ETV Bharat / city

Rainfall forecast in Surat: સુરત જિલ્લામાં 21 અને 22 એપ્રિલે વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા સૂચના - Rainfall forecast in Surat

સુરત જિલ્લામાં 21 અને 22 એપ્રિલે કમોસમી વરસાદ (Rainfall forecast in Surat) પડી શકે છે. તેના કારણે ખેડૂતોએ રાખવાની તકેદારી બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રે સૂચના (Instruction to farmers by Krishi Vigyan Kendra) જારી કરી છે.

Rainfall forecast in Surat: સુરત જિલ્લામાં 21 અને 22 એપ્રિલે વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા સૂચના

author img

By

Published : Apr 20, 2022, 7:54 AM IST

બારડોલી (સુરત): અરબ સમુદ્ર પર સર્જાયેલા પશ્ચિમી વિક્ષેપને કારણે બારડોલી સહિત જિલ્લામાં 21 અને 22 એપ્રિલના રોજ છૂટોછવાયો અતિ હળવાથી હળવા વરસાદની આગાહી (Rainfall forecast in Surat) કરવામાં આવી છે. આ દરમિયાન તાપમાનમાં ઘટાડો થવાથી લોકોને ગરમીથી રાહત મળશે. બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થશે. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતો માટે કમોસમી વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે છે.

ખેડૂતોની ચિંતા વધી - ભારત મોસમ વિભાગે આગામી દિવસોમાં સુરત જિલ્લામાં તારીખ 20થી 24 એપ્રિલ સુધી આકાશ વાદળછાયું રહેવાની તેમ જ 21 અને 22 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વરસાદ અને પવન ફૂંકાવાથી કેરીના પાકને (Rainfall forecast in Surat) નુકસાન થઈ શકે છે. ત્યારે ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન રાખવાની તકેદારી બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા (Instruction to farmers by Krishi Vigyan Kendra) સૂચનો જારી કરવામાં આવ્યા છે.

માંડવી અને માંગરોળમાં વધુ ઝડપથી પવન ફૂંકાઈ શકે છે - 21થી 23 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 22 એપ્રિલ બાદ માંડવી અને માંગરોળ સિવાયના તમામ તાલુકામાં ભેજના પ્રમાણમાં ઘટાડાની શકયતા છે. જિલ્લામાં આ દિવસો દરમ્યાન સરેરાશ 12.1 થી 18.1 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તે ઉપરાંત માંડવી અને માંગરોળ તાલુકામાં વધુ ઝડપે પવન ફૂંકાય શકે છે. માંડવી તાલુકામાં 22થી 30 કિમી પ્રતિ કલાક અને માંગરોળ તાલુકામાં 18 થી 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

આ પણ વાંચો- Unseasonal Rains in Surat : સુરતના વાડી ગામે ભર શિયાળે વરસ્યો કમોસમી વરસાદ

પાકની તકેદારી માટે ખેડૂતોને આપવામાં આવી સૂચના - કમોસમી વરસાદથી થતા (Rainfall forecast in Surat) પાકને નુકસાનથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા (Instruction to farmers by Krishi Vigyan Kendra) પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતા અટકાવવુ અંગે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી સ્વાદવમાં મહત્વ ધરાવતા પાકને મોટું નુકસાન થયું

જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ હાલ પૂરતો ટાળો - ફળ, પાકો અને શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોંચાડવા, પાકોમાં ફળોની વીણી કરીને ફળઝાડોને પવન સામે રક્ષણ માટે ટેકો આપવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે. આ ઉપરાંત રાસાયણિક ખાતર કે નવું ખરીદેલું બિયારણ પલળે નહીં તે મુજબ સુરક્ષિત રીતે ગોડાઉનમાં રાખવા તેમ જ જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત (Instruction to farmers by Krishi Vigyan Kendra) દ્વારા જણાવવામાં આવ્યું છે. સંભવિત વરસાદને ધ્યાનમાં લઈ ખેડૂત મિત્રોને પાકોમાં વરસાદ પડી ગયા બાદ વરસાદના પ્રમાણને ધ્યાનમાં રાખી પિયત આપવાની સલાહ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.