સુરત: દેશભરમાં હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. આ વચ્ચે પોલીસ, ડોકટર સહિત નર્સિંગ સ્ટાફ દિવસ રાત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે ફરજ બજાવતી પોલીસ પણ હાલ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. ત્યારે પોલીસ કર્મચારીઓની સુરક્ષા પણ થવી જરૂરી છે. જે માટે શહેરની ખાનગી કંપની દ્વારા રેલવે પોલીસને એક ખાસ ડિસન્ફેક્શન મશીન આપવામાં આવ્યું છે. જે ઓઝોન બેઝ ડિસઇન્ફેક્શન મશીન નામથી ઓળખવામાં આવે છે.
આ મશીન જોડે ઓક્સિજન ઓપરેટિંગ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. જે કુદરતી ઓઝોન ગેસ ઉતપન્ન કરે છે. ઓઝોન અને પાણીના મિશ્રણથી આ મશીન માત્ર દસ સેકન્ડમાં પોલીસ જવાનોની સંપૂર્ણ બોડીને ક્લીન કરી નાખે છે. જેથી પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરતા પહેલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ચેપ લાગવાથી પણ બચી શકે છે.
આ મશીનમાં છ જેટલા નોઝલ લગાડવામાંં આવ્યા છે. સાથે જ લેઝર ઇંબિલ્ડ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. જ્યાં કૅબિનમાં પ્રવેશ કરતાની સાથે જ ડિસઇન્ફેક્શનની કામગીરી મશીન માત્ર 10 સેકન્ડમાં પૂરી કરી દે છે. અન્ય મશીનો કરતાં આ મશીન સંપૂર્ણ કેમિકલયુક્ત રીતેેેે તૈયાર કરવામાં આવ્યું છે. વુહાન, અમેરિકા જેવા દેશોમાં આ મશીનનો હાલ ખૂબ જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.