- સુરત જિલ્લામાં કામરેજ તાલુકાના ખોલવડથી 9 બાંગ્લાદેશી ઝડપાયા
- મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police) અને સ્થાનિક પોલીસે સંયુક્ત દરોડા પાડી બાંગ્લાદેશીઓને ઝડપ્યા
- પકડાયેલા લોકો પાસેથી ભારતીય પાસપોર્ટ (Indian passport) પણ મળી આવ્યા
- કામરેજના જ શખ્સે ભારતીય પાસપોર્ટ (Indian passport) બનાવી આપ્યા હતા
બારડોલીઃ કામરેજ તાલુકાના ખોલવડમાં છેલ્લા ચારેક વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા 9 જેટલા બાંગ્લાદેશીને મહારાષ્ટ્ર તેમ જ સ્થાનિક પોલીસે ઝડપી પાડયા હતા. ત્રણેયનો કબ્જો જિલ્લા એસ.ઓ.જી. (SOG)ને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો- બનાસકાંઠાના પાલનપુરમાંથી ઘુસણખોર કરતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ
મહારાષ્ટ્રથી પકડાયેલા બાંગ્લાદેશીઓની કબૂલાતને આધારે દરોડા
મહારાષ્ટ્રના થાણે પોલીસ (Thane Police in Maharashtra)ની હદમાંથી કેટલાક બાંગ્લાદેશી પકડાયા હતા. તેમની તપાસ અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કેટલાક બાંગ્લાદેશી સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં છેલ્લા 3-4 વર્ષથી રહે છે. આ કબૂલાતને આધારે પકડાયેલા શખ્સોને લઈને મહારાષ્ટ્ર પોલીસે કામરેજ આવી હતી.
આ પણ વાંચો- અંકલેશ્વરના ચકચારી મર્ડર કેસમાં બાંગ્લાદેશી આરોપીનું આતંકવાદી કનેકશન આવ્યું સામે
કામરેજના યુવકે બનાવી આપ્યો હતો ભારતીય પાસપોર્ટ
પોલીસે પકડેલા 9 બાંગ્લાદેશીઓ પાસેથી ભારતીય પાસપોર્ટ (Indian passport) પણ મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ પાસપોર્ટ કામરેજના ઈમોન નામના શખ્સે બનાવી આપ્યા હતા.
9 પૈકી 5નો કબ્જો સુરત શહેર પોલીસને સોંપ્યો
આ બાંગ્લાદેશીઓ છેલ્લા 3-4 વર્ષથી સુરતમાં રહેતા હતા અને પોલીસની ખબર પણ નહતી. ત્યારે પકડાયેલા 9 બાંગ્લાદેશી પૈકી 5 લોકો સામે સુરત શહેર પોલીસમાં ગુનો નોંધાયો હતો. આથી તેમનો કબ્જો સુરત શહેર પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યારે એકને થાણે પોલીસ લઈ ગઈ હતી. કામરેજ પોલીસે રસેલ, દિયા અને હસીની કામરેજ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી, જેમાં રસેલ 3 વર્ષથી અને દિયા તેમ જ હસી 4 વર્ષથી સાથે રહેતા હોવાની કબૂલાત કરી હતી. ત્રણેયનો કબ્જો સુરત જિલ્લા એસ.ઓ.જી. (SOG)ને સોંપવામાં આવ્યો હતો.