સુરત રાજ્યભરમાં ભારે વરસાદના કારણે કેટલાક પંથકમાં (Gujarat rain update) લોકો મુશ્કેલીનો સામનો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે. ગતરોજ શહેરના સણીયા (Rain in Surat) ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. આ પાણીમાં અચાનક એક પ્રાઇવેટ લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી. બસ પાણીમાં ફસાઈ જવાના કારણે 16 જેટલા પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ તમામ પ્રવાસીઓને તાત્કાલિક (rain update today) સ્થાનિક તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા વાહનવ્યવહારમાં મોટી બ્રેક
બસ પાણીમાં ફસાઈ સુરત શહેરના સળિયા ગામે મોડી રાત્રે ભારે વરસાદને (Rain Forecast in Gujarat) કારણે પાણી ભરાઈ ગયા હતા અને આ પાણીમાં અચાનક એક પ્રવાસીઓથી ભરાયેલી એક પ્રાઇવેટ લક્ઝરી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોને ધ્યાનમાં આવતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક તેમજ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક તમામ પ્રવાસીઓનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વાહનચાલકોને આવ્યો ભોગવવાનો વારો
પ્રવાસીઓનું રેસ્ક્યુ આ બાબતે ફાયર કંટ્રોલરૂમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, મોડી રાત્રે 11:48 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમને સણીયા ગામમાં બસ ફસાઈ છે તેનો કોલ આવ્યો હતો. જેને લઈને તાત્કાલિક દ્વારા ફાયર વિભાગની નાવડી અને ટીમ સાણીયા ગામે પહોંચી બસમાં (rain monsoon 2022) સવાર તમામ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મેધરાજા વિધિવત રીતે તેના વરસાદી વરસાવાના રાઉન્ડ પર ઉતર્યા છે. ત્યારે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.