તિષ્કમાં ફંગસનો કેસ - ડૉક્ટરો માટે પડકારરુપ કેસ

મ્યુકોરમાઇકોસીસની સારવાર કરી રહેલા ડોક્ટરો માટે સુરતમાં નોંધાયેલો એક કેસ હવે પડકારરૂપ સાબિત થવા જઈ રહ્યો છે. સુરતના 23 વર્ષીય યુવાનને આ રોગના કોઈ લક્ષણ ન હતાં. આ રોગમાં રોગની શરૂઆત સાઇનસથી શરૂ થતી હોય છે પરંતુ આ યુવાનમાં ફંગસ મસ્તિષ્કમાં જોવા મળી હતી. જ્યારે અન્ય કેસોમાં મસ્તિષ્કમાં ફંગસ છેલ્લા તબક્કામાં જોવા મળે છે. ડોક્ટરો આ કેસને રેર ઓફ ધી રેર ગણાવી રહ્યાં છે ત્યારે આવા પ્રકારના કેસો દેશના ડોક્ટરો માટે પડકારજનક સાબિત થાય એવી સ્થિતિ સર્જાઈ છે.

વગર લક્ષણ પ્રથમવાર મસ્તિષ્કમાં ફંગસનો કેસ

author img

By

Published : May 21, 2021, 10:17 PM IST

  • સુરતમાં જોવા મળ્યો બ્લેક ફંગસનો રેર ઓફ ધી રેર કેસ
  • દેશભરના ડૉક્ટર્સ માટે કોયડા સમાન કેસ
  • કોંસબાના યુવકને મસ્તિષ્કમાં બ્લેક ફંગસ જોવા મળી
  • 23 વર્ષીય યુવાનનું મોત મ્યુકોરમાઇકોસીસના કારણે થયું

સુરતઃ સુરતના કોસંબા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવાનનું કરુણ મોત મ્યુકોરમાઇકોસીસના કારણે થયું છે. પરંતુ યુવાનમાં મ્યુકોરમાઇકોસીસના એક પણ લક્ષણો યુવાનમાં જોવા મળ્યાં ન હતાં.એટલું જ નહીં રોગના નિદાન માટે જે પણ રિપોર્ટ કાઢવામાં આવ્યાં હતાં તેમાં પણ મ્યુકોરમાઇકોસીસના કોઈપણ ફાઇન્ડિંગ ડોક્ટરોને મળ્યા નહોતાં. કોસંબામાં રહેતા ૨૩ વર્ષીય યુવાનને 28મી એપ્રિલના રોજ કોરોના સંક્રમણના કારણે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 4 મેના રોજ તેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયો હતો.પરંતુ 8મી મેના રોજ અચાનક જ યુવાનને ખેંચ આવતાં સુરતની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સિટી સ્કેન અને એમઆરઆઈ રિપોર્ટમાં ડૉક્ટરોને જોવા મળ્યું હતું કે તેના મસ્તિષ્કના વચ્ચેના ભાગમાં સોજો અને ગાંઠ છે. ડોક્ટરોએ તેની સર્જરી કરી હતી અને બાયોપ્સી રિપોર્ટ માટે સેમ્પલ લેબમાં મોકલાવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ ડૉક્ટરો પણ ચોંકી ઉઠયાં હતાં કારણ કે જેના લક્ષણો યુવાનમાં ન હતાં તે મ્યુકોરમાઇકોસીસ રોગથી આ યુવાન ગ્રસિત હતો એટલું જ નહીં તેના મસ્તકના ભાગમાં ફંગસ જોવા મળી હતી.

વગર લક્ષણ પ્રથમવાર મસ્તિષ્કમાં ફંગસનો કેસ
વગર લક્ષણ પ્રથમવાર મસ્તિષ્કમાં ફંગસનો કેસ

આ પણ વાંચોઃ રાજ્યમાં 70 ટકા ઉપર વેક્સિનેશન થાય ત્યારે હર્ડ ઇમ્યુનિટી આવે

સોજો અને ગાંઠ દેખાતા અમે તેની સર્જરી કરી

ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડૉ. હિતેશ ચિત્રોડાએ જણાવ્યું હતું કે મ્યુકોરમાઇકોસીસને લગતા કોઇ પણ લક્ષણ યુવાન અંદર જોવા મળ્યાં ન હતા. આ મેડિકલ ક્ષેત્ર માટે પડકારજનક સ્થિતિ છે. યુવાનના કોઈ પણ રિપોર્ટમાં મ્યુકોરમાઇકોસીસ હોય એવા પોઝિટિવ રિપોર્ટ આવ્યાં ન હતાં. તેના મસ્તિષ્કમાં સોજો અને ગાંઠ દેખાતા અમે તેની સર્જરી કરી હતી. સાયનસથી આ રોગ શરૂ થતો હોય છે. પરંતુ આ યુવાનના મસ્તિષ્કમાં ફંગસ જોવા મળી. અત્યાર સુધીના સ્ટડીમાં આ પ્રથમ કેસ હશે, જેમાં સીધા મસ્તિષ્કમાં ફંગસ જોવા મળી છે. જ્યારે અન્ય કેસોમાં મસ્તિષ્ક સુધી ફંગસ ત્રીજા તબબક્કામાં પહોંચે છે.

મ્યુકોરમાઇકોસીસ હોય તેવું લાગતું ન હતુંન્યૂરોલોજિસ્ટ રાકેશ બરોડીયાએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇકોસીસના દર્દીઓમાં જે લક્ષણ જોવા મળે છે તે આ યુવાનમાં એક પણ લક્ષણ ન હતાં. તમામ પ્રકારના રિપોર્ટ કાઢવા છતાં મ્યુકોરમાઇકોસીસ હોય તેવું લાગતું ન હતું. આ સ્થિતિ ક્યાં કારણે નિર્માણ થઈ તે અંગેની તપાસ માટે અમે બાયોપ્સી રિપોર્ટ માટે સેમ્પલ મોકલ્યું હતું. શક્ય બની શકે કે રક્તના માધ્યમથી ફંગસ મગજ સુધી પહોંચી હોય.
મ્યુકોરમાઇકોસીસની સારવાર કરી રહેલા ડોક્ટરો માટે સુરતમાં નોંધાયેલો એક કેસ હવે પડકારરૂપ સાબિત થયો
આ પણ વાંચોઃ બજારો ખુલતાં જ રાજકોટના બ્યુટી પાર્લરોમાં મહિલાઓએ કરાવ્યું એડવાન્સ બુકીંગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.