- રાજ્યમાં ઓનલાઇન ક્લાસની શરૂઆત
- સુરતમાં ઓનલાઇન ક્લાસમાં 98 ટકા હાજરી જોવા મળી
- વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ
સુરત: રાજ્ય સરકારના આદેશ મુજબ આજથી તમામ શહેરોમાં ધોરણ 1 થી લઈને 12ની પ્રથમ સત્રની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સુરતમાં પણ સોમવારે સવારે ૮ વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને ઑનલાઇન ક્લાસ કરવામાં આવ્યું. સુરતમાં કેટલી સ્કૂલો દ્વારા આજથી ફક્ત ઉચ્ચતર માધ્યમિકના ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા. તેમાં ઉચ્ચતર માધ્યમિકમાં ઓનલાઇન શિક્ષણમાં કુલ 98 ટકા જેટલી હાજરી જોવા મળી અને કેટલી સ્કૂલો દ્વારા 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને 10 જૂનથી નવું સત્ર શરૂ કરશે એવું કહેવામાં આવી રહ્યું છે.
શાળાના પ્રિન્સિપલે જણાવ્યું હતું કે...
સુરતની શારદાયત સ્કૂલ ઇંગ્લિશ માધ્યમના પ્રિન્સિપલએ કહ્યું હતું કે સોમવારથી બોર્ડ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે 7મી જૂન વિધિવત ઓનલાઇન શિક્ષણ આવું કર્યું છે. બધા શિક્ષકોનું સ્કૂલમાં પ્રવેશ આપતા પહેલા તેમનું સ્કૂલ દ્વારા હેન્ડ સેનિટાઈઝર, ઓક્સિમીટરથી તેમનું ઓક્સિજન ચકાસવા આવ્યું અને તેનું ટેમ્પરેચર પણ ચકાસવામાં આવ્યું હતું. આમ તો સ્કૂલના ટીચર્સ પોતાનું સેનેટાઈઝર સાથે લઈને જ આવે છે અને SOP જે ગાઈડલાઈન ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવી છે. તે સ્કૂલમાં સ્ટ્રિકલી ફોલોવ કરી છે. દરેક ક્લાસની અંદર બે-બે ટીચર્સ એકથી બીજા ખૂણે બેસાડીને ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યો હતો. ઓનલાઈન ક્લાસમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે જોવામાં આવી રહી હતી. ઓનલાઇન કેમેરા મારફતે પોતપોતાના શિક્ષકોને જોઈએ તેઓ ખુશ થઈ ગયા હતા.
આ પણ વાંચો: શાળા અને કોલેજમાં શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓની અનુપસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ
સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે...
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી એચ.એચ. રાજ્યગુરુ સાહેબે કહ્યું હતું કે સોમવારથી રાજ્ય સરકારના આદેશ મુજબ સુરત અને જિલ્લા સહિતમાં ધોરણ 1 થી 12ની ઑનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી આ ઓનલાઇન શિક્ષણ ચાલ્યું. વધુમાં એમ પણ કહ્યું કે હા, સુરતની અમુક શાળા દ્વારા સોમવારે ફક્ત ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ઑનલાઈન ક્લાસ કરવામાં આવ્યું હતું. શાળાઓ 10 જૂનથી 1 થી 8 સુધીની પ્રથમ સત્રની શરૂઆત કરશે. તેવી વાતો પણ મને મળી છે. આજે ધોરણ 9 થી 12 ના કુલ 98 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઇન ક્લાસ રિસીવ કર્યો છે ખૂબ જ સારી વાત છે.