ETV Bharat / city

PP Savani Group: 'ચૂંદડી મહિયરની' નામે 300 દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન - લોકગાયિકા યોગિતા પટેલ

પી.પી. સવાણી ગ્રુપ (pp savani group surat) દ્વારા 'ચૂંદડી મહિયરની' નામે આગામી 4 અને 5 ડિસેમ્બરે લગ્ન સમારોહ (chundadi mahiyarni wedding ceremony in surat)નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીઓ સહિત 300 દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે. આ લગ્ન સમારોહમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ચારેય ધર્મની દીકરીઓના એમના ધર્મવિધિ અનુસાર લગ્ન યોજાશે.

PP Savani Group: 'ચૂંદડી મહિયરની' નામે 300 દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન

author img

By

Published : Dec 1, 2021, 6:18 PM IST

  • 300 દીકરીઓમાંથી 103 દીકરીઓના માતા-પિતા નથી
  • 4 અને 5 ડિસેમ્બરે ભવ્ય લગ્ન સમારોહ યોજાશે
  • અલગ-અલગ ધર્મની દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે

સુરત: પી.પી. સવાણી ગ્રુપ (pp savani group surat) દ્વારા આ વખતે પણ પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી 300 દીકરીઓના 'ચૂંદડી મહિયરની' (chundadi mahiyarni wedding ceremony in surat) નામે આગામી 4 અને 5 ડિસેમ્બરે લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 300 દીકરીઓ પૈકીની 103 દીકરીઓ એવી છે કે જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી.

PP Savani Group: 'ચૂંદડી મહિયરની' નામે 300 દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન

3 હજાર જેટલી દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચૂક્યો છે સવાણી પરિવાર

પી.પી.સવાણી પરિવાર આજ સુધી લગભગ 3,000 જેટલી દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચૂક્યો છે. સુરતના સખાવતી પી.પી.સવાણી પરિવાર દ્વારા એક વર્ષના કોરોના (corona in gujarat)ના કારણે પડેલા અંતરાલ પછી આ વર્ષે ફરી 2 દિવસના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન (grand wedding ceremony in gujarat) કર્યું છે. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 300 દીકરીઓના 'ચૂંદડી મહિયરની' નામે આગામી 4 અને 5 ડિસેમ્બરે આયોજન થયું છે.

અલગ-અલગ ધર્મની દીકરીઓના લગ્ન તેમની ધર્મવિધિ પ્રમાણે યોજાશે

હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ચારેય ધર્મની દીકરીઓના એમના ધર્મવિધિ અનુસાર લગ્ન યોજાશે. કોવિડ પછીની સ્થિતિને કારણે લગ્ન સમારોહ મર્યાદિત મહેમાનોની હાજરીમાં 2 દિવસ અને સવાર-સાંજ એમ 4 તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે.​ આ વર્ષે 300 દીકરીઓ પૈકીની 103 દીકરીઓ એવી છે કે, જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી એવી દીકરીઓ (kanyadan of orphan daughters in surat)નું કન્યાદાન મહાનુભાવોના હસ્તે થશે.

લગ્ન સમારોહમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે

પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી 4,446 દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતો સુરતનો પી.પી.સવાણી પરિવાર આજ સુધી લગભગ 3,000 જેટલી દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચૂક્યો છે. દીકરીને પોતીકું લાગે અને એના લગ્ન વિશેના તમામ સપના પુરા થાય એવી તમામ વ્યવસ્થા આ લગ્ન સમારોહમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી થતી આવી છે. કોઇપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે.

સમગ્ર વ્યવસ્થાના સંચાલન માટે 31 જેટલી સમિતિ બનાવવામાં આવી

એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હશે તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢાતા હશે. અનેક રાજસ્વી મહાનુભાવો, સનદી અધિકારીઓની સાથે અમે કોવીડની મહામારી દરમિયાન સેવા આપનાર અનેક મહાનુભાવોને કન્યાદાન માટે આવવા આમંત્રણ આપ્યું છે. 'ચૂંદડી મહિયરની' કાર્યક્રમની તૈયારી તો મહિનાઓ અગાઉથી ચાલી રહી છે. પરંતુ લગ્ન દિવસોએ પણ સમગ્ર વ્યવસ્થા એટલી જડબેસલાક કરવામાં આવી છે કે દુલ્હા-દુલ્હન કે એના પરિવાર સહિત કોઈ મહેમાનને અગવડ ન પડે. સમગ્ર વ્યવસ્થાના સંચાલન માટે 31 જેટલી સમિતિ બનાવી છે અને એની જવાબદારી સોંપવામાં આવી છે. મંડપ, ભોજન, પાર્કિંગ જેવા મોટા કામોની સાથે જ દીપ પ્રાગટ્ય કોણ કરાવશે કે મહેમાનને કોણ બેસાડશે ત્યાં સુધીનું આયોજન છે. સમગ્ર આયોજન સવાણી પરિવાર, વિવિધ સંસ્થાઓ અને સ્નેહીજનો ઉપાડતા હોય છે.

'ચૂંદડી મહિયરની' થીમ સોન્ગનું લોકાર્પણ થશે

આ લગ્ન ઉત્સવમાં વિવિધ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. અખંડ ભારતની મુહિમમાં સૌ પ્રથમ પોતાનું રજવાડું સોંપનાર પ્રજા વત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી (maharaja krishnakumar singh ji bhavnagar)ના વારસદાર અને ભાવનગર રાજ્યના યુવરાજ સાહેબ જયવીરરાજ સિંહજી, રાજમાતા સહ પરિવાર સમારોહમાં હાજરી આપશે. બંને દિવસ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એક દિવસ 85 વર્ષથી વધુ ઉમરના દાદા-દાદી અને વિવિધ 45 સમાજના પ્રમુખ હસ્તે અને બીજા દિવસે વિધવા બહેનો અને નાની દીકરીઓના હસ્તે થશે. જાણીતા લોકગાયિકા યોગિતા પટેલ (folk singer yogita patel) રચિત સમારોહનું થીમ સોન્ગ 'ચૂંદડી મહિયરની' (chundadi mahiyarni theme song)નું લોકાર્પણ થશે. સાથે જ એક શોર્ટ ફિલ્મનું પણ લોકાર્પણ થશે. માનવતા ધર્મ - હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ચારેય ધર્મની વિધી મુજબ 4 યુગલોના લગ્ન થવાના છે એની નાટ્યાત્મક પ્રસ્તુતિ થશે.

47 જ્ઞાતિઓની દીકરીઓનાં લગ્ન થશે

હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ચારેય ધર્મની દીકરીઓના એમના ધર્મવિધિ અનુસાર લગ્ન યોજાશે. પી.પી.સવાણી ગ્રુપ દ્વારા 2008થી ચાલી રહેલી આ દીકરીઓના લગ્નની પ્રણાલી હેઠળ 'ચૂંદડી મહિયરની' શીર્ષક નીચે 300 દીકરીઓના લગ્ન કરવામાં આવશે. દર વર્ષે આપણે લગ્ન ઉત્સવ કરીએ છીએ. ગત વર્ષે કોવિડ-19ની મહામારીને કારણે લગ્ન ઉત્સવ કરી શક્યા નહોતા. ત્યારે આ વર્ષે ચૂંદડી મહિયરમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એમ ચારેય ધર્મની કુલ 47 અલગ અલગ જ્ઞાતિઓની દીકરીઓનાં લગ્ન થવાના છે. આ લગ્ન ઉત્સવ અમે એવી દીકરીઓ માટે કરીએ છીએ જે દીકરીઓને પિતાની છત્રછાયા નથી. આમાંથી 103 દીકરીઓ એવી છે કે જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી. જ્યારે આવી 103 દીકરીઓ સાથે 300 દીકરીઓનાં લગ્ન જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશની 2 દીકરીઓ હૈદરાબાદની એક દીકરી અને દિલ્હીથી એક દીકરીઓ ભાગ લઇ રહ્યા છે.

લગ્ર બાદ કુલ્લુ-મનાલીની 12 દિવસની ટૂરનું આયોજન

આ તમામ દીકરીઓએ તેમના પપ્પાએ જોએલા સપનાઓ, દીકરીઓએ જોએલા સપનાઓ પુરા કરવા માટે અને મહેંદી રસમથી લઈને, બ્યુટીપાર્લરથી લઈને દીકરીને લગ્ર પછી કુલ્લુ-મનાલી 12 દિવસની ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે 4 તારીખથી 2 સેશનમાં કોવિડ-19ની પરિસ્તિથીને લઈને અમારા લગ્ન સાંભરંભને 4 ભાગમાં ડિવાઈડ કર્યું છે. જેમાં 4 તારીખે સવારમાં 60થી 65 દીકરીઓ અને સાંજના સેશનમાં 60થી 65 દીકરીઓ એવી જ રીતે 5 તારીખે પણ આજ પ્રમાણે યોજાશે. આ લગ્ન ઉત્સવમાં ચારે પ્રોગ્રામના અંદર જે દીપ પ્રાગટ્ય કરશે એમાં અલગ અલગ રીતે અલગ સામાજિક સંસ્થાના પ્રમુખો, કોવિડ-19માં જેમણે સેવામાં સાથ આપ્યો એવા પ્રમુખો, નાની બાળાઓ, 85 વર્ષથી ઉપરના વડીલો અને ગંગા સ્વરૂપ બહેનો આવી રીતે અમે અલગ અલગ મેહમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Samuhika Diksha Mahotsav : સુરતમાં 15 જેટલા ઉચ્ચ ડિગ્રીધારી કરોડપતિઓએ લીધી દીક્ષા

આ પણ વાંચો: murder case in surat : પતિએ પહેલા પત્નીને મારીને પોતે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.