ETV Bharat / city

સુરતમાં પેટ્રોલની કિંમતે સદી ફટકારી, Petrol-Dieselને GSTના સ્લેબમાં લાવવા લોકોની માગ - પેટ્રોલ અને ડીઝલને GST સ્લેબમાં લાવવા માગ

સુરતમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી છે. ત્યારે સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સુરતમાં 'અબકી બાર પેટ્રોલ 100 કે પાર' થયું છે. અહીં પેટ્રોલ અને ડીઝલના (Petrol-Diesel) ભાવને GSTના સ્લેબમાં લાવવા લોકો માગ કરી રહ્યા છે.

સુરતમાં પેટ્રોલની કિંમતે સદી ફટકારી, Petrol-Dieselને GSTના સ્લેબમાં લાવવા લોકોની માગ

author img

By

Published : Oct 8, 2021, 3:56 PM IST

  • સુરત શહેરમાં પેટ્રોલની કિંમતે સદી ફટકારી, પ્રતિલિટર 100.23 રૂપિય થયો ભાવ
  • સુરતમાં પેટ્રોલના ભાવે સતત પૂર્ણ કરતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
  • મોંઘવારી અને બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવએ માઝા મૂકી
  • ડીઝલ 99.21 રૂપિયા પ્રતિલિટરની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યું
  • ભાજપ સરકાર કલમ 370 નાબૂદ કરી શકતી હોય તો પેટ્રોલ-ડીઝલની (Petrol-Diesel) ભાવ તો ઓછા કરી જ શકે, સુરતમાં ગ્રાહકોનો આક્રોશ

સુરત: એક તરફ મોંઘવારી અને બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવએ માઝા મુકી છે. સુરતમાં 'અબકી બાર પેટ્રોલ 100 કે પાર' ની સ્થિતિમાં આવી ગયું છે. સુરતમાં પેટ્રોલના ભાવ એ સતત પૂર્ણ કરતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. લોકોની માગણી છે કે, પેટ્રોલ અને ડીઝલને GSTના સ્લેબમાં લાવવામાં આવે.

આ પણ વાંચો- પેટ્રોલ ડીઝલ જીએસટીમાં સમાવવા મુદ્દે કાઉન્સિલ નક્કી કરશે, ઊર્જા વિભાગની સબસિડી બાબતે જાહેરાત થશે: કનુ દેસાઈ

પેટ્રોલના ભાવ જોઈ લોકો ચોંકી ઉઠ્યા

સુરતમાં વહેલી સવારથી પેટ્રોલ ભરાવવા પહોંચેલા શહેરીજનો અચાનક જ મીટર બોક્સને જોઈ આશ્ચર્યમાં મુકાયા હતા. કારણ કે, આજે પહેલી વખત સુરતમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર કરી દીધા છે. અહીં પ્રતિલિટર 100 રૂપિયા પેટ્રોલના ભાવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સુરત શહેરમાં પેટ્રોલ પ્રતિલિટર 100.23 રૂપિયા અને ડીઝલ 99.21 રૂપિયા ઐતિહાસિક સપાટી પર પહોંચ્યું છે. લોકો આ માટે પણ ચિંતિત છે. કારણ કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા અને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ ભાવ વધારો થતો હોય છે.

ભાજપ સરકાર કલમ 370 નાબૂદ કરી શકતી હોય તો પેટ્રોલ-ડીઝલની ભાવ તો ઓછા કરી જ શકે, સુરતમાં ગ્રાહકોનો આક્રોશ

આ પણ વાંચો- ઓક્ટોબરના 8 દિવસમાં 5 વખત Petrol-Dieselની કિંમત વધી, અમદાવાદમાં પેટ્રોલ 100ને પાર

પેટ્રોલ અને ડીઝલને GST સ્લેબમાં લાવવાની જરૂર

સુરતના એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવવા આવેલા ગ્રાહકે જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલને GSTના સ્લેબમાં લાવવાની જરૂર છે. આ વાત મુશ્કેલ હોય શકે છે, પરંતુ આ અશક્ય નથી. કારણ કે, કેન્દ્ર સરકાર અગાઉ પણ મોટી બાબતો કરી ચૂકી છે. જ્યારે મેં બાઈક ચલાવવાની શરૂઆત કરી ત્યારે 62 રૂપિયા પ્રતિલિટર પેટ્રોલ ભરાવતો હતો. હાલ 100 રૂપિયા થઈ જતા મુશ્કેલીઓ થઈ રહી છે. કારણ કે પેટ્રોલના ભાવમાં વધારો થતા તેની સીધી અસર મોંઘવારી ઉપર પડશે. ભાજપ સરકાર જો ધારા 370 હટાવી શકતી હોય તો આ પણ સંભવ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવને GST સ્લેબમાં તેઓ લાવી શકે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે તો મોંઘવારી પણ વધશે

તો અન્ય ગ્રાહકે જણાવ્યું હતું કે, મોંઘવારી સતત વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે. તેમાં કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની જરૂરિયાત છે. અત્યારે 100 રૂપિયા પ્રતિલિટર પેટ્રોલનો ભાવ થયો છે, જેની સીધી અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર જોવા મળે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. તો મોંઘવારી પણ વધશે. સરકાર જો પેટ્રોલ અને ડીઝલને GSTના સ્લેબમાં લાવે તો પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો શક્ય છે.

100 રૂપિયામાં 5 લિટર પેટ્રોલ પર આવતું હતું

સુરત મહાનગરપાલિકાના એક કર્મચારી વિપુલ મોદીએ જણાવ્યું હતું કે, સતત વધી રહેલી મોંઘવારીના કારણે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. એક વખત 100 રૂપિયામાં 5 લિટર પેટ્રોલ પર આવતું હતું. આજે 100 રૂપિયામાં એક લિટર પેટ્રોલ ભરાવી રહ્યો છું. સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ચિંતાજનક છે સરકારને આ બાબતે વિચારવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.