- ભવિષ્યના Ph.Dના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે આયોજન
- PH.D/ NET/ SLET પાસ કરેલા વિદ્યાર્થીઓ પણ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરી છે
- સંશોધનમાં ઉપયોગી થનારી પાયાની બાબતો તથા વિષય પસંદગીના વ્યાપ બાબતે માર્ગદર્શન અપાશે
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 3થી 5 એપ્રિલ સુધી યંગ રિસચર્સ મીટ ફોર રિસર્જન્સ એન્ડ ઇનોવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને યંગ રિસચર્સ મીટ ફોર રિસર્જન્સ એન્ડ ઇનોવેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. ભવિષ્યના Ph.Dના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
વર્કશોપ સંશોધકને પ્રપોઝલ કઈ રીતે તૈયાર કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવશે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 3થી 5 એપ્રિલ સુધી યંગ રિસચર્સ મીટ ફોર રિસર્જન્સ એન્ડ ઇનોવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને યંગ રિસચર્સ મીટ ફોર રિસર્જન્સ એન્ડ ઇનોવેશન સાથે મળીને આ આયોજન કર્યું છે. આ ફાઉન્ડેશન સાચા સંશોધનકારો, શિક્ષણવિદો અને નીતિ નિર્માતાઓની આકાંક્ષાઓથી અસ્તિત્વમાં આવેલી છે. “વસુંધૈવ કુટુંબકમ”ના ભારતીય મુલ્યને ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય સમુદાયને સેવા આપવા ઇચ્છે છે. આ વર્કશોપમાં સંશોધકને પ્રપોઝલ કઈ રીતે તૈયાર કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવશે.
આ પણ વાંચો: VNSGU દ્વારા પરિપત્રક બહાર પાડવામાં આવ્યો
વિદ્યાર્થીઓને આની માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 3થી 5 એપ્રિલ સુધી યંગ રિસચર્સ મીટ ફોર રિસર્જન્સ એન્ડ ઇનોવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં ઇચ્છુક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી રજિસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ SMS દ્વારા જે તે વિષયની પસંદગી પ્રમાણે લીંક આપવામાં આવશે. આ આયોજન ઓનલાઇન કરવામાં આવશે. આ આયોજનમાં PH.D/ NET/ SLET પાસ કરેલા વિદ્યાર્થીઓ પણ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરી છે.
આ પણ વાંચો: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડીકેટની બેઠક યોજાઈ