ETV Bharat / city

સુરતમાં એક ભાઈના હાથ ઓછા પડે તેટલી છે બહેનો અઠવાડિયા સુધી કરે છે રક્ષાબંધનની ઉજવણી - Raksha Bandhan 2022 in Gujarat

સુરતમાં એકભાઈનો હાથ નાનો (Rakshabandhan 2022) પડે એટલી બહેનોનો છે તેવી વાત સામે આવી છે. આ ભાઈનો 20, 50, કે 100 બહેનો નહિ પરંતુ 1500 (Rakshabandhan Festival 2022) ઉપર બહેનો છે. જે દર વર્ષે રાખડી બાંધે છે. ત્યારે આવો જાણીએ શું છે આ વાત.

સુરતમાં એક ભાઈના હાથ ઓછા પડે તેટલી બહેનો એક અઠવાડિયા સુધી કરે રક્ષાબંધનની ઉજવણી

author img

By

Published : Aug 11, 2022, 3:16 PM IST

સુરત : ભાઈ બહેનના અપાર પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન (Rakshabandhan 2022) આ પવિત્ર પર્વ પર બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધતી હોય છે. તેમજ તેના લાંબા આયુષ્યની કામના કરતી હોય છે. ત્યારે આ રક્ષાબંધન પર સુરતમાંથી ભાઈ બહેનના (Rakshabandhan Festival 2022) પ્રેમનો અદ્ભુત વાત સામે આવી છે. સુરતમાં એક ભાઈના કાંડા ઓછા પડી જાય એટલી બહેનો છે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ સુરતના ચિરાગ દોશીની 20, 50 કે 100 નહીં પરંતુ 1,540 બહેનો છે.

સુરતમાં એક ભાઈના હાથ ઓછા પડે તેટલી બહેનો એક અઠવાડિયા સુધી કરે રક્ષાબંધનની ઉજવણી

શુ છે વાત આમ, તો રક્ષાબંધન એક દિવસ માટે હોય છે પરંતુ સુરતમાં ચિરાગ દોશી એક અઠવાડિયા સુધી રક્ષાબંધન મનાવતા હોય છે. કારણ કે તેમની આટલી બધી બહેનો છે કે માત્ર રક્ષાબંધનના પર્વ પર તેઓ તમામ પાસે જઈને રાખડી બંધાવી શકે તેવી સ્થિતિ હોતી નથી. તેઓએ આશરે 1,540 જેટલી બહેનો બનાવી છે. દર વર્ષે તેમની બહેનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચિરાગ દોશીની દરેક ક્ષેત્રથી આવનાર તેમની તમામ બહેનોની કાળજી લેતા હોય છે. દર તહેવારે તેમને યાદ કરે છે અને તેમને મળવા પણ જાય છે અને ખાસ કરીને રક્ષાબંધન પર પોતે રાખડી અને મીઠાઈ લઈને આ તમામ બહેનો પાસે જઈ રાખડી બંધાવતા હોય છે.

આ પણ વાંચો : શાળાના બાળકોએ અનાજમાંથી બનાવી અનોખી રાખડી

HIV ગ્રસ્ત, કેન્સર ગ્રસ્ત બહેનો સુરતના બિલ્ડર ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોને એક બહેન પણ નસીબમાં હોતી નથી, ત્યારે મારી 1540 જેટલી બહેનો છે. માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ મારી બહેનો છે. આ બહેનોના કારણે મને ઉર્જા મળે છે. સાથો સાથ સેવા કાર્યો માટે પણ મને પ્રેરણા મળે છે. આટલી બહેનો બનાવવા પાછળનું કારણ છે કે તેઓ નારી શક્તિ છે અને નારી શક્તિની પૂજા અર્ચના કરો તેનાથી જે ફળ મળે છે તે ફળ પ્રાપ્તિ (Rakshabandhan 2022 in Gujarat) સ્વરૂપ મને લોકોની સેવા કરવા માટે ઉત્સાહ મળે છે. હું ઇચ્છું છું કે આવનાર દિવસોમાં મારી 2100 બહેનો થઈ જાય કારણ કે મને બહેનોનું પ્રેમ વધારે જોઈએ. HIV ગ્રસ્ત, કેન્સર ગ્રસ્ત બહેનો અને અન્ય ક્ષેત્રોથી આવતી બહેનો પણ મને રાખડીઓ બાંધે છે.

આ પણ વાંચો : રક્ષાબંધનના પર્વે બજારમાં આવી અનોખી મીઠાઈ, આરોગ્યને બનાવશે વધુ મજબૂત

નામ જેવુ કામ રચના ડોલીયાએ જણાવ્યું હતું કે હું ચિરાગભાઈની 1540 માંથી એક બેન છું. મને સારું લાગે છે કે, મને આવો (Rakshabandhan festival in Surat) ભાઈ મળ્યો છે. ચિરાગભાઈ અમારા સારા સમયમાં તો સાથે હોય છે. પરંતુ જ્યારે તકલીફ હોય ત્યારે પણ તેઓ પહેલા આવી જાય છે. તેને ખબર નહિ કેવી રીતે જાણ થઈ જાય છે કે હું દુઃખી છું ત્યારે તેમનો કોલ મારી ઉપર આવી જાય છે. એમનું નામ પણ (Nari Shakti) ચિરાગ છે અને તેમનું કામ પણ ચિરાગ જેવું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.