સુરત - સુરત અઠવાલાઇન્સ પોલીસ લાઇનને પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ (Notice to vacate Surat police line houses)આપવામાં આવી છે. 7 દિવસની અંદર બ્લોક ખાલી કરવાની આ નોટિસ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આપવામાં આવી છે. અચાનક નોટિસ આપવામાં આવતા પરિવારોમાં ચિંતાનો માહોલ જોવા મળતા લઈને લઈને પોલીસ લાઇનની મોટી સંખ્યામાં મહિલાઓ સુરત પોલીસ કમિશનરને (Surat Police Commissioner)રજૂઆત કરવા પહોંચી હતી.
7 દિવસમાં ખાલી કરોની નોટિસ- સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ શહેરના મુખ્ય પોલીસ હેડક્વાર્ટરની પાછળ આવેલ 252 પોલીસ લાઇન્સને ગતરોજ પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ (Notice to vacate Surat police line houses)આપવામાં આવી છે કે 7 દિવસની અંદર તમે તમારા બ્લોક ખાલી કરો. મહિલાઓ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા તો પહોંચી હતી પરંતુ તેમને પોલીસ કમિશનર (Surat Police Commissioner)સાથે મુલાકાત કરવા દેવામાં આવી ન હતી. જોકે પોલીસ હેડ ક્વાર્ટર એડમીન મેડમને મળવા દેવાઇ હતી.
કુલ 252 પોલીસ પરિવાર રહે છે - કુલ 252 પરિવારમાંથી હાલ 126 જેટલા જ પોલીસ પરિવાર અહીં રહે છે. પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા 2018માં સર્વે કર્યા બાદ પોલીસ લાઈન જર્જરિત (Dilapidated houses of Surat Athwa police line) છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલ રોજ પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અચાનક નોટિસ (Notice to vacate Surat police line houses) આપવામાં આવતા પરિવારોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. 252 પોલીસ લાઇનમાં હાલ જૂની બિલ્ડીંગ કુલ 13 છે એમાં કુલ 252 પોલીસ પરિવાર રહે છે.એમાંથી હાલ 126 જેટલા જ પરિવાર રહે છે.
આ પણ વાંચોઃ ગ્રેડ પે વધારા આંદોલન મામલાને સુરતમાં પોલીસ પરિવારનો વિરોધ
અહીં વર્ષોથી જે લોકો રહે છે તે લોકોને મકાન આપવા માટે તૈયાર નથી- અહીંના રહીશોએ જણાવ્યું હતું કે અમે 252 ક્વાર્ટર્સમાં રહીયે છીએ. અમારા બાળકોની થોડા જ દિવસોમાં સ્કૂલ શરૂ થઇ જશે. હવે અમારો પહેલો પ્રશ્ન છે કે અમે આ પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળીએ અને અમે ખાલી કરીને બીજે ક્યાં જઇએ. અમે નોટિસ મળતાં (Notice to vacate Surat police line houses) આજે પોલીસ કમિશનર સાહેબને મળવા માટે 10:00 ના આવ્યા છીએ. પરંતુ અત્યાર સુધી અમે પોલીસ કમિશનરને(Surat Police Commissioner) મળી નથી શક્યાં. અમે મેડમને રજૂઆત કરી છે કે પીપલોદ પોલીસ સ્ટેશનમાં જે નવાં મકાનો બનાવામાં આવ્યા છે તે અમને ફાળવી આપો. પરંતુ અમને ચોખ્ખું કહેવામાં આવ્યું કે ત્યાં પણ તમને મકાન મળવાના નથી. તમે રેન્ટ પર ઘર શોધવાનું ચાલુ કરો. અમારા પરિવારની આર્થિક આવક ઓછી છે. અમને રેન્ટ ઉપર ઘર મળવાના નથી. વેઇટિંગમાં જે લોકો રૂમ જોઈએ એ લોકોને તમે રૂમ આપવા માટે તૈયાર છો. અને અહીં વર્ષોથી જે લોકો રહી રહ્યા છે તે લોકોને મકાન આપવા માટે તૈયાર નથી. અમારા પરિવારનું શું થશે?