ETV Bharat / city

લોકોએ અમારા કામ ઉપર વિશ્વાસ કર્યો છે, અમારા ભાષણ પર નહીં: સંજય સિંહ - aam aadmi party

સુરત સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ આમ પાર્ટી દ્વારા આપના સાંસદ સંજય સિંહની ઉપસ્થિતિમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. સાથે જ સરકારી શાળા,આરોગ્ય જેવી સેવાઓ લોકોને મળે એવી જાહેરાત પણ કરાઈ છે.

સંજય સિંહ
સંજય સિંહ
author img

By

Published : Feb 7, 2021, 10:33 AM IST

  • કેજરીવાલ સરકાર સાચી રાષ્ટ્રભક્તિ કરે છે : સંજય સિંહ
  • સુરતને દીલ્હી મોડલ જેવું બનાવવાના થશે પ્રયત્નો
  • IT અને પર્યાવરણ પર અપાશે વિશેષ ધ્યાન

સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીમાં ટિકિટને લઈ એક તરફ ધમાસાણ ચાલી રહ્યું છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. શનિવારના રોજ સુરત ખાતે દિલ્લીના સાંસદ સંજય સિંગ ચૂંટણી પ્રચારને લઈ આવી પહોંચ્યા હતા. તેેમણે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી મજબૂતીથી ચૂંટણી લડી રહી છે. જેમાં ગેરેન્ટી કાર્ડ બહાર પાડ્યું છે. તેમાં ઘર વેરો અડધો, પાણી મફત, મહાનગરપાલિકાની બસોમાં દિવ્યાંગ અને વિદ્યાર્થીઓ માટે મફત પ્રવાસ, મનપાની શાળાઓ અને હોસ્પિટલમાં વધારો કરવામાં આવશે. ઉપરાંત મોહલ્લા કિલનીક પણ દરેક વોડમાં શરૂ કરવામાં આવશે.

કોરોનામાં સરકારની નબળી કામગીરી વિશે લોકો માહિતગાર છે

વધુમાં તેમણે જણાવવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી સુરતની જનતાએ ભાજપ-કોંગ્રેસનો જ સાથ આપ્યો છે, જો આ પાર્ટીઓએ તેમની આશાઓ પૂરી કરી હોય તો અમને પુરાવાઓ બતાવો. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ એવી સરકાર છે જે કોરોના કાળમાં એવા વેન્ટિલેટરની ખરીદી કરે છે જેનાથી હોસ્પિટલમાં આગ લાગે છે. કોરોના કાળ જેવી સ્થિતિમાં સરકારના કામ સાબિત કરે છે. અમદાવાદ હાઇકોર્ટેએ સરકાર પર ટીપ્પણી કરવાની જરૂત પડી હતી. દેશમાં અફરાતફરીનો માહોલ હતો ત્યારે સુરતમાં કેવી સ્થિતિ હતી તે અહીંના લોકો સારી રીતે કહી શકે છે.

સંજય સિંહની પત્રકાર પરિષદ
દિલ્હી મોડલની જેમ જનતા માટે કામ કરીશું

લોકોએ અમારા કામ ઉપર વિશ્વાસ કર્યો છે, અમારા ભાષણ પર નહીં. અમે દિલ્હી મોડલ તૈયાર કર્યું છે. જમીન પર લોકો માટે કામ કર્યું છે અને એ જ કામના આધાર પર અમે લોકો પાસે મત માંગી રહ્યા છે. ગુજરાતની જનતાને અમે હાથ જોડીને અપીલ કરીએ છે કે તેમને તકલીફો દૂર કરવા આમ આદમી પાર્ટી સારી રીતે કામ કરશે.

કેન્દ્ર સરકારનાં કાર્યોને લઈ કર્યા પ્રહારો

કેન્દ્ર સરકાર પર આક્રમણ કરતા કહ્યું હતું કે, હાલની સરકારે દેશને વેચવા માટે આ બજેટ બહાર પાડ્યું છે. સરકાર રેલ, LIC, બેંકના સેક્ટર, રોડ રસ્તા, સ્ટેડિયમ, એર ઇન્ડિયા અને એરપોર્ટ આ બધું વેચવાનું બજેટ લઈને આવ્યા છે, જે દેશના કર્મચારી અને જનતા માટે ખુબ જ ચિંતાનો વિષય છે. દેશની સંપત્તિ વેચીને દેશની અર્થવ્યવસ્થાને આગળ નહીં લઈ જઈ શકો. રાષ્ટ્રવાદ અને દેશભક્તિની વાતો કરનારા ભારતીય જનતા પાર્ટીના લોકોને હું કહેવા માગું છું કે, સાચી દેશભક્તિ એ છે કે તમે પ્રદેશના લોકોને કેટલી સારી શિક્ષા, સ્વાસ્થ્ય અને સુવિધા આપી શકો એ દેશ ભક્તિ છે. અમે લોકો દિલ્હીમાં કરીને બતાવી રહ્યા છે, ગુજરાતમાં પણ અમે આ પૂર્ણ કરીશું. ગુજરાતની રૂપાણી સરકાર સરકારી સ્કૂલને મર્જ કરી રહી છે કારણ કે ત્યાં બાળકો નથી આવતા. અમે લોકો દિલ્હીમાં સરકારી સ્કૂલોને વધારી રહ્યા છે, ત્યાં એડમિશનની લાઈન લાગી છે. રાષ્ટ્રને દેશમાં રહેનારા લોકો માટે તમે કેટલું સારું કામ કરીને બતાવો એ જ રાષ્ટ્ર અને દેશભક્તિ છે અને દિલ્હીમાં કેજરીવાલ સરકારે તે કરી બતાવ્યું છે.

શાળાઓનું નવીનીકરણ કરી વેરાઓમાં રાહત અપાશે

શિક્ષણને લઈ મહાનગર પાલિકાની તમામ સરકારી શાળાઓનું નવીનીકરણ, દરેક વોર્ડમાં જનસંખ્યા પ્રમાણે ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, હિન્દી, ઉડિયા માધ્યમની નવી સરકારી શાળાઓ બનાવવામાં તેમજ સુરતમાં અદ્યતન સુવિધા સાથેનો સ્ટાટૅઅપ હબ IT પાર્ક અને E-લાઈબ્રેરી બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સાથે જ કોર્પોરેશન સંચાલિત સરકારી કોલેજ અને પોલિટેકનિક કોલેજ બનાવવામાં આવશે. આરોગ્યને લઈ દિલ્હીની જેમ મોહલ્લા કિલનીક સુરતના દરેક વોર્ડમાં સુવિધા ઉભી કરવામાં આવશે.ઉપરાંત, સુરતમાં ઝોન દીઠ લેબ ખોલીને લોહી, પેશાબ, સીટી સ્કેન, એમઆરઆઇ, સોનોગ્રાફી અને એક્સ-રે જેવી તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. વેરા બિલને લઈ જાહેરાત કરી હતી કે, સુરતમાં ઘર વેરો અડધો કરવામાં આવશે અને પાણીવેરો નાબૂદ કરાશે. સાથે જ વ્યવસાય વેરો પણ હટાવવામાં આવશે.

પર્યાવરણને લાભકારક વિકાસ કરવામાં આવશે

પર્યાવરણના વિષય ઉપર ચર્ચા કરતાં કહ્યું હતું કે, તમામ રોડ ડિવાઇડરમાં આયુર્વેદિક મહત્વ ધરાવતાં વૃક્ષ રોપીને એનો ઉછેર કરાશે, ખાડી ઢાંકીને તેના ઉપર લારી, પાથરણાવાળાઓ માટે બજાર બનાવાશે અને વરસાદી પાણીના નિકાલ માટે ફ્લડ પાઇપ લાઇન નેટવર્ક પણ બનાવાશે. વરસાદી પાણીને સમુદ્રમાં જતું અટકાવી ભૂગર્ભ જળસંગ્રહ કરવા માટે યોજના બનાવાશે. સાથે અન્ય જાહેરાતો કરી આમ આદમી પાર્ટીને મત આપવા અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.