- શિક્ષકોનો સન્માન કાર્યક્રમમાં હોબાળો
- આમ આદમી પાર્ટી દ્વારા હોબાળો મચાવાયો
- ચાલુ કાર્યક્રમમાં શિક્ષકોની ભરતી કરો એવા સૂત્રોચાર કર્યા
સુરત: શહેરમાં આજે રવિવારે રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે શિક્ષક દિન નિમિત્તે શહેરના નાગર પ્રાથમિક શાળાના શિક્ષકોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શહેરના મેયર હેમાલી ભોગાવાળા ઉપસ્તિથ રહ્યા હતા. કાર્યક્રમમાં મેયર પોતાનું ઉદ્બોધન કરે તે પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષકોની ભરતી કરો એવા સૂત્રોચાર કરી ચાલુ કાર્યક્રમમાં જઈ હોબાળો મચાવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા આપના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરાઈ
આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષકોની ભરતી કરો એવા સૂત્રોચાર કરી ચાલુ કાર્યક્રમમાં જઈ હોબાળો મચાવતા અને બંને પક્ષોમાં તું તું મેં મેં થઇ ગયા બાદ સ્થાનિક પોલીસનો સ્ટાફએ પહોંચીને પોલીસ દ્વારા પણ બંને પક્ષને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અંતે પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ ગઈ હતી.