ETV Bharat / city

સુરત જિલ્લામાં 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી

હાલમાં સક્રિય થેયલા પશ્ચિમી વિક્ષેપને કારણે સુરત જિલ્લામાં આગામી 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમ્યાન ભારેથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી(Rainfall forecast in Surat district) કરવામાં આવી છે. કૃષિ હવામાન વિભાગ(Department of Agricultural Meteorology) દ્વારા ખેડૂતોને હાલ શાકભાજી રોપણી કાર્ય મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે.

સુરત જિલ્લામાં 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી
સુરત જિલ્લામાં 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી
author img

By

Published : Nov 28, 2021, 7:35 PM IST

  • 1 અને 2 ડિસેમ્બરના રોજ મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી
  • ખેડૂતોને શાકભાજીની રોપણી મુલતવી રાખવા અપાઇ સૂચના
  • સુરત જિલ્લાના છુટાછવાયા વિસ્તારમાં પડી શકે છે વરસાદ

બારડોલી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર(Center for Agricultural Sciences), સુરત હેઠળ કાર્યરત જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા સુરત જિલ્લા માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી (Rainfall forecast in Surat district) કરવામાં આવી છે. મૌસમ વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ હાલમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સુરત જિલ્લામાં આગામી દિવસોમાં, તારીખ 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે. તારીખ 1 થી 2 ડિસેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે.

પવનની ઝડપ વધવાની પણ સંભાવના

હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ વધવાની પુરેપુરી શકયતા છે. તે ઉપરાંત પવનોની દિશા ઉત્તર-પુર્વીય રહેશે અને તારીખ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન પવનની ઝડપમાં મહત્વપુર્ણ વધારાની શકયતા છે.

ખેડૂતોએ આ સલાહ ધ્યાનમાં લેવી જરૂરી

આગામી દિવસોમાં આવનાર સંભવિત વરસાદને ધ્યાનમાં લઈ ખેડૂતોને શાકભાજી, પાકોની રોપણી મુલતવી રાખવા સલાહ આપવામાં આવી છે. તેમજ હાલમાં રોપણી કરેલ પાકોમાં વરસાદના પ્રમાણને ધ્યાનમાં રાખી વરસાદ બાદ પિયત આપવાની સલાહ પણ આપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના કૃષિ હવામાન વિભાગના નિષ્ણાત એ.એન.પટેલે જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, હાલમાં સક્રિય થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી પાંચ દિવસ દરમ્યાન જિલ્લામાં છુટા-છવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આથી આ દિવસો દરમિયાન ખેડૂતોને શાકભાજીના પાકોની રોપણી હાલ પૂરતી મુલતવી રાખવા જણાવવામાં આવે છે.

આ પણ વાંચો : રાજ્યના 13 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, આગમચેતી રૂપે જિલ્લા કલેક્ટરોને અપાઈ સૂચના

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર, કેદારનાથ અને બદરીનાથની યાત્રા પર પ્રતિબંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.