- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસોમાં
- AIMIMની ગુજરાતમાં એન્ટ્રી
- અસદુદ્દીન ઓવૈસી જાહેર સભા ગજવવા આવ્યા ગુજરાત
સુરતઃ ભરૂચમાં શનિવારે AIMIM અને BTPનું સંમેલન યોજવા જઇ રહ્યું છે. જે માટે અસદુદ્દીન ઔવેસી આજે શનિવારે સુરત એરપોર્ટ આવ્યા હતા અને બાય રોડ ભરૂચ જવા રવાના થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે ચૂંટણી લડીને ગુજરાતની જનતાનું દિલ જીતવાનો પ્રયાસ કરીશું.
એરપોર્ટ પર સ્વાગત
AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઔવેસી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં તેમના સમર્થકો એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને ફૂલહારથી સ્વાગત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
BTP સાથે જનસભા કરશે
એરપોર્ટ પર તેમણે જણાવ્યું હતું કે, તે ભરૂચ જશે અને BTP સાથે જનસભા કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં પણ તેમની સામાન્ય સભા છે. જેથી તેમને આશા છે કે, ગુજરાતની જનતા તેમને આશીર્વાદ આપશે અને પ્રેમ તથા દુઆઓથી નવાજશે.
BTP પાર્ટી સાથે ચર્ચા
ગુજરાતમાં તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમણે પોતાની પાર્ટીથી ઉમેદવારો કેમ ઉતાર્યા નથી, તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમે પ્રથમ વખત ગુજરાત આવ્યા છીંએ અને એક સાથે આટલી જગ્યાએ મુકાબલો કરી શકાઈ તેમ નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, તેમના આવ્યા અગાઉ તેમના સાંસદ અને પ્રવક્તા ભરૂચ આવ્યા હતા. આ સાથે જ તેમણે ઉમેર્યું કે, તેમની BTP સાથે ચર્ચા થઇ છે.