ETV Bharat / city

સુરત કોરોના કેસ વધતા લોકોમાં રોષ

સુરત શહેરમાં દિન-પ્રતિદિન કોરોના કહેર સતત વધી રહ્યો છે. વધી રહેલા કોરોના કેસને લઈને લોકો વહીવટી તંત્ર પર સવાલ ઉભા કરી રહ્યા છે. ચૂંટણીમાં રેલીઓ અને જાહેર સભાઓ કરવા બદલ આભાર અને કોરોના કેસ વધારવામાં સુરત નંબર-1, ધનિકોને માપીને પ્રજાને દંડ આવા લખાણ વાળા બેનરો રાંદેર ઝોનના અલગ-અલગ વિસ્તારમાં લગાવી લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

રોષ પ્રગટ કરતા બેનરો લાગ્યા
રોષ પ્રગટ કરતા બેનરો લાગ્યા
author img

By

Published : Mar 28, 2021, 8:33 PM IST

  • કોરોના કેસ વધતા લોકોમાં રોષ
  • રોષ પ્રગટ કરતા બેનરો લાગ્યા
  • ધનિકોને માફી પ્રજાને દંડ, શું આ છે ગુજરાત મોડલ
  • લખાણો સાથે લાગ્યા બેનરો

સુરત: શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા એક બાદ એક મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે સાથે જ દંડ વસૂલી પણ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે વહીવટી તંત્રની કામગીરીને લઇને લોકો પ્રશ્ન પૂછતા થઈ ગયા છે. સુરતના રાંદેર વિસ્તારના અલગ-અલગ વિસ્તારમાં લોકોએ બેનરો લગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. લોકોએ બેનરોમાં જણાવ્યું છે કે, ચૂંટણીમાં રેલીઓ અને જાહેર સભાઓ કરવા બદલ આભાર અને કોરોના કેસ વધારવામાં સુરત નંબર-1, ધનિકોને માફીને પ્રજાને દંડ આવા બેનરો લગાવી કોરોના સંક્રમણને રાજકીય પાર્ટીઓને જવાબદાર જણાવી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે.

લખાણો સાથે લાગ્યા બેનરો

આ પણ વાંચો: કોરોનાની અસરઃ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોજાતી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા રદ

અનેક પ્રશ્નો શહેરીજનો હાલ પૂછી રહ્યા છે

મનપા દ્વારા વધી રહેલા કોરોના સંક્રમણને લઈને શહેરની અંદર રાત્રી કરફ્યૂમાં પણ ફેરબદલ કરવામાં આવ્યો છે સાથે જ જિમ સહિત સિનેમા ઘરો બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે, જ્યારે ચૂંટણી દરમિયાન અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેર સભાઓ અને રેલીઓ યોજવામાં આવી હતી. અનેક રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સ વગર પણ નજરે પડ્યા હતા, જ્યારે મહાનગરપાલિકા દ્વારા તે વખતે કોઇ કડક કાર્યવાહી કેમ ન કરવામાં આવી..? આવા અનેક પ્રશ્નો શહેરીજનો હાલ પૂછી રહ્યા છે. તે દરમિયાન મનપા દ્વારા ટેસ્ટિંગનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું રાખ્યું અને એકાએક ટેસ્ટિંગ પ્રમાણ વધારી દેતા સંક્રમણના કેસ વધુ હાલ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોના અસર: ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધતાં જૂનાગઢના સ્ટેશનરીના વેપારીઓ સંકટમાં

તમામ રાજકીય પક્ષો પોતાના રાજકીય પાર્ટીનો બચાવ કરી રહ્યા છે

હાલ બેનરો લગાવીને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. એને લઈને તમામ રાજકીય પક્ષો પોતાના રાજકીય પાર્ટીનો બચાવ કરી રહ્યા છે. કારણ કે ચુંટણી દરમિયાન તમામ રાજકીય પક્ષો સભા અને રેલીઓમાં ચુસ્ત હતા અને સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક પહેરવાનું ભાન ભૂલ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.