સુરત : દક્ષિણ ગુજરાતમાં ઉઠેલા આદિવાસી આંદોલનને (Adivasi Andolan In South Gujarat) ધ્યાને લઇ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પાંચ જિલ્લાઓના 3052 કરોડના વિકાસ કાર્યોને લોકો સમક્ષ મુકવા ગુજરાત ગૌરવ અભિયાન (Gujarat Gaurav Abhiyan)કાર્યક્રમ ખુડવેલ ગામે યોજવામાં આવ્યો છે. 65 વીઘા જમીનમાં ઉભા કરાયેલા વિશાળ જર્મન ડોમમાં પાંચેય જિલ્લામાંથી આવનારી 4.50 લાખની જનમેદનીને વડાપ્રધાન મોદી સંબોધન (PM Modi Gujarat Visit)કરશે.
ગૃહપ્રધાન તૈયારીઓનું નિરીક્ષણ કર્યું - વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વે આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (HM Harsh Sanghvi Visit )સુરક્ષા વ્યવસ્થાને લઈ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. જેમની સાથે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને આદિજાતિ પ્રધાન નરેશ પટેલ પણ જોડાયા હતાં. ઉલ્લેખનિય છે કે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટ રદ થયા બાદ પણ આદિવાસીઓ શ્વેતપત્રની માંગ કરી રહ્યા છે. ત્યારે પીએમ મોદી (PM Modi Gujarat Visit)દક્ષિણ ગુજરાતના નારાજ આદિવાસીઓને ( Adivasi Andolan In South Gujarat ) મનાવવા આવી રહ્યા હોવાની ચર્ચા જિલ્લાના આદિવાસી પંથકમાં ઉઠવા પામી છે.
આ પણ વાંચોઃ Kaprada Astol Water Scheme: આ જિલ્લામાં પીએમ મોદી કરોડોની યોજનાનું ઉદ્ઘાટન કરશે
પાણી પુરવઠાની યોજનાનું કરશે ઈ-ખાતમુહૂર્ત - વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit)સુરત જિલ્લામાં રૂ. 86 કરોડના ખર્ચે સાકાર થનાર ‘માંડવી ગ્રૂપ ફોર સુરત જૂથ પાણી પૂરવઠા યોજના’નું (Mandvi Group for Surat Group Water Supply Scheme) ખુડવેલથી ઈ-ખાતમુહૂર્ત કરશે. કરોડોના વિકાસકાર્યોની સાથોસાથ સુરત જિલ્લાને પણ નવી યોજનાની ભેટ આપશે. માંડવી અને બારડોલી તાલુકાના 44 ગામોના 321 ફળિયાઓની અંદાજિત 72000 વસ્તીને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થશે.
આ પણ વાંચોઃ PM Modi visits Gujarat : નવસારીમાં વિકાસનો થનગનાટ, હોસ્પિટલ, કોલેજ માટે જવું નહિ પડે દુર
રૂ. 3050 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) 10 મી જૂનના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ (Gujarat Gaurav Abhiyan)અંતર્ગત પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. 3050 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે, નોંધનીય છે કે, ખુડવેલથી દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના સામૂહિક રીતે અંદાજીત રૂ.900 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને અંદાજીત રૂ.2150 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરશે.