સુરત: સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવેલી સુગર ફેક્ટરીઓએ (Sugar Mills of Surat )શનિવારના રોજ શેરડીના ટનદીઠ ભાવ જાહેર કર્યા હતા. જેમાં સૌથી વધુ ગણદેવી અને ત્યારબાદ બારડોલી સુગર ફેક્ટરીએ ભાવ (Price per ton of sugarcane )જાહેર કર્યા હતા. જો કે વર્ષ 2016-17ની સરખામણીએ 700થી 1000 રૂપિયા ઓછો ભાવ હોય ખેડૂતોની 2022માં આવક બમણી થવાની વાત પોકળ સાબિત થઈ હતી.
શેરડીના ટનદીઠ ભાવ જાહેર - બારડોલી સહિત દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓએ શનિવારના રોજ શેરડીના ટનદીઠ ભાવ (Sugarcane Price in Surat )જાહેર કર્યા હતા. જેમાં બારડોલી સુગર ફેક્ટરીએ કોઈ પણ જાતની આડપેદાશના ઉત્પાદન વગર બીજી સુગર ફેક્ટરીઓ કરતાં વધુ ભાવ (Price per ton of sugarcane )જાહેર કરતાં ખેડૂત સભાસદોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. સૌથી વધુ ભાવ ગણદેવી સુગર ફેક્ટરીએ 3361 અને બીજા નંબર પર બારડોલી સુગર ફેક્ટરીએ 3203 રૂપિયાનો ભાવ પાડ્યો હતો. ગત વર્ષ કરતાં ભાવમાં 300થી 400 રૂપિયા ટનદીઠ વધારે જાહેર થતાં મહદઅંશે ખેડૂતોએ રાહત અનુભવી હતી. જો કે, ખેડૂતોને વધુ ભાવની અપેક્ષા હતી જે પરિપૂર્ણ થઈ શકી ન હતી.
31મી માર્ચની જગ્યાએ 2જી એપ્રિલે નક્કી થયા ભાવ - સામાન્ય રીતે દર વર્ષે 31મી માર્ચના રોજ વર્ષના આખરી દિને શેરડીના ભાવો નક્કી કરવાની પરંપરા છે. પરંતુ છેલ્લા બે વર્ષથી નવું નાણાકીય વર્ષ શરૂ થયા બાદ ભાવ નક્કી કરવામાં આવે છે. શેરડીના આખરના ભાવની જાહેરાત થવાની હોય દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચાતક નજરે રાહ જોઇને બેઠા હતાં.
ખાંડ અને અન્ય આડપેદાશોના ભાવ ઊંચા રહેતા ખેડૂતોને વધુ ભાવની આશા હતી - શનિવારે બપોર બાદ એક પછી એક સુગર ફેક્ટરીના ભાવો જાહેર થવાની શરૂઆત થઈ હતી. આ વખતે ખાંડ બજાર પણ હકારાત્મક (Price per ton of sugarcane )રહ્યું હોવાથી સુગર મિલોને ખાંડના ભાવ પણ સારા મળ્યા છે. એટલુ જ નહીં મોલાસિસ, બગાસ જેવી આડપેદાશોના ભાવ પણ ગત વર્ષોની સરખામણીએ વધુ મળતા ખેડૂતોને શેરડીના ટનદીઠ ભાવ વધુ મળવાની આશા હતી. ગત વર્ષની સરખામણી તમામ સુગર ફેક્ટરીઓ 300 થી 450 રૂપિયા જેટલો ભાવ વધારે જાહેર કર્યો છે. જો કે ખેડૂત જે આશા રાખીને બેઠો હતો તે આ ભાવ કરતાં વધારે હતી. તેમ છતાં ખેડૂતોએ ભાવ સંતોષજનક હોવાનું માન્યું હતું. તો કેટલીક સુગર મિલોના સભાસદોમાં ભાવને લઈને કચવાટ જોવા મળ્યો હતો.
2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન પોકળ સાબિત થયું - બીજી તરફ આ ભાવને જોતાં સરકારનું 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન શેરડી પક્વતા ખેડૂતોના સંદર્ભમાં પોકળ સાબિત થયું હતું. સૌથી વધુ ભાવ ગણદેવી સુગર ફેક્ટરીએ 3361 અને ત્યારબાદ બારડોલી સુગર ફેક્ટરીએ 3203 રૂપિયા પ્રતિ ટન જાહેર કર્યો હતો. સૌથી ઓછો ભાવ કામરેજ સુગર ફેક્ટરીએ માત્ર 2727 (Price per ton of sugarcane )જાહેર કર્યો હતો.
આ પણ વાંચોઃ Sugar Mill In India: સાયણ ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની 61મી સાધારણ સભા મળી
ખેડૂતોને 2016-17ના વર્ષ કરતાં 700 થી 1000 રૂપિયા પ્રતિ ટન ઓછા મળ્યા - સુગર ફેક્ટરીની સ્થિતિ જોઈએ તો 6 વર્ષ અગાઉ 2016-17માં સુગર ફેક્ટરીના જે ભાવ હતા તેનાથી ખૂબ જ નીચા ભાવ આ વર્ષે ખેડૂતોને આપવામાં આવ્યા છે. આ 6 વર્ષના સમયગાળામાં શેરડીના ઉત્પાદન ખર્ચમાં બે ગણાથી પણ વધુનો વધારો (Price per ton of sugarcane ) થયો છે. રાસાયણિક ખાતર, બિયારણ, ડીઝલ, મજૂરી, ખેડ કે અન્ય ભાવો આસમાને છે. જ્યારે શેરડીના 2016-17ની સરખામણીએ ખૂબ જ નીચા જાહેર થયા છે. વર્ષ 2016-17માં ગણદેવી સુગર ફેક્ટરીએ 4441 રૂપિયા પ્રતિટન ભાવ જાહેર કર્યો હતો. જ્યારે બારડોલી સુગર ફેક્ટરીએ 3954 રૂપિયાનો ભાવ જાહેર કર્યો હતો. દરેક સુગર ફેક્ટરીઓએ વર્ષ 2016-17ની સરખામણીએ 700 થી 1000 રૂપિયા જેટલો ભાવ ઓછો જાહેર કર્યો છે. ખેડૂતોને 2016-17ની આસપાસનો ભાવ મળે તેવી આશા હતી.
ગત વર્ષનો ભાવ તફાવત |
સુગર ફેક્ટરી 2020-21 2021-22 ભાવ તફાવત |
ગણદેવી 2921 3361 +440 |
બારડોલી 2873 3203 +330 |
ચલથાણ 2636 2906 +270 |
મઢી 2601 2850 +249 |
મહુવા 2611 2885 +274 |
કામરેજ 2307 2727 +420 |
સાયણ 2636 3031 +395 |
દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીએ વર્ષ 2021-22ના શેરડીના ટન દીઠ ભાવ |
માસ ગણદેવી બારડોલી ચલથાણ મઢી મહુવા કામરેજ સાયણ |
ઓક્ટો. 3361 3203 2906 2850 2885 2727 3031 |
નવે. 3361 3203 2906 2850 2885 2727 3031 |
ડિસે. 3361 3203 2906 2850 2885 2727 3031 |
જાન્યુ. 3361 3203 2906 2850 2885 2727 3031 |
ફેબ્રુ. 3461 3303 2956 2900 2885 2787 3131 |
માર્ચ 3561 3403 3006 2950 2960 2827 3181 |
એપ્રિલ 3661 3503 3056 3000 3010 2877 3231 |
મે 3761 - - 3050 3060 - 3281 |
ખાંડના ભાવ વધતાં ખેડૂતોને વધુ ભાવ મળી શક્યા - ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખ અને ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘના ઉપપ્રમુખ કેતન પટેલે જણાવ્યુ હતું કે, તમામ સુગર મિલોએ 200થી 300 જેટલો ભાવ વધારો આપ્યો છે. ખાંડના ભાવમાં થયેલા વધારાને કારણે ખેડૂતોને આટલો વધારો આપી શકાયો છે. આવનારા વર્ષોમાં પણ સારા ભાવ ખેડૂતોને મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ખેડૂત આગેવાન અને સાયણ સુગર ફેક્ટરીના દર્શન નાયકે જણાવ્યુ હતું કે, ખાતર અને અન્ય ખર્ચાઓ વધતાં ખેડૂતોને સારા ભાવની અપેક્ષા હતી. અને અપેક્ષા મુજબ અમારી સયાણ સુગર ફેક્ટરી ભાવ આપવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચોઃ સિંગાપોર,મલેશિયા, ઈરાક અને થાઈલેન્ડના લોકોને પસંદ છે સુરતની રો સુગર