ETV Bharat / city

પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ :સંપત્તિ માટે મૃતક માતાના અંગુઠાના નિશાન લેવા બદલ પુત્રએ નોંધાવી ફરિયાદ - ગુજરાત પોલીસ

સુરતના ઉમરા પોલીસ મથકમાં એક પુત્રએ પિતાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં જણાવ્યા મુજબ પિતાએ માતાના અંગૂઠાનું નિશાન કોરા કાગળ પર લઈ સંપત્તિ પોતાના નામે કરી છે. 3 વર્ષ પહેલા ખોટી રીતે વીમા પોલિસી, બેન્ક એકાઉન્ટની પાસબુક તથા ચેકબુક સહિત અસલી દસ્તાવેજ તેમની પાસે રાખી મૂક્યા છે.

પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ :સંપત્તિ માટે મૃતક માતાના અંગુઠાના નિશાન લેવા બદલ પુત્રએ નોંધાવી ફરિયાદ

author img

By

Published : Jul 27, 2021, 1:11 PM IST

  • સુરતમાં પુત્રએ કરી પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ
  • સંપતિ લેવા માટે મૃતક માતાના અંગુઠાના નિશાન લીધા
  • સંપત્તિ ખોટી રીતે પોતાના નામે કરવા બદલ ઉમરા પોલીસમાં ફરિયાદ

સુરત: શહેરના ઉમરા પોલીસ મથકમાં એક પુત્રએ પિતાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ મુજબ પિતાએ માતાના અંગૂઠાનું નિશાન કોરા કાગળ પર લઈ સંપત્તિ પોતાના નામે કરી છે. ઉગત વિસ્તારમાં આવેલા દેવાસી સોસાયટીમાં રહેતા નૈનેશ ઠાકોર પટેલ દ્વારા પોતાના પિતા વિરુદ્ધ સમગ્ર સંપત્તિ ખોટી રીતે પોતાના નામે કરવા બદલ ફરિયાદ કરી છે. ફરિયાદીનું કહેવું છે કે, મારા પિતા ઠાકોર ભુલા પટેલ અને મારી ભત્રીજી પૂજા મોદી દ્વારા મારા 3 વર્ષ પહેલા મારી માતાના અંગૂઠાનો કોરા કાગળ ઉપર નિશાન લઈને ખોટી રીતે વીમા પોલિસી, બેન્ક એકાઉન્ટની પાસબુક તથા ચેકબુક સહિત અસલી દસ્તાવેજ તેમની પાસે રાખી મૂક્યા છે.

મૃત અવસ્થામાં લીધું માતાના અંગુઠાનું નિશાન

ફરિયાદમાં પુત્રે જણાવ્યું છે કે, થોડા દિવસ પહેલા મને આ ડોક્યુમેન્ટની જરૂર પડી ત્યારે મારા પિતા પાસેથી દસ્તાવેજ માંગ્યા ત્યારે મારા પિતા આ બાબતે મારી ઉપર ગુસ્સે થઈને મને મારવાની ધમકી પણ આપી હતી. આટલું જ નહીં મેં મારી ફરિયાદમાં એમ પણ લખાવ્યું છે કે, જે દિવસે મારી માતાનું મૃત્યુ થયું તે દિવસે જ મારા પિતા ઠાકોર ભુલા પટેલ અને મારી ભત્રીજી પૂજા મોદી દ્વારા મારી માતા મૃત અવસ્થામાં હતી ત્યારે જ તેમણે કોરા કાગળો ઉપર અંગૂઠાનું નિશાન લઈ લેવામાં આવ્યું હતું. જેથી કહી શકાય છે કે, તેમનો ઈરાદો ખોટો હતો. તમામ પ્રકારના અસલી ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખ્યા હતા.

મારા પિતા ઉપર પહેલાથી જ જમીન ખોટા ના કેસો ચાલું

આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરનારા નૈનેશ ઠાકોર પટેલ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે, બે વર્ષ પહેલા મારા પિતા વિરુદ્ધ શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં જમીન ઘોટાલા મામલે બે કેસ ચાલી રહ્યા છે. 28 વર્ષ પહેલાં નૈનેશ અમેરિકામાં રેસ્ટોરન્ટ ચલાવતો હતો. ત્યારબાદ પત્નીથી છૂટાછેડા થયા બાદ હું સુરત આવ્યો અને બીજા લગ્ન પણ કર્યા હતા પરંતુ મારા ઘરમાં મારી પત્ની તથા મારા પિતા સાથે કોઈને કોઈ વાતથી કાયમ ઝઘડો થવાના કારણે મારી બીજી પત્ની પણ મને છોડીને જતી રહી હતી.

મારા પિતાની નજર પુણા કુંભારીયા રોડ પર આવેલી જમીન પર પણ

નરેશ ઠાકોર પટેલ દ્વારા ફરિયાદમાં વધુમાં એમ જણાવ્યું કે, મારા પિતાએ મારી નાનીના ઘરેથી એટલે કે ચંદન પટેલને જમીન ભેટમાંં આપવામાં આવી હતી. આ જમીન પુણા કુંભારીયા રોડ ઉપર આવેલી છે. 3 વર્ષ પહેલા મારી માતાના મૃત્યુ બાદ તે જમીન ઉપર વારસાગત રીતે મારો અધિકાર હતો. પરંતુ તે સમય બાદ પણ મારા પિતા દ્વારા આ જમીન ઉપર નામ બદલવા માટે મારી ઉપર અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. તે પછી મારા પિતા દ્વારા જબરજસ્તી આ જમીન મારી ભત્રીજી પૂજા મોદીના નામ ઉપર કરવામાં આવી છે.

આ પણ વાંચો: નેપાળી યુવતીઓને જબરદસ્તી દેહવ્યાપારમાં ધકેલતો શખ્સ 4 વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો

ઉમરા પોલીસ દ્વારા આ મામલે તપાસ ચાલુ

નૈનેશ ઠાકોર પટેલ દ્વારા પોતાના પિતા ઠાકોર ભુલા પટેલ તથા તેમની ભત્રીજી પૂજા મોદી દ્વારા તેમની માતાની સમગ્ર સંપત્તિ ખોટી રીતે પોતાના નામે કરવા બદલ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉમરા પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.