ETV Bharat / city

સુરતમાં ઓરિસ્સા સમાજના એક પણ ઉમેદવારને ટિકિટ ન અપાતા ભાજપ કાર્યાલય બહાર હોબાળો

author img

By

Published : Feb 5, 2021, 5:11 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂવારે સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. સુરત શહેરમાં 120 બેઠકો પર શહેરમાં ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા ઓરિસ્સા સમાજના એક પણ ઉમેદવારની જાહેરાત ન કરાઈ હોવાથી મોટી સંખ્યામાં ઓરિસ્સા સમાજના લોકો ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરીને સમાજમાંથી કોઈને ઉમેદવારી મળે તેવી માગણી કરી હતી. જો તેમ નહીં કરવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર અને સામૂહિક રાજીનામાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

ટ ન અપાતા ભાજપ કાર્યાલય બહાર હોબાળો
ટ ન અપાતા ભાજપ કાર્યાલય બહાર હોબાળો

  • સુરત મહાનગર પાલિકાની 120 બેઠકો માટે યોજાશે ચૂંટણી
  • ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાતા જ વિરોધનાં વંટોળ શરૂ
  • ઓરિસ્સા સમાજે સામૂહિક રાજીનામા તેમજ ચૂંટણી બહિષ્કારની આપી ચિમકી

સુરત: ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. પરંતુ આ તમામ બેઠકો પર ઓરિસ્સા સમાજના એક પણ ઉમેદવારને સ્થાન ન અપાયું હોવાથી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓરિસ્સા સમાજના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલયની બહાર એકઠા થયા હતા અને સમાજમાંથી કોઈને ઉમેદવારી મળે તેવી માગણી કરી હતી. આ સાથે કાર્યકરોએ ચિમકી આપી હતી કે, જો ઓરિસ્સા સમાજના કોઇ કાર્યકરને ઉમેદવારી નહીં મળે તો આવનારા દિવસોમાં તેઓ ચૂંટણી બહિષ્કાર કરશે અને મોટી સંખ્યામાં કાર્યકરો રાજીનામા પણ આપશે.

ટ ન અપાતા ભાજપ કાર્યાલય બહાર હોબાળો
સુરતમાં આશરે 7 લાખથી વધુ ઓરિસ્સા સમાજના લોકોરોજગારી માટે ઓરિસ્સાથી સુરત આવેલા આશરે સાત લાખથી વધુ ઓરિસ્સા સમાજના લોકો સુરતમાં વસે છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર્તા પણ છે. તેમ છતાં જ્યારે ભાજપ દ્વારા સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી, તેમાં 120 બેઠકો પૈકી એક પણ બેઠક પર ઓરિસ્સા સમાજના કાર્યકરને ટિકિટ આપવામાં આવી નથી. જેથી ઓરિસ્સા સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા ઓરિસ્સા સમાજના આગેવાનોએ સેન્ટ્રલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનને પણ રજૂઆત કરી હતી. સૌથી વધુ સમાજનાં લોકો ધરાવતા વિસ્તારમાં પણ ટિકીટ નહિસુરત ભાજપ કાર્યલય ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા ઓરિસ્સા સમાજના લોકોએ માગણી કરી હતી કે, તેમના સમાજમાંથી ઉમેદવારોને એક તક આપવામાં આવે. જોકે, એક પણ ઉમેદવારને ટિકિટ નહીં મળતા સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે. તેઓએ જણાવ્યું છે કે, આવનારા દિવસોમાં તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને કાર્યકરો રાજીનામું આપશે. ખાસ કરીને વોર્ડ નંબર 28 કે જ્યાં મોટી સંખ્યામાં સમાજનાં લોકો રહે છે. ત્યાંથી પણ સમાજના એકેય કાર્યકરને ટિકિટ આપવામાં આવી નથી. સુરતના પાંડેસરા, ઉધના, સચિન, કતારગામ તેમજ અમરોલી વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓરિસ્સા સમાજનાં લોકો રહે છે. આ તમામ વિસ્તારનાં વોર્ડમાં પણ ઓરિસ્સા સમાજનાં એક પણ ઉમેદવારને તક આપવામાં આવી નથી. જેના કારણે ભારે નારાજગી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.