- સુરતમાં પુલ પર સેલ્ફી પડાવવી બાળકને પડી ભારે
- મક્કાઈ પુલ પર રવિવારે એક બાળકે સેલ્ફી પડાવવા કરી હતી જીદ
- સેલ્ફી પડાવતા સમયે બાળક તાપી નદીમાં પડ્યો, 2 દિવસે મળ્યો મૃતદેહ
સુરતઃ શહેરમાં ગયા રવિવારે મકાઈ પુલ પરથી એક બાળક પડી ગયો હતો. જોકે, ફાયર વિભાગની ટીમે આ બાળકની તાપી નદીમાં શોધખોળ કરી હતી. છેવટે આજે 2 દિવસ પછી શહેરના શીતલ ચાર રસ્તા પાસે આવેલી તાપીના કિનારે બાળકનો મૃતદેહ મળ્યો હતો. તો અઠવા પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અને બાળકના પરિવારને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- મોડાસા રૂરલ PSIએ ચોરીનો ગુનો નોંધવામાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા
બાળકની મોડી રાત સુધી શોધખોળ ચાલુ હતી
મકાઈ પુલ પરથી પસાર થતા પિતાપુત્ર દિવાળીની રજાની મજા માણવા બહાર નીકળ્યા હતા. તે સમયે બાળકે જીદ કરતા પિતાએ મકાઈ પુલ પર ગાડી ઉભી રાખી હતી. ત્યારબાદ પુત્રએ સેલ્ફીની જીદ કરતા પિતાએ તેને પુલની પાળી પર બેસાડી સેલ્ફી લીધી હતી. અને તે જ સમયે પુત્રની મસ્તીના કારણે તે તાપી નદીમાં પડી ગયો હતો. જોકે, પિતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે અને સ્થાનિકો બાળકની શોધખોળમાં લાગ્યા હતા. જોકે, ફાયર વિભાગે મોડી રાતે બાળકને શોધી કાઢ્યો હતો.
આ પણ વાંચો- મધ્યપ્રદેશ: છિંદવાડાથી જુનારદેવની ખાડીમાં સેલ્ફી લેવા જતી 2 બહેનો નદીમાં ફસાઇ
પિતાની લાપરવાહીને લઈને પુત્રએ જીવ ગુમાવ્યો
આ સમગ્ર ઘટનામાં પિતાના લાપરવાહીને લઈને પુત્રનો જીવ ગયો છે તેમ કહી શકાય છે. કારણ કે, પિતાએ પુત્રની જીદ ન માની હોત તો આજે તેમનો પુત્ર તેમની સામે હોત. આ એક કિસ્સો સમાજને ઘણું બધું શીખવી જાય છે. આથી આવી જગ્યાઓ ઉપર આ રીતેનું કાર્ય કરતા અટકી જશે. આજે પિતાની લાપરવાહીને કારણે પુત્ર ગુમાવ્યો છે. તો પરિવાર શોખમાં ગરકાવ થઇ ગયો છે.
બાળકના પિતાએ પોતાની જ ભૂલ ગણાવી
બાળકના પિતા સઈદ શેખે જણાવ્યું હતું કે, મારી જ ભૂલના કારણે આજે મેં પુત્ર ગુમાવ્યો છે. મારો પુત્ર ધોરણ-5માં અભ્યાસ કરતો હતો. તે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો, પરંતુ રવિવારે તે ખુબ જ જીદ કરી રહ્યો હતો. એટલે હું તેને ફરવા લઈ ગયો હતો. ત્યારે મકાઈ પુલ પર આ ઘટના બની હતી. આ મારા જીવનની સૌથી મોટી ભૂલ છે.