ETV Bharat / city

PM મોદીએ વર્ચ્યૂઅલ સંબોધનમાં શહેરના વખાણની સાથે જૂના જોગીઓને યાદ કર્યા ને ડોક્ટરોને કરી અપીલ - gujarat multispeciality hospital

સુરતના ઓલપાડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યૂઅલ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં ઓલપાડ ખાતે મેગા મેડિકલ કેમ્પમાં હજારો લાભાર્થીઓ લાભ લેશે. PM Narendra Modi virtual address, various schemes beneficiaries.

PM મોદીએ વર્ચ્યૂઅલ સંબોધનમાં શહેરના વખાણની સાથે જૂના જોગીઓને યાદ કર્યા ને ડોક્ટરોને કરી અપીલ

author img

By

Published : Sep 8, 2022, 11:33 AM IST

Updated : Sep 8, 2022, 11:58 AM IST

સુરત ઓલપાડ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો લાભાર્થીઓ લાભ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદ કર્યો હતો. વડાપ્રધાને વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત (pm modi interaction) કરી તેમની પાસેથી માહિતી (various schemes beneficiaries) મેળવી હતી.

પ્રાકૃતિક ખેતી પર ભાર આ સંવાદ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓએ વડાપ્રધાનનો આભાર (PM Narendra Modi virtual address) વ્યક્ત કર્યો હતો. તો વડાપ્રધાને લાભાર્થીઓ સાથે વાતચીત દરમિયાન પ્રાકૃતિક ખેતી (Natural farming) કરવા ઉપર ભાર મૂક્યો હતો.

સુરતીલાલાઓ બધાને સ્વીકારી લે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલ સંબોધનમાં (PM Narendra Modi virtual address) જણાવ્યું હતું કે, સેવાભાવ શું હોય છે. તેને સુરતના લોકો સારી રીતે જાણે છે અને આ તો સુરતીલાલાઓના લોહીમાં છે. સુરત સૌને જોડનારું છે. સૌનો સમાવેશ કરનારું શહેર છે. અહીં આવે એટલે કોઈ પણ વ્યક્તિની રહેણીકરણી બદલાઈ જાય છે. તે જ સુરતની શક્તિ છે.

શહેરની રગરગમાં એકતાનો ભાવ છે વડાપ્રધાને વધુમાં (PM Narendra Modi virtual address) ઉમેર્યું હતું કે, સુરતની રગરગમાં એકતાનો ભાગ છે, એટલે મારા દિલમાં સુરતનું વિશેષ સ્થાન છે. સુરતની એકતા સામે કોઈ પણ પડકાર ટકી ન શક્યો. સુરતે મને જેટલો સહયોગ અને આશીર્વાદ આપ્યા છે. તેને હું ક્યારેય ન ભૂલી શકું.

વડાપ્રધાને આ લોકોને કર્યા યાદ સુરતની વાત આવે ત્યારે કાશીરામ રાણા, પ્રવિણ નાયક, હેમંત ચપટવાલા, ભગુભાઈ બિમલ, ડો. કનુભાઈ માવાણી, ઈશ્વરભાઈ, સુમન દેસાઈ જેવા જૂના જોગીઓને યાદ કર્યા હતા.

ગુજરાતમાં હોસ્પિટલનું સશક્ત નેટવર્ક છે આજે સમગ્ર ગુજરાતમાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું સશક્ત નેટવર્ક (gujarat multispeciality hospital) તૈયાર થયું છે. છેલ્લા 2 દાયકામાં મેડિકલ કૉલેજ 11થી વધીને 31 થઈ ચૂકી છે. AIIMS સહિત અનેક મેડિકલ કૉલેજ બની રહી છે. સુરતમાં સ્મીમેર, નવી સિવિલ હોસ્પિટલ, તપાસની સુવિધા કે પછી મહામારીને મોનિટર કરવા વિશેષ સેન્ટર જેવી અનેક આધુનિક વ્યવસ્થા બનાવવામાં આવી છે.

ડોક્ટરોની એક સલાહ જીવન બદલી શકે છે કેમ્પમાં જોડાયેલા ડોક્ટરોને આગ્રહ કર્યો હતો કે, તમે સારવારની સાથે સાથે દર્દીઓની જીવનશૈલી પર વાતચીત કરો. તમે તેમને પૌષ્ટિક આહાર માટે પ્રેરિત કરો. ડોક્ટરોની એક નાની સલાહ બીમાર વ્યક્તિનું જીવન બદલી શકે છે. તેનાથી અનેક શારીરિક સમસ્યાઓથી પણ છૂટકારો આપી શકે છે. સમાજ અને સરકાર સેવાભાવથી એકસાથે આવે છે. ત્યારે સફળતા વ્યાપક પણ હોય છે અને સર્વસ્પર્શી પણ હોય છે.

Last Updated : Sep 8, 2022, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.