ETV Bharat / city

રેડિયોડાયગ્નોસીસના સ્ટાફના 84 કર્મયોગીઓમાં 70 ટકા મહિલાઓ નિભાવે છે ફરજ - radiodiagnosis

કોરોનાથી શરીરમાં કેટલા પ્રમાણમાં ઇન્ફેક્શન ફેલાયું છે એ જાણવાં રેડિયોડાયગ્નોસીસ(radiodiagnosis)નું આગવું મહત્વ છે. જેથી દર્દીને તાત્કાલિક સારવાર આપીને જીવન બચાવી શકાય. નવી સિવિલના રેડિયોડાયગ્નોસીસ(radiodiagnosis) વિભાગે કોરોનાની બન્ને લહેરમાં સિટી સ્કેન, એક્સ-રે તથા સોનોગ્રાફીની 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને કોરોનાના નિદાન-સારવારમાં આગવું યોગદાન આપ્યું છે.

રેડિયોડાયગ્નોસીસના સ્ટાફના 84 કર્મયોગીઓમાં 70 ટકા મહિલાઓ નિભાવે છે ફરજ

author img

By

Published : Jun 7, 2021, 9:36 AM IST

  • કોરોનાથી શરીરમાં કેટલા પ્રમાણમાં ઇન્ફેક્શન ફેલાયું છે એ જાણવા રેડિયોડાયગ્નોસીસ(radiodiagnosis)નું આગવું મહત્વ
  • આ મશીનને ઓપરેટ કરવા માટે ડોક્ટર્સ, ટેક્નિશિયન અને સર્વન્ટનો કુલ 09 કર્મચારીઓનો સ્ટાફ રોકાયેલો છે
  • શરીરમાં કોરોનાની હાજરી માટે RT-PCR ટેસ્ટ જરૂરી છે

સુરત: કોઈપણ રોગની સફળ અને સચોટ સારવાર માટે સૌપ્રથમ એ રોગની ઓળખ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. શરીરમાં કોરોનાની હાજરી માટે જે રીતે RT-PCR ટેસ્ટ જરૂરી છે, એ જ રીતે કોરોનાથી શરીરમાં કેટલા પ્રમાણમાં ઇન્ફેક્શન ફેલાયું છે એ જાણવા રેડિયોડાયગ્નોસીસ(radiodiagnosis)નું આગવું મહત્વ છે. જેથી દર્દીને તાત્કાલિક સારવાર આપીને જીવન બચાવી શકાય. નવી સિવિલના રેડિયોડાયગ્નોસીસ(radiodiagnosis) વિભાગે કોરોનાની બન્ને લહેરમાં સિટી સ્કેન, એક્સ-રે તથા સોનોગ્રાફીની 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને કોરોનાના નિદાન-સારવારમાં આગવું યોગદાન આપ્યું છે.

રેડિયોડાયગ્નોસીસના સ્ટાફના 84 કર્મયોગીઓમાં 70 ટકા મહિલાઓ નિભાવે છે ફરજ

આ પણ વાંચોઃ માણાવદર સરકારી હોસ્પિટલમાં મહિલા તબીબ રોજ 18 કલાક બજાવે છે ફરજ

મહિલાઓએ દિવસરાત જોયા વિના કામગીરી નીભાવી

અહીંના સ્ટાફે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં 36,572 એક્સ-રે, 1,484 સિટી સ્કેન, 2,472 સોનોગ્રાફી કરી છે. ઉપરાંત, મ્યુકોરમાઈકોસીસ(MUCORMYCOSIS)ના 200, MRIના 97 અને કલર ડોપ્લરના 78 રિપોર્ટ પણ કરાયા છે. વિભાગના કુલ 84 જેટલા કર્મયોગીઓમાં 70 ટકા મહિલાઓ ફરજ નિભાવી રહી છે, જેમણે દિવસરાત જોયા વિના ઈમેજિંગની કાબિલેદાદ કામગીરી નિભાવી છે.

નવી સિવિલમાં Philips કંપનીનું 256 સ્લાઈસ સિટીસ્કેનર મશીન ઉપલબ્ધ

સુરતની નવી સિવિલમાં રાજ્યનું એકમાત્ર વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી ધરાવતું Philips કંપનીનું 256 સ્લાઈસ સિટીસ્કેનર મશીન ઉપલબ્ધ છે, જે માત્ર 05મિનિટમાં કોવિડ દર્દીનો HRCT રિપોર્ટ આપે છે. સુરત સિવાય રાજ્યની અન્ય કોઈ પણ સરકારી હોસ્પિટલમાં આ પ્રકારનું અદ્યતન મશીન ઉપલબ્ધ નથી. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવા અને તેમના ઝડપી નિદાન માટે આ મશીન આશીર્વાદરૂપ બન્યું છે.

રેડિયોડાયગ્નોસીસના સ્ટાફના 84 કર્મયોગીઓમાં 70 ટકા મહિલાઓ ફરજ નિભાવે છે

એક્સ-રે મશીન અને ડિજીટલ એક્સ-રેની સુવિધા ઊભી કરાઈ

રેડિયોડાયગ્નોસીસ(radiodiagnosis) અને ઈમેજિંગ વિભાગના વડા અને પ્રોફેસર ડો. પૂર્વી દેસાઈ જણાવ્યું છે કે, કોરોનાની પ્રથમ લહેરમાં દર્દીઓનો ખૂબ ધસારો હોવાથી સ્ટેમસેલ બિલ્ડીંગમાં રેડિયોલોજી વિભાગ શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ અને ગ્રાઉન્ડફ્લોર પર 500 MM એક્સ-રે મશીન અને ડિજીટલ એક્સ-રેની સુવિધા ઊભી કરાઈ.

24 કલાક રાઉન્ડ ધ કલોક રેડિયોલોજીસ્ટ, ટેક્નિશિયન, સર્વન્ટની ટીમો કાર્યરત કરાઈ

દાખલ કોરોના દર્દીઓના બેડ પર જ જઈને બેડસાઈડ સોનોગ્રાફી અને એક્સ-રે ચેસ્ટ માટે પોર્ટેબલ સોનોગ્રાફી અને એક્સ-રે મશીન રાજ્ય સરકારના સહયોગથી તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવ્યા. જેના સંચાલન માટે સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે 24 કલાક રાઉન્ડ ધ કલોક રેડિયોલોજીસ્ટ, ટેક્નિશિયન, સર્વન્ટની ટીમો કાર્યરત કરાઈ. જેમણે જીવના જોખમે, સંક્રમિત થવાની પરવા કર્યા વિના એક્સ-રે અને અન્ય રિપોર્ટ આપવાની કામગીરી કરી છે.

રિપોર્ટનું રિઝલ્ટ આવતા 24થી 48 કલાક સમય લાગે છે

વધુમાં ડો.પૂર્વી દેસાઇએ કહ્યું છે કે, કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓના RT-PCR ટેસ્ટ કરાવવામાં આવે, ત્યારે રિપોર્ટનું રિઝલ્ટ આવતા 24થી 48 કલાકનો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન 'એક્સ-રે ચેસ્ટ' દ્વારા ફેફસાંમાં કેટલા ટકા સંક્રમણ ફેલાયું છે એ સરળતાથી જાણી શકાય છે. જેથી દર્દીની ઝડપભેર સારવાર શરૂ કરી શકાય છે.

શરીરની ધમનીઓ, CT હાર્ટ એન્જીયોગ્રાફી, પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝ્મ ડાયગ્નોસિસ થાય છે

HRCT થોરેક્ષ દ્વારા CT સ્કોર (CT સિવિયારિટી સ્કોર)થી કોરોના દર્દીને છેલ્લાં 5થી 10 દિવસમાં ફેફસામાં થયેલા સંક્રમણનો ખ્યાલ આવતા માઈલ્ડ, મોડરેટ કે સિવિયર કેસને સહેલાઈથી અલગ તારવી શકાય છે. જે કોવિડની વૃદ્ધિને ઓળખીને આગળની સારવાર માટે ખુબ ઉપયોગી બને છે. શરીરની ધમનીઓ, CT હાર્ટ એન્જીયોગ્રાફી, પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝ્મ ડાયગ્નોસિસ થાય છે, જેથી સમયસર સારવારના પગલા લેવામાં આવતા દર્દીનો જીવ બચાવી શકાય છે.

બીજી લહેરમાં 36572 જેટલા એક્સ-રે તથા 1484 સિટી સ્કેન તેમજ 2472 સોનોગ્રાફી

તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પ્રથમ લહેર બાદ છ ડિજિટલ પોર્ટેબલ મશીનો આપ્યા હતા. જેનાથી દર્દીઓની પાસે જઈને કામગીરી ઝડપી અને સમયસર કરી શકાતી હતી. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં 36,572 જેટલા એક્સ-રે તથા 1,484 સિટી સ્કેન તેમજ 2,472 સોનોગ્રાફી કરવામાં આવી હતી.

સ્ટાફના 60 ટકા જેટલા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યા હતા

આ ડિપાર્ટમેન્ટના 19 રેસિડેન્ટ ડોકટરો, 04 સિનીયર રેસિડેન્ટ ડોકટરો, 9 ફેકલ્ટી, 21 ટેકનિશ્યન, આઠ સર્વન્ટો, ચાર આસિસ્ટન્ટ મળી કુલ 84 જેટલા કર્મયોગીઓએ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવીને કોરોના અને નોનકોવિડ દર્દીઓના ઈમેજિંગની કામગીરી કરી છે. સ્ટાફના 60 ટકા જેટલા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યા હતા, પરંતુ સ્વસ્થ થઈને ફરીવાર ડ્યુટી પર જોડાયા હતા.

આજ સુધી મ્યુકરના 200 દર્દીઓના CT સ્કેન રિપોર્ટ કર્યા છે

આ વિભાગમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડો.વસિમ પટેલે મ્યુોકરના કેસના નિદાન માટે પણ આ વિભાગ સજ્જ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, કોવિડ દર્દી સ્વસ્થ થયા બાદ મ્યુકોરમાઈકોસીસ(MUCORMYCOSIS) થવાના કેસો સામે આવ્યા છે, જેમાં અમારા વિભાગે આજ સુધી મ્યુકરના 200 દર્દીઓના CT સ્કેન રિપોર્ટ કર્યા છે. મ્યુકોરના દર્દીને PNS એટલે કે નાકથી ફંગસનો ચેપ લાગવાની શરૂઆત થાય છે અને ધીરેધીરે ઓર્બિટ (આંખ) અને ત્યારબાદ બ્રેઈન (મગજ)ને ચેપગ્રસ્ત બનાવે છે.

રિપોર્ટ માત્ર 05 મિનિટમાં થઈ જાય છે

દરેક મ્યુકોરના દર્દીના નાક, આંખ અને મગજના અલગ-અલગ ત્રણ રિપોર્ટ કરવા પડતા હોય છે, પરંતુ 256 સ્લાઈસ મશીનમાં એક સાથે આ ત્રણ રિપોર્ટ માત્ર 05 મિનિટમાં થઈ જાય છે અને ઝડપભેર સારવાર શરૂ કરી શકાય છે. આ રીતે એક દર્દીના ત્રણ રિપોર્ટ મુજબ મ્યુકોરના 600 રિપોર્ટ કર્યા છે અને તેમની આગળની સારવાર માટે ENTવિભાગના મ્યુકોરમાઇકોસીસ(MUCORMYCOSIS)ના સ્પેશ્યલ વોર્ડને સમયસર રિપોર્ટ પૂરા પાડ્યા છે.

બીજી લહેરમાં સરકાર દ્વારા 256 સ્લાઈસ મશીન ફાળવાયું

ડો.વસિમ જણાવે છે કે, જ્યારે કોરોના પિક પર હતો, ત્યારે રોજના 40થી 50 દર્દીઓને HRCTના રિપોર્ટ માટે એટેન્ડ કરતા હતાં. આજે સંક્રમણની ગતિ એકદમ ધીમી પડી છે, ત્યારે હવે રોજ 08થી 10 દર્દીના રિપોર્ટ કરીએ છીએ. પ્રથમ લહેરમાં જૂની બિલ્ડીંગમાં 16 સ્લાઈસ CT સ્કેનર મશીનમાં કોવિડ અને નોનકોવિડ દર્દીઓના CT સ્કેન કરાતા હતા. જેમાં સમયનું વિભાજન કરીને એક જ મશીનમાં રિપોર્ટ કરવામાં આવતા હતા, જેના કારણે વારંવાર ફ્યુમિગેશન કરવાની સમસ્યા રહેતી હતી અને સમયનો વ્યય થતો હતો.

આ પણ વાંચોઃ કોરોનાના દર્દીની સારવાર કરવા મહિલા ડોક્ટર સ્કૂટર પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર જાય છે

જૂની બિલ્ડીંગમાં નોનકોવિડ દર્દીઓના CT સ્કેન કરવામાં આવે છે

બીજી લહેરમાં સરકાર દ્વારા 256 સ્લાઈસ મશીન ફાળવાયું. જેને કિડની બિલ્ડીંગમાં ઇન્સ્ટોલ કરાયું અને અહીં માત્ર કોવિડ દર્દીઓને તપાસવામાં આવે છે. જેથી સમસ્યાનો હલ થયો. આજે પણ 24 કલાક કાર્યરત આ મશીનને ઓપરેટ કરવા માટે ડોક્ટર્સ, ટેક્નિશિયન અને સર્વન્ટનો કુલ 09 કર્મચારીઓનો સ્ટાફ રોકાયેલો છે. જૂની બિલ્ડીંગમાં નોનકોવિડ દર્દીઓના CT સ્કેન કરવામાં આવે છે. જેથી સંક્રમણનો ભય દૂર થયો અને બન્ને પ્રકારના દર્દીઓની તપાસ પણ ઝડપી બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.