ETV Bharat / city

પ્રેમ પ્રકરણમાં સમાધાન કરવા ગયેલા યુવકની હત્યા કરનારો આરોપી ઝડપાયો - યુવકની હત્યા

સુરત: શહેરના ડભોલી વિસ્તારમાં સ્કૂલમાં અભ્યાસ કરતા ચાર તરુણો પૈકી બે તરુણ વચ્ચે ગર્લફ્રેન્ડ બાબતે થયેલા ઝઘડામાં ગત રાત્રીના સમાધાન માટે ગયેલા યુવક પર બે યુવાનોએ છાતીમાં અને ગળામાં ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. ચોકબજાર પોલીસે બે હત્યારાઓની પૈકી એકની ધરપકડ કરી છે.

surat police news
યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો
author img

By

Published : Dec 2, 2019, 12:09 PM IST

સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા અને નજીકની શાળામાં અભ્યાસ કરતા ચાર તરુણો પૈકી બે તરુણો વચ્ચે ગર્લફ્રેન્ડ બાબતે ઝઘડો થયો હતો. આથી એક તરુણે પોતાના પરિચિત રાકેશ શંકરભાઇ સોનારધરેને વાત કરી હતી. જ્યારે બીજા તરુણે તેના પરિચિત સંદીપ ઉર્ફે મામાદેવ રાઘવભાઈ પીપલીયાને વાત કરી હતી. શુક્રવારના રાત્રીના 10.30 વાગ્યાના અરસામાં સંદીપ તેના મિત્ર પાર્થરાજ દીપસંગ ચૌહાણ સાથે રાકેશની સોસાયટીના નાકે પહોંચ્યો હતો અને સમાધાનની વાત કરવા રાકેશને બોલાવ્યો હતો. ત્યારે ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો મૂળ મહારાષ્ટ્રના નાગપુરનો વતની રાકેશ બે વખત કહેવડાવ્યા બાદ આવ્યો હતો. તે આવતા જ સંદીપ અને પાર્થરાજે ઝઘડો કરી તેની છાતીમાં અને ગળામાં ચપ્પુના ઘા માર્યા હતા અને ફરાર થઇ ગયા હતા. બાદમાં રાકેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા બાદ તેનું મોત નીપજ્યું હતું.

યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો

ઘટનાની જાણ થતા ચોકબજાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રાકેશના ભાઈ ભાવેશની ફરિયાદના આધારે સંદીપ અને પાર્થરાજ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સંદીપની ધરપકડ કરી હતી. સંદીપ વિરુદ્ધ અગાઉ મારામારીના ગુનાઓ નોંધાયા છે. હત્યા પાછળનું પ્રાથમિક કારણ ગર્લફ્રેન્ડના ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી. જેને લઈ હાલમાં પોલીસે એક મુખ્ય આરોપીની ધરપકડ કરી અને બીજા આરોપીને શોધખોળ શરૂ કરી છે.

Intro:સુરત : ડભોલીમાં સ્કુલમા અભ્યાસ કરતા ચાર તરુણો પૈકી બે તરુણ વચ્ચે ગર્લફ્રેન્ડ બાબતે થયેલા ઝઘડામાં ગત રાત્રીના સમાધાન માટે ગયેલા એક યુવાક પર બે યુવાનોએ છાતીમાં અને ગળામાં ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. ચોકબજાર પોલીસે બે હત્યારાઓની ધરપકડ કરી છે...

Body:સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા અને નજીકની શાળામાં અભ્યાસ કરતા ચાર તરુણો પૈકી બે તરુણો વચ્ચે ગર્લફ્રેન્ડ બાબતે ઝઘડો થયો હતો. આથી એક તરુણે પોતાના પરિચિત રાકેશ શંકરભાઇ સોનારધરેને વાત કરી હતી જયારે બીજા તરુણે તેના પરિચિત સંદીપ ઉર્ફે મામાદેવ રાઘવભાઈ પીપલીયાને વાત કરી હતી.શુક્રવાર ના રાત્રીના10.30 વાગ્યાના અરસામાં સંદીપ તેના મિત્ર પાર્થરાજ દીપસંગ ચૌહાણ સાથે રાકેશની સોસાયટીના નાકે પહોંચ્યો હતો અને સમાધાનની વાત કરવા રાકેશને બોલાવ્યો હતો. ત્યારે
ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો મૂળ મહારાષ્ટ્રના નાગપુરનો વતની રાકેશ બે વખત કહેવડાવ્યા બાદ આવ્યો હતો. તે આવતા જ સંદીપ અને પાર્થરાજે ઝઘડો કરી તેની છાતીમાં અને ગળામાં ચપ્પુના ઘા માર્યા હતા અને ફરાર થઇ ગયા હતા.બાદમાં રાકેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા બાદ તેનું મોત નીપજ્યું હતું....

Conclusion:મોત થતા ચોકબજાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રાકેશના ભાઈ ભાવેશની ફરિયાદના આધારે સંદીપ અને પાર્થરાજ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સંદીપની ધરપકડ કરી સંદીપ વિરુદ્ધ અગાઉ મારામારીના ગુનાઓ નોંધાયા છે.હત્યા પાછળનું પ્રાથમિક ગરફ્રેન્ડના ઝગડામાં હત્યા કરવામાં આવી હતી જેને લઈ હાલમાં પોલીસે એક મુખ્ય આરોપીની ધરપકડ કરી અને બીજા આરોપીને શોધખોળ શરૂ કરી...

બાઈટ :- પી એલ ચૌધરી ( એસીપી,સુરત પોલીસ )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.