રાજ્યમાં ભાજપ દ્વારા 39 પ્રમુખોની કરવામાં આવી વરણી
સુરત શહેરમાં નીરંજન ઝાંઝમેરાની ભાજપના શહેર પ્રમુખ તરીકે વરણી
નીરંજન ઝાંઝમેરા 2013થી 2015 સુધી સંભાળી ચુક્યા છે મેયર પદ
સુરતઃ પેટાચૂંટણીના પરિણામ આવવાને હજુ એક દિવસ બાકી છે. ત્યારે લાંબા સમયથી અટકેલા ભાજપ સંગઠનમાં નિમણૂક સોમવારે થઈ ગઈ છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા અને મોટા શહેરોના શહેર પ્રમુખોની જાહેરાત કરી દેવાઈ છે.
સમર્થકોએ મીઠાઈ વહેંચી શુભેચ્છા પાઠવી
ભાજપ દ્વારા 39 પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, જામનગર શહેરમાં વિમલ કગથરા, રાજકોટમાં કમલેશ મિરાણી, ભાવનગરમાં રાજીવ પંડ્યાની નિમણૂક કરાઈ છે. આ સિવાય વિવિધ જિલ્લામાં પ્રમુખો નિમાયા છે, ત્યારે સુરત શહેરમાં પૂર્વ મેયર રહી ચુકેલા નિરંજન ઝાંઝમેરાની વરણી કરવામાં આવી છે. તેઓની વરણી થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને તેઓને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
નિરંજન ઝાંઝમેરા ભાજપના સક્રિય નેતા
નિરંજન ઝાંઝમેરા 15/06/2013થી 14/12/2015 સુધી મેયર પદ સંભાળી ચુક્યા છે અને તેઓ ભાજપના સક્રિય નેતા પણ છે. આ ઉપરાંત સુરત જિલ્લા પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં નવા પ્રમુખો કેવી કામગીરી કરે છે તે જોવું રહ્યુ.