- સુરતની સાયબર સેલે મહારાષ્ટ્રથી બન્ને લોકોની ધરપકડ કરી
- બેન્કના કુલ 11 બેન્ક એકાઉન્ટ ગુનામાં ઉપયોગ કર્યા
- વર્ષ 2009થી આ પ્રકારના ગુના આચરતો
સુરત : અજય ભીખુભાઈ રાઠોડ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 2020ના નવેમ્બર મહિનામાં તેઓએ પેપરમાં એક જાહેરાત જોઈ હતી. જેમાં કોમલ બ્યુટીપાર્લરના નામે જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાતમાં યુવતીઓ સાથે મિત્રતા કરાવવા, ચેટિંગ કરવા તથા રૂબરૂ મુલાકાત કરવાથી રોજના 20 હજારથી 30 હજાર રૂપિયા મળશે.
NRI છોકરીઓને ખુશ રાખવાથી 24થી 30 હજાર રૂપિયા મળશે
અજયે જાહેરાતમાં આપેલા નબર પર સંર્પક કર્યો હતો. અજયે સંપર્ક કરતા NRI છોકરીઓને ખુશ રાખવાથી 24થી 30 હજાર રૂપિયા મળશે તેવી લોભામણી વાતો કરવામાં આવી હતી. ત્યારબાદ ગેટ પાસ, ગેસ્ટ હાઉસ બુકિંગ ચાર્જના નામે તેઓની પાસેથી કુલ 70 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે અજયે સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : અરવલ્લીમાં નોકરીની લાલચ આપી નાણાં ખંખેરતી ઠગ ટોળકી ઝડપાઇ
બેન્કોના કુલ 11 બેન્ક એકાઉન્ટ ગુનામાં ઉપયોગ કરાયા
આ ઘટનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ સેલે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એમ.બી.સ્ટેટ પાસેથી ઇન્ટેરીયર કોન્ટ્રક્ટર રામ આશિષ સીયારામ પાસવાન અને સુષ્મા રમેશ ચલુંવૈયા શેટ્ટીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી રામ આશિષ પાસવાન દ્વારા અલગ-અલગ બેન્કોના કુલ 11 બેન્ક એકાઉન્ટ ગુનામાં ઉપયોગ કર્યા હોવાનું બહાર આવ્યું હતું.
પ્રતિષ્ઠિત પેપરમાં જાહેરાતો આપીને લોકો સાથેે લોભામણી વાતો કરીને રૂપિયા પડાવી લેતા
સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં 1.67 કરોડનું ટ્રાન્જેકશન થયેલું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી રામઆશિષ પાસવાન વર્ષ 2009થી આ પ્રકારના ગુના આચરતો આવેલો છે. તેના દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ તથા દિલ્હીમાં પ્રતિષ્ઠિત પેપરમાં જાહેરાતો આપીને લોકો સાથેે લોભામણી વાતો કરીને રૂપિયા પડાવી લેતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ, અલગ-અલગ બેન્કોની 9 ચેક બુક અને 5 ATM કાર્ડ કબ્જે કર્યા હતા.
આ પણ વાંચો : લગ્ન કરી ઠગ કરનારી લુંટેરી દુલ્હન સહિત 5 આરોપીને જૂનાગઢ પોલીસે ઝડપ્યા
રોજના 20થી 30 હજાર આપવાની વાત કરી લોકોને ઠગતા હતા
આ સમગ્ર બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આરોપી અલગ-અલગ ન્યુઝ પેપરમાં ISO રજિસ્ટર કોમલ બ્યુટી પાર્લર મેલ, ફીમેલ, કોલેજ ગર્લ, હાઉસ વાઈફ, મોડેલ્સ, એન્જોય આવક રોજના 20થી 30 હજાર ગેરેન્ટેડ તમારા શહેરો જાહેરાતો આપતા હતા. NRI યુવતીઓ સાથે મિત્રતા કરાવવા, ચેટિંગ કરવા થતા રૂબરૂ મુલાકાત કરવા 20થી 30 હજાર મળશે. તેવી વાતો કરીને ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને અલગ-અલગ ચાર્જના નામે રૂપિયા પડાવી ઠગાઈ આચરી લેતા હતા.
આ પણ વાંચો -
- અંતરિયાળ વિસ્તારોમાં એકનાં ડબલ કરી આપવાની લાલચે લોકોને ઠગતી ટોળકીનાં 5 સાગરિતો ઝડપાયા
- પંચમહાલઃ લોન આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરનારા દંપતીની પોલીસે કરી અટકાયત
- અમરેલી LCBએ તાંત્રિક વિધિના બહાને 24.80 લાખની છેતરપિંડી કરનારી ઠગ ટોળકીને ઝડપી લીધી
- અમદાવાદમાં મહિલાઓને સહાય આપવાના બહાને છેતરતી મહિલા ઠગ ઝડપાઇ