ETV Bharat / city

Ice Cream Varieties In Surat: ખાવાના શોખીન સુરતીઓની પસંદ બની રહી છે 'વ્હિસ્કી આઈસ્ક્રીમ', જાણો તેની ખાસિયતો - વ્હિસ્કી આઈસ્ક્રીમ ટેસ્ટ

સુરતના પાર્લે પોઇન્ટ ખાતે આવેલી સિદ્ધિ આઈસ્ક્રીમ સેન્ટર પર વ્હિસ્કી ક્રીમ (Ice Cream Varieties In Surat) નામની આઈસ્ક્રીમ મળી રહી છે. આ નૉન આલ્કોહોલિક આઈસ્ક્રીમ લોકોને ઘણી જ પસંદ આવી રહી છે. આ સાથે જ આદુ અને લીલા મરચાની આઈસ્ક્રીમ પણ લોકોમાં હોટફેવરિટ બની ગઈ છે.

સુરતમાં ભીષણ ગરમીમાં લોકોની પસંદ બની રહી છે 'વ્હિસ્કી આઈસ્ક્રીમ'

author img

By

Published : Apr 25, 2022, 6:33 PM IST

Updated : Apr 25, 2022, 6:48 PM IST

સુરત: ભીષણ ગરમીથી ખાસ ફ્લેવરની આઈસ્ક્રીમ (Ice Cream Varieties In Surat) સુરતીઓને રાહત આપી રહી છે. નામ સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ સુરતમાં વ્હિસ્કી આઈસ્ક્રીમ (whiskey ice cream), આદુ, મરચાં અને લીંબુ ફ્લેવર્સની આઈસક્રીમો (Ice cream with lemon flavors)ધૂમ મચાવી રહી છે. સુરતના પાર્લે પોઇન્ટ (Parle Point Surat) ખાતે આવેલી સિદ્ધિ આઈસ્ક્રીમ સેન્ટર પર એક ખાસ પ્રકારની આઈસ્ક્રીમ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ આઈસ્ક્રીમનું નામ આમ તો વ્હિસ્કી ક્રીમ છે, પરંતુ આ ક્રીમથી તૈયાર થયેલી ખાસ આઈસ્ક્રીમ છે જેનો સ્વાદ વ્હિસ્કી જેવો છે.

વ્હિસ્કી જેવા સ્વાદની આઈસ્ક્રીમની લોકોમાં ભારે ડીમાન્ડ.

આદુ અને લીલા મરચાની પણ આઈસ્ક્રીમ- આ આઈસ્ક્રીમ સંપૂર્ણ રીતે નોન આલ્કોહોલિક (Non alcoholic Ice Cream Surat) છે. હાલ સુરતમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન છે. આ ભીષણ ગરમીથી લોકોને રાહત આપવા માટે સિદ્ધિ આઈસ્ક્રીમ દ્વારા વિવિધ ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવવામાં આવી છે. વ્હિસ્કી આઈસ્ક્રીમ વ્હિસ્કી (Whiskey Ice cream Test)નો ટેસ્ટ આપે છે, જ્યારે બીજી બાજુ લીંબુ આઈસ્ક્રીમ ખાટો ટેસ્ટ આપી લોકોને ફ્રેશમેન્ટ આપી રહ્યો છે. આ સાથે જ આદુ અને લીલા મરચાની આઈસ્ક્રીમ પણ લોકોમાં હોટફેવરિટ બની ગઈ છે. સિદ્ધિ આઈસ્ક્રીમ પાર્લરના પ્રતિકભાઇ દ્વારા આ વખતે આ ખાસ વેરાયટીની આઈસ્ક્રીમ લોકો માટે લાવવામાં આવી છે.

આ પણ વાંચો: આ વર્ષે આઈસ્ક્રીમના વેચાણમાં નોંધાશે જંગી વધારો :ડૉ.સોઢી

વ્હિસ્કી આઈસ્ક્રીમ આલ્કોહોલિક નથી- આઇસ્ક્રીમ પાર્લરમાં કાર્યરત કર્મચારી મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, ગરમી (Heat In Gujarat)ને ધ્યાનમાં રાખીને આ વખતે અનેક વેરાયટીઓ આઈસ્ક્રીમમાં શામેલ કરવામાં આવી છે, જેમાંથી એક વ્હિસ્કી આઈસ્ક્રીમ પણ છે જે આલ્કોહોલિક નથી, પરંતુ ખાવા પર વ્હિસ્કીના સ્વાદની અનુભૂતિ થાય છે. આ સાથે લીલા મરચાની આઈસ્ક્રીમ (Green Chili Ice Cream)છે જે ખૂબ જ તીખી હોય છે. આદુ અને લીંબુના આઈસ્ક્રીમ પણ લોકોને ખૂબ જ ગમી રહ્યા છે. આ ફ્લેવર અમારા પાર્લરના માલિક પ્રતિકભાઇ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે જેથી લોકોને ગરમીમાં કશુંક નવું મેળવી શકે.

આ પણ વાંચો: અમૂલે રજૂ કર્યા આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ, જાણો શું છે ખાસિયત

ગ્રાહકો સ્વાદ ચાખીને ખુશ થઈ ગયા- વ્હિસ્કી આઈસ્ક્રીમ ખાવા માટે આવેલા મહેશ ગોહિલે જણાવ્યું હતું કે, તેઓ પોતે નોન આલ્કોહોલિક છે પરંતુ અહીં આવીને જ્યારે જોયું કે અહીં વ્હિસ્કી ક્રીમ નામની આઈસ્ક્રીમ મળી રહી છે તો તેઓ પોતાને આઇસ્ક્રીમનો સ્વાદ લેવાથી દૂર રાખી શક્યા નહોતા.

Last Updated : Apr 25, 2022, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.