ETV Bharat / city

સુરતમાં રત્નકલાકારોએ સ્પેશિયલ બસ માટે વધારાનો કોઈ ચાર્જ ચુકવવો પડશે નહીં - surat news today

સુરત: દર વર્ષની જેમ ચાલુ વર્ષે માદરે વતન જતા ડાયમંડ વેપારીઓ અને રત્ન કલાકારો પાસેથી સ્પેશિયલ બસ ચાર્જ વસૂલવા અંગે મુખ્ય પરિવહન અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ભાડા સિવાય કોઈ વધારાનો ચાર્જ ચુકવવો નહીં પડે. એસ.ટી.નિયામક દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ ડાયમંડ વેપારીઓ અને રત્ન - કલાકારોમાં ખુશી વ્યાપી ગઈ છે.

surat diamond association news
author img

By

Published : Oct 15, 2019, 4:11 PM IST

ડાયમંડ એસોસિયેશનના નવનિયુક્ત પ્રમુખ બાબુભાઇ કથીરિયાએ જણાવ્યું કે, ગત વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન માદરે વતન જતા રત્ન - કલાકારો અને હીરા વેપારીઓ પાસેથી વધારાનું ભાડું વસુલવામાં આવ્યું હતું. જે અંગે રાજ્યના મુખ્ય પરિવહન મંત્રીને રજુઆત કરવામાં આવી હતી. જે બાદ ચાલુ વર્ષે વધારાનું વસુલવામાં આવતું ભાડામાંથી મુક્તિ આપી રુટિંગ ભાડુ વસૂલવા આદેશ કરવામાં આવ્યા છે. જેના કારણે વતન જવા માંગતા રત્ન- કલાકારોને મોટી રાહત મળશે.

ભાડા સિવાય કોઈ વધારાનો ચાર્જ ચુકવવો નહીં પડે

Intro:સુરત : દર વર્ષની જેમ ચાલુ વર્ષે માદરે વતન જતા ડાયમંડ વેપારીઓ અને  રત્ન કલાકારો પાસેથી વસૂલવામાં આવતા એસ.ટી.ના ભાડા અંગે  મુખ્ય પરિવહન અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ વધારાના ભાડા સિવાય ફક્ત રૂટિન ભાડું વસુલવા એસ.ટી.નિયામક દ્વારા જાહેરાત કરવામાં આવી છે.જેને લઈ ડાયમંડ વેપારીઓ અને રત્ન - કલાકારોમાં ખુશી વ્યાપી ગઈ છે..

Body:ડાયમંડ એસોસિયેશન ના નવનિયુક્ત પ્રમુખ બાબુભાઇ કાઠીરીયાએ જણાવ્યું કે,ગત વર્ષે  દિવાળી ના તહેવારો દરમ્યાન માદરે વતન જતા રત્ન - કલાકારો અને હીરા વેપારીઓ પાસેથી વધારાનું ભાડું વસુલવામાં આવ્યું હતું.જે અંગે રાજ્યના મુખ્ય પરિવહન મંત્રીને મળી રજુવાત પણ કરવામાં આવી હતી.જે બાદ ચાલુ વર્ષે વધારાનું વસુલવામાં આવતું ભાડામાંથી મુક્તિ આપી રુટિંગ ભાડું વસૂલવા આદેશ કરવામાં આવ્યા છે.જેના કારણે વતન જવા માંગતા રત્ન- કલાકારો ને મોટી રાહત મળશે...બીજી તરફ ડાયમંડ એસોસિયેશન દ્વારા આગામી તારીખના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.દિવાળીના દિવસો દરમ્યાન લોકો બહારગામ અથવા માદરે વતન ચાલ્યા ગયા હોય છે.ત્યારે અચાનક બ્લડની પડતી જરૂરિયાત ને ધ્યાનમાં રાખી 700 જેટલી બોટલ  એકત્ર કરવા આ મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.Conclusion:ડાયમંડ ઇન્ડસ્ટ્રી માં પાંચ ટકા જીએસટી કર હટાવી નાના વેપારીઓને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે તે બદલ આગામી દિવસોમાં સુરત આવી રહેલા રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલ નું પણ ડાયમંડ એસોસિયેશન તરફથી સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવશે...

બાઈટ :બાબુભાઇ કથીરિયા ( ડાયમંડ એસો.પ્રમુખ સુરત )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.